ચિરાગ પંડયાને સ્માર્ટ સિટી પ્રોજેકટના જનરલ મેનેજર બનાવાયા: એમ.આર. કામલીયાની ઈસ્ટ ઝોનમાંથી સેન્ટ્રલ ઝોનના સિટી એન્જિનીયર તરીકે બદલી
મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ વહિવટી સરળતા ખાતર મહાપાલિકાના બે સિટી એન્જીનીયર સહિત ૧૧ અધિકારીઓની બદલીનો ગંજીપો ચિંપયો છે. જેમાં સેન્ટ્રલ ઝોન કચેરીના સિટી એન્જીનીયર ચિરાગ પંડયાને સ્માર્ટ સિટી પ્રોજેકટના જનરલ મેનેજરની કામગીરી સોંપવામાં આવી છે. જયારે ઈસ્ટ ઝોનના સિટી એન્જીનીયર એમ.આર.કામલીયાને સેન્ટ્રલ ઝોનમાં મુકવામાં આવ્યા છે.આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ચિરાગ પંડયાની કામગીરીમાં ફેરફાર કરવામાં આવ્યો છે.તેઓને સેન્ટ્રલ ઝોનના સિટી એન્જીનીયર તરીકે કામગીરી બજાવતા હતા. તેઓને ડ્રેનેજ પ્રોજેકટની ધોણીયા હસ્તકની કામગીરી ઉપરાંત સ્માર્ટ સિટી પ્રોજેકટના જનરલ મેનેજર, એકસપ્રેસ ફીડરલાઈન, જે.એન.યુ.આર.એમ., અમૃત યોજના સહિતની કામગીરી સોંપવામાં આવી છે. જયારે ઈસ્ટ ઝોનના સિટી એન્જીનીયર એમ.આર.કામલીયાની સેન્ટ્રલ ઝોનમાં બદલી કરાઈ છે.તેઓને ચિરાગ પંડયા હસ્તકની કામગીરી ઉપરાંત સ્ટોર, હેંગપંપ, સંલગ્ન કામગીરી સોંપવામાં આવી છે.ઈન્ચાર્જ સ્પેશિયલ સિટી ઈજનેર એમ.આર.ધોણીયાને ડ્રેનેજ વિભાગ ખાતે ડીઈ તરીકેની કામગીરી સોંપવામાં આવી છે. કે.એસ.ગોહેલની ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગમાંથી ઈસ્ટ ઝોનના ઈન્ચાર્જ સિટી એન્જીનીયર તરીકે નિમણુક કરવામાં આવી છે.આ ઉપરાંત ડી.ઈ.ઈ. એચ.એસ.દવે, એમ.આર.શ્રીવાસ્તવ, આર.આર.રૈયાણી, પરેશ પરમાર, એમ.એચ.ધોણીયા, એસ.બી.છૈયા, એચ.એચ.ઢોળીયા, એચ.એમ.સોડાંગર, વાય.કે.ગોસ્વામી, એમ.વી.ગાવીત અને એચ.એમ.કોટકની એક ઝોનમાંથી બીજા ઝોનમાં અથવા એક વિભાગમાંથી બીજા વિભાગમાં બદલી કરવામાં આવી છે.