અનુસુચિત જાતિના લોકોનાહકકના રક્ષણની જવાબદારી સરકારની: સાગઠીયા-જાદવ
રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષનાનેતા વશરામભાઈ સાગઠીયા અને વોર્ડ નં.૪ ના મહિલા કોર્પોરેટર સીમ્મીબેનઅનિલભાઈ જાદવની યાદી જણાવે છે કે હાલ રાજકોટ મનપા દ્વારા જુદીજુદી ૭ આવસ યોજ્નામાં ૧૦૨ દુકાનોનીજાહેર હરરાજીથી આપવાની જાહેરાત હતી અમો લોકોએ કોર્પોરેશનના લાગતા વળગતા વિભાગોમાં તપાસ કરતા ભારતીય બંધારણની આર્ટીકલ ૪૬ મુબજ સરકારશ્રી દ્વારા અનુસુચિત જાતિના લોકો હક્કના રક્ષણની જવાબદારી સરકારશ્રીની હોય છે પરંતુ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનુસૂચિતજાતિના લોકો માટે બંધારણમાં ડો.બાબાસાહેબ આંબેડકરે કરેલ જોગવાઈનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું છે.
અનુસૂચિતજાતિના લોકોનું જીવનધોરણ ઊંચું આવે અને અન્ય સમાજના લોકોના પ્રવાહમાં જોડાઈ શકે તેવા હેતુ અનુસાર ડો.બાબાસાહેબ આંબેડકરે બંધારણમાં આર્થિક ઉપાર્જન માટેની પણ જોગવાઈ કરેલ છે તેના અનુસંધાને ૧૦ ટકા દુકાનો રિઝર્વેશનથી હરરાજી રાખવી જોઈએ અને અન્ય દુકાનો કરતા પણ રિઝર્વેશન રાખેલ દુકાનોના ભાવ ઓછા હોવા જોઈએ પરંતુ આર.એસ.એસ.ની વિચારધારા વાળા રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો બંધારણમાં થયેલ જોગવાઈનું પણ પાલન કરતા નથી બંધારણની જોગવાઈ અનુસાર ૧૦૨ દુકાનો માંથી ઓછામાંઓછી ૧૦ અને વધુમાં વધુ ૧૧ દુકાનો અનુસૂચિતજાતિના લોકો માટે રીઝર્વ રાખેલ હોવી જોઈએ પરંતુ ભાજપના શાસકો અને મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા આ દુકાનોની હરરાજી માં અનામતના સિદ્ધાંતોથી ઉપરવટ થઇ જો હરરાજી કરશે તો અમારે ના છુટકે કોર્ટમાં જવાની ફરજ પડશે જેના જવાબદાર ભાજપના શાસકો અને રાજકોટ મહાનગરપાલિકા રહેશે.