કેકેવી ચોકમાં અન્ડરબ્રિજ બનાવવા માટે ૨૦ કરોડ રૂપિયા ફાળવવાની માંગ સાથે મેયર ડો.જૈમન ઉપાધ્યાય રૂબરૂ મુખ્યમંત્રી પાસે દોડી ગયા
શહેરમાં સતત વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે તાજેતરમાં મહાનગરપાલિકાના શાસકો દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે, રૈયા રોડ પર આમ્રપાલી રેલવે ફાટક અને કાલાવડ રોડ પર કેકેવી ચોક સર્કલ ખાતે અન્ડરબ્રીજ બનાવવામાં આવશે જોકે કેકેવી ચોકમાં અન્ડરબ્રીજનો કરોડો ખર્ચ ઉઠાવવામાં મહાપાલિકા અસમર્થ હોય તેવું લાગી રહ્યું છે અને આ માટે રૂ.૨૦ કરોડ રાજય સરકાર દ્વારા ફાળવવામાં આવે તેવી માંગ સાથે મેયર ડો.જૈમન ઉપાધ્યાય આજે અચાનક મારતી મોટરે મુખ્યમંત્રીને ખુદ રજુઆત કરવા માટે ગાંધીનગર દોડી ગયા હતા.
તેઓએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કરેલી રૂબરૂ રજુઆતમાં જણાવ્યું હતું કે, રાજકોટના ગૌરવપંથ કાલાવડ રોડ પર કેકેવી હોલ ચોક પાસે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે મહાપાલિકા દ્વારા અહીં અન્ડરબ્રીજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની ડિઝાઈન તૈયાર કરવા માટે ડેલ્ફ ક્ધસલ્ટન્ટની નિમણુક કરવામાં આવી હતી. જેનો ટ્રાફિકનો સર્વે કરાયો હતો.
મહિલા કોલેજથી કાલાવડ રોડ તરફ ૬૭.૫૦ ટકા ટ્રાફિક અને કાલાવડ રોડથી મહિલા કોલેજ ચોક તરફથી ૭૧ ટકા ટ્રાફિકનું અવર જવર થાય છે. અહીં બ્રીજ બનાવવામાં આવે તો અંદાજે ૪.૫૦ લાખની વસ્તીને સીધો ફાયદો થાય તેમ છે. ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે અહીં અન્ડરબ્રીજ બનાવવો ખુબ જ જરૂરી છે. જેના માટે અંદાજે ૨૦
કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. મહાપાલિકા માટે આટલો મોટો ખર્ચ વહન કરવો મુશ્કેલ છે ત્યારે શહેરના પશ્ર્ચિમ વિસ્તારની ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે કાલાવડ રોડ પર અંડરબ્રીજના નિર્માણ માટે રાજય સરકાર દ્વારા મહાપાલિકાને ૨૦ કરોડની સહાય આપવામાં આવે તેવી રજુઆત કરાઈ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com