રાજકોટને આગામી ૨ અઠવાડિયામાં પાણી કાપ ભોગવવો પડે તેવી પરિસ્થિતિ પણ મ્યુનિસીપલ કોર્પોરેશનનો ‘સબ સલામત હૈ’નો રાગ
રાજય ઉપર ભયંકર જળ સંકટ તોળાઈ રહ્યું છે. પરિણામે રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં પાણી કાપના ભણકારા વાગી રહ્યાં છે. આગામી ૨ અઠવાડિયામાં જ મહાનગરપાલિકાઓ પાણી કાપ આપશે તે નિશ્ર્ચિત છે.
વિગતો મુજબ રાજકોટ મહાનગરપાલિકા ૫૦ એમએલડી પાણીનો કાપ આપી શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ મામલે મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ ‘અબતક’ને જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં અત્યારે જે પાણીની પરિસ્થિતિ છે અને હાલના સંજોગોમાં નર્મદાનું પાણી ઓછું વાની શકયતા ખરી છે. તેના કારણે આપણે આજી ડેમે, ન્યારી ડેમ અને ભાદર ડેમ એ ત્રણેય ડેમમાંથી જે પાણી છે એ ઓછું છે અને નર્મદાનું પાણીનું સપ્લાય વધારે આપણને મળી શકે તેના માટે પ્રયત્ન કરી રહયાં છીએ. જે આજી ડેમમાંથી આપણે ૧૦૦ એમએલડી પાણી રોજ લઈએ છીએ. આ ૧૦૦ એમએલડી પાણી આપણે નર્મદા ઉપર શિફટ કરવા માંગીએ છીએ.
આજીનું પાણી સ્ટોર થાય અને ઉપયોગ કરી શકાય. ભવિષ્યમાં ઉનાળાના સમયમાં પાણી કાપ થાય ત્યારે આપણને આજીડેમ અને ન્યારી ડેમનું પાણી આપણને ઉપયોગી થાય. ભાદરનું પાણી ૧૭૦૦ એમસીએફટી જેટલું આપણા માટે રીઝર્વ યેલું છે એ પાણી ૨૨૦૦ એમસીએફટી જેટલું રીઝર્વ થાય એના માટે સરકાર થસો પત્ર વ્યવહાર કરી રહ્યાં છીએ અને સંકલન કરીએ છીએ. લગભગ એ મંજૂર ઈ જ જશે અને સૌની યોજનાના અંતર્ગત આજી ડેમમાં પાણીનું અવતરણ જે ગઈ વખતે કાર્યક્રમ રાખેલો હતો એમ આ વખતે આજીડેમમાં પણ ૪૪૬ એમસીએફટી જેટલું પાણી છે એ ઉપરાંત બીજા ૪૦૦ એમસીએફટી પાણી આપરને મળે તે માટે રાજય સરકાર સો સૌની યોજનાનું પાણી મચ્છુ ડેમી અહીં આવે તેના માટે સરકાર સો સંકલન કરીએ છીએ. ન્યારીનું ડેમનું પાણી ઓછામાં ઓછું ઉપયોગ કરવામાં આવે અને આજી, ન્યારી અને ભાદર આ ત્રણેય ગામના પાણી આપણને મળે તેના માટે આયોજન કરવામાં આવ્યું છે.
અત્યારે જે લોકલ થતો છે તેનો વધારેમાં વધારે કઈ રીતે ઉપયોગ કરવામાં આવે તેના માટે અને અન્ય રાંદરડા લાલપરી ડેમના પાણી પણ ચકાસવામાં આવી રહ્યું છે. એ પાણીને કેવી રીતે પ્રોસેસ અને ટ્રીટમેન્ટ કરીને ઉપયોગ કરી શકાય તેના પર પણ અત્યારે કામગીરી ચાલુ છે. લગભગ રાજકોટ શહેરના લોકોને કોઈપણ રીતે તકલીફ ન થાય તે માટે આરએમસી સંપૂર્ણપણે કામ કરી રહ્યાં છે.
આ ઉપરાંત લોકોને એ પણ વિનંતી કરવા માંગીએ છીએ કે ઉનાળો આવશે ત્યારે પાણીની ખૂબ જ જરૂરિયાત રહેશે તો પાણીનો વ્યાપ તેમજ બગાડ ન થાય, પાણી લીકેજના થાય તેના માટે સા સહકાર આપે અને પાણીનો કોઈ પ્રશ્ર્ન ઉભો ન થાય તે માટે અત્યારી જ સહભાગી થઈ યોગ્ય ઉપયોગ કરીએ.
પાણીના ઉપયોગમાં કરકસર કરવા મેયરની અપીલ
મેયર ડો.જૈમન ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, રાજકોટમાં પાણીની કોઈપણ જાતની મુશ્કેલી ની. છેલ્લા બે વર્ષમાં ડેમમાં પાણી ન હોવા છતાં રાજકોટ મહાનગરપાલિકાએ રોજ પાણી આપ્યું છે.
પીવાલાયક પાણી આપ્યું છે અને નળ દ્વારા પાણી આપ્યું છે. કારણ કે રાજય સરકાર આપણને પુરતો પાણીનો જથ્થો આપે છે ત્યારે આ વખતે વરસાદ પણ સારો યો છે અને આજી ડેમમાં લગભગ ૨૨ ફૂટ જેટલો પાણીનો જથ્થો છે, ન્યારી ડેમમાં ૧૪ ફૂટ જેટલો જથ્થો છે અને ભાદર ડેમમાં પણ લગભગ ૨૨ ફૂટ જેટલો જથ્થો છે. રાજકોટને પાણી પૂરું પાડતા જે ડેમો છે એમાં પુરતા પ્રમાણમાં પાણીનો જથ્થો છે. સો-સો જયારે કોઈપણ પાણી ઘટે તો નર્મદાનું પાણી આપણને મળી રહે છે. અત્યારે આજી ડેમમાંથી ૧૧૦ એમએલડી પાણી ઉપાડીએ છીએ, ભાદરમાંથી ૪૫ થી ૫૫ એમએલડી પાણી ઉપાડીએ છીએ. ન્યારીમાંથી ૪૦ થી ૪૫ એમએલડી પાણી ઉપાડીએ છીએ. આપણી જરૂરિયાત ૨૭૦ એમએલડી પાણીની છે તો બાકી જે કંઈ ઘટ હોય તેમાં નર્મદાના પાણીનો ઉપયોગ કરીએ છીએ. પણ સરકારે આપણને ખાતરી આપી છે રાજકોટની જનતા મુશ્કેલી ન અનુભવે, રાજકોટની જનતાને જયારે પણ પાણી જોઈએ ત્યારે નર્મદાના પાણી ઉપરાંત હજુ પણ પાણીની કવોન્ટીટી વધારવાનું સરકારે આપણને વચન આપ્યું છે. છતાં પણ મારે કહેવું છે કે પાણી કરકસરી વાપજરો, પાણીનો ઉપયોગ ધ્યાન રાખીને કરજો, આવનાર દિવસોમાં પાણી લોહી કરતાં પણ કિંમતી બનવાનું છે. ત્યારે રાજકોટની જનતાને એક વિનંતી છે કે પાણીનો જરૂરિયાત પૂરતો ઉપયોગ કરે અને પાણીનો કયાંય વ્યય ન થાય તેનું ધ્યાન રાખે બાકી ભારતીય જનતા પાર્ટીના શાસકો બેઠા છે ત્યાં સુધી પાણીનો કોઈપણ જાતનો કાપ આવવાનો ની.