Table of Contents

વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં ૭ નવા બ્રિજ, શોપીંગ સેન્ટર, કોમ્યુનિટી હોલ, આરોગ્ય કેન્દ્ર, હોકર્સ ઝોન, વોર્ડ ઓફિસ, આવાસ યોજના, નવી શાળાઓ સહિતના પ્રોજેકટ્સ મુકાયા: બજેટનો અભ્યાસ શરૂ કરતી સ્ટેન્ડીંગ

સેપીંગ એ સ્માર્ટ રાજકોટની થીમ આધારિત ટ્રાફિક વ્યવસ્થા અને સ્માર્ટ સિટીને પ્રાધાન્ય આપતું બજેટ સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ રજૂ કરતા મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ

DSC 1469 1

રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૦-૨૧નું સામાન્ય અંદાજપત્ર અને વર્ષ ૨૦૧૯-૨૦નું રિવાઈઝડ બજેટ આજે સવારે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. રૂા.૨૧૧૯.૯૮ કરોડના બજેટમાં રાજકોટવાસીઓ પર નવો એક પણ રૂપિયાનો કરબોજ લાદવામાં આવ્યો ની. સેપીંગ એ સ્માર્ટ રાજકોટની થીમ આધારિત બજેટમાં ટ્રાફિક વ્યવસ્થા અને સ્માર્ટ સિટીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ટેકસ સહિતની મહાપાલિકાની પોતીકી આવક કહી શકાય તેમાંથી પગાર ખર્ચ નીકળે તેમ ની તેવામાં બજેટ સંપૂર્ણપણે ગ્રાન્ટ આધારીત રહેશે. બજેટ બાદ પત્રકાર પરિષદમાં મ્યુનિ.કમિશનરે રાજકોટમાં મેટ્રો ટ્રેન સેવા શરૂ થઈ શકે તેવા અનદેશાઓ પણ આપ્યા હતા.

આજે સવારે ૯:૩૦ કલાકે સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ અંદાજપત્ર રજૂ કર્યા બાદ પત્રકાર પરિષદને સંબોધતા મ્યુનિ.કમિશન ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય અભ્યાસના અહેવાલના તારણ અનુસાર ૨૦૧૯ થી ૨૦૩૫ સુધી રાજકોટનો વિકાસ ૮.૩૩ ટકા રહેવાનું અનુમાન છે. જીડીપી ૨૬.૭ અબજની ડોલરની સપાટીએ પહોંચે તેવી ધારણા છે. શહેરના સર્વાંગી વિકાસમાં સનિક સ્વરાજ્યની સંસ્થા રાજકોટ મહાપાલિકાની ભૂમિકા પાયારૂપ છે. આવામાં આધુનિક ઢબે વિકસી રહેલા રાજકોટની એક સ્માર્ટ મોર્ડનની કલપનાને મંત્રમુગ્ધ કરવાની આકાક્ષા સાથે સેપીંગ એ સ્માર્ટ રાજકોટની થીમ આધારીત પ્લાનીંગ સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

મહાપાલિકા દ્વારા કેન્દ્ર સરકારની ફલેગશીપ યોજનાના અમલીકરણના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. રૂા.૨૧૧૯.૯૮ કરોડના બજેટમાં પાણી વેરો, મિલકત વેરો, ડોર ટુ ડોર ગાર્બેજ કલેશન ચાર્જ સહિતના ચાર્જ યથાવત રાખવામાં આવ્યા છે. ટૂંકમાં શહેરીજનો પર નવો કરબોજ લાદવામાં આવ્યો નથી. તેઓએ ઉમેર્યું કે, અમદાવાદની માફક રાજકોટમાં પણ મેટ્રો ટ્રેન દોડી શકે કે કેમ તે માટે સર્વે શરૂ કરવામાં આવ્યો છે. ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા અને રેલવે ફાટકમુકત રાજકોટ તરફ આયોજન કરવામાં આવ્યું છે. હાલ શહેરમાં ચાર બ્રીજનું કામ ચાલી રહ્યું છે. નવા ૭ બ્રિજ બનાવવામાં આવશે. ડસ્ટ ફ્રી રોડ બનાવવાનું આયોજન પણ છે. લાસ્ટ માઈલ કનેકટીવીટીના આયોજનના ભાગરૂપે ૫૦ ઈ બસ સાથે ઈ રીક્ષાનો પણ ઉપયોગ કરવામાં આવશે. કલીન અને ગ્રીન મોબીલીટીના હેતુ સાથે બાઈસીકલ પ્રમોશનને પ્રોત્સાહન અપાશે. નલ સે જલ યોજનાની પણ અમલવારી કરવામાં આવશે. ૨૪ કલાક પાણી વિતરણ વ્યવસ્થા પણ કરાશે. આવાસ યોજનાના નિર્માણમાં રાજકોટ દેશમાં મોખરે રહે તેવું આયોજન કરાયું છે. સ્માર્ટ સિટી તરફ શહેરની આગેકુચ થાય તે માટે નાણાની ફાળવણી કરવામાં આવી છે.

DSC 1486 1 DSC 1512

રેવન્યુ બજેટ ૬૯૬.૧૨ કરોડ, કેપીટલ બજેટ રૂા.૧૩૫.૭૪ કરોડ અને અનામત બજેટ રૂા.૬૬.૩૭ કરોડનું રહેશે. ચાલુ નાણાકીય વર્ષ અર્થાત ૨૦૧૯-૨૦નું રિવાઈઝડ બજેટ ૧૫૪૬.૦૬ કરોડ કરવામાં આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ બજેટમાં મહેસુલી આવકમાં ૦.૧૮ ટકા, મુડી આવકમાં ૭૮.૬૯, મ્યુનિસિપલ બોન્ડમાં ૧૦૦ ટકા, મહેસુલી ખર્ચમાં ૩.૧૨ ટકા અને મુડી ખર્ચમાં ૬૭.૪૬ ટકાનો ફેરફાર થયો છે. ટેકસની આવકનો ટાર્ગેટ રૂા.૨૬૦ કરોડ રાખવામાં આવ્યો છે. વાહન વેરાનો ટાર્ગેટ ૧૭ કરોડ, જકાતની ગ્રાન્ટ ૧૩૪ કરોડ, ઈમ્પેકટ ફી, એફએસઆઈ અને જમીન વેંચાણ કી રૂા.૧૫૭.૬૬ કરોડની જ્યારે વ્યવસાય વેરા દ્વારા ૩૦ કરોડની આવક વાનો અંદાજ રાખવામાં આવ્યો છે. મહેસુલી ખર્ચમાં સૌથી વધુ મહેકમ ખર્ચ રૂા.૩૪૬ કરોડનો છે.

બજેટમાં નવા બ્રીજ સહિતના અનેક પ્રોજેકટ મુકવામાં આવ્યા છે. ટૂંકમાં રાજકોટવાસીઓ પર બોજ ન વધે અને સપનાઓ સાકાર થાય તેવું વાસ્તવિક બજેટ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ૧૫૦ કરોડના મ્યુનિસિપલ બોન્ડ પ્રસિધ્ધ કરવા માટે રાજ્ય સરકારને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. જેને મંજૂરી મળતાની સાથે જ રૂા.૧૫૦ કરોડના બોન્ડ પ્રસિધ્ધ કરવામાં આવશે. મ્યુનિ.કમિશનરે બજેટ રજૂ કર્યા બાદ સ્ટેન્ડીંગ કમીટીએ બજેટનો અભ્યાસ શરૂ કરી દીધો છે.

મેટ્રો ટ્રેન માટે સર્વે શરૂ કરાયો છે: ઉદિત અગ્રવાલ

બજેટમાં કોઈ જોગવાઈ કરાઈ નથી: ફિઝીબીલીટી રિપોર્ટના આધારે આગામી બજેટમાં નાણાની ફાળવણી કરાશે

સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ બજેટ રજૂ કર્યા બાદ પત્રકાર પરિષધન સંબોધતા મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, અમદાવાદની માફક રાજકોટ શહેરમાં પણ મેટ્રો ટ્રેન સેવા શરૂ થઈ શકે કે કેમ તે અંગે સર્વે શરૂ કરવામાં આવ્યો છે. બજેટમાં મુખ્યત્વે ટ્રાફિકને સમસ્યાની હળવી કરવાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મેટ્રો ટ્રેન સેવા માટે હાલ કોઈપણ પ્રકારની નાણાકીય જોગવાઈ બજેટમાં કરવામાં આવી નથી. પરંતુ જો ફિઝીબીલીટી રિપોર્ટ પોઝીટીવ આવશે તો આગામી બજેટમાં નાણાની ફાળવણી કરવામાં આવશે. રાજકોટમાં મેટ્રો ટ્રેન દોડે તેવા સપના મહાપાલિકા જોઈ રહ્યું છે અને આ દિશામાં કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. મેટ્રો ટ્રેન કયાંથી ક્યાં સુધી દોડશે, ક્યાં રાજમાર્ગોને તેમાં આવરી લેવાશે સહિતનો સર્વે હાલ એકદમ પ્રામિક તબકકામાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભગવતીપરા બ્રીજ નીચે ફુલ માર્કેટ બનાવાશે

બજેટમાં કેટલીક નવી યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. શહેરના સામાકાંઠા વિસ્તારમાં પારેવડી ચોક ખાતે વહેલી સવારે ફૂલ બજાર ભરાય છે જેને કાયમી ઓળખ આપવા માટે ભગવતીપરા બ્રીજ નીચે પીલર પાસે જે જગ્યા છે ત્યાં ફૂલ માર્કેટ બનાવવાનું આયોજન કરવામાં આવશે. આ માટે બજેટમાં રૂા.૬ લાખની જોગવાઈ કરવામાં આવી છે. એકશન પ્લાન્ટ માટે ત્રણેય ઝોનમાં રિ-સર્ફેશીંગ અને નવા રસ્તાના કામ માટે રૂા.૩૮.૦૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બહારગામી રાજકોટ આવતા લોકો શહેરની એક અલગ જ અને આગવી ઓળખ લઈ જાય તે માટે મુખ્ય બે પોઈન્ટ ગ્રીનલેન્ડ ચોકડી અને ગોંડલ રોડ ચોકડીએ એન્ટ્રી પોઈન્ટ ડેવલોપ કરવામાં આવશે આ માટે રૂા.૧૩.૫૦ કરોડની જોગવાઈ કરવમાં આવી છે. રેસકોર્સ ગાર્ડન ખાતે હયાત એક બેન્ડ સ્ટેન્ડ માટે ૧૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે. વોટર વર્કસ માટે રૂા.૭.૮૯ કરોડ, ડ્રેનેજ માટે ૧.૨૫ કરોડ, સામાજીક સુવિધાઓમાં આંતર માળખાકીય સુવિધા વધારવા માટે રૂા.૬૩.૧૩ કરોડ, આગવી ઓળખના કામ માટે રૂા.૩૨.૪૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

નલ સે જલ: એક પણ ઘર નળ વિનાનું નહીં રહે

આજે રજૂ કરવામાં આવેલા બજેટમાં મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારની નલ સે જલ યોજનાની અમલવારી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ શહેરમાં એક પણ ઘર પાણીના નળ વિનાનું ન રહે તે માટે ગંભીરતાપૂર્વક અમલ કરાશે. શહેરમાં ડોર ટુ ડોર સર્વે કરી નળ જોડાણ વગરના ઘરની ઓળખ કરવામાં આવશે. કોઠારીયા વાવડી એરિયામાં પાણી વિતરણ નેટવર્કનું કાર્ય પુરજોશમાં ચાલુ છે. જેમાં ઈએસઆર, જીએસઆર અને પાણીની પાઈપ લાઈનનું નેટવર્ક સહિતની કામગીરી ૬ માસી ૧ વર્ષમાં પૂર્ણ કરાશે. આગામી સમયમાં શહેરમાં ૧૦૦ ટકા ઘરને આ યોજનામાં આવરી લેવામાં આવશે. પાણીના નળની સુવિધા ઉપલબ્ધ કરાશે. નલ સે જલ યોજાનાના અમલીકરણમાં રાજકોટ શહેર સમગ્ર રાજ્યમાં અગ્રેસર રહેશે તેવી નેમ વ્યકત કરી હતી. આટલું જ નહીં એડીબી આધારીત ૨૪ કલાક પાણી વિતરણ વ્યવસ્થા પણ ઉભી કરાશે. શહેરના વેસ્ટ ઝોનમાં સમાવિષ્ટ વોર્ડ નં.૧,૮,૯,૧૦,૧૧ અને ૧૨માં હાલ મહત્તમ એસીપ્રેસર પાઈપ લાઈનનું નેટવર્ક છે. હયાત સીસ્ટમની હાઈડ્રોલીક ડિઝાઈનને અપગ્રેડ કરવામાં આવશે અને ૨૪ કલાક પાણી આપવાની યોજના છે. જેનો ખર્ચ ૩૨૮ કરોડ થશે. એશિયન ડેવલોપમેન્ટ બેંક દ્વારા લોન આપવાને સૈધ્ધાંતીક મંજૂરી આપવામાં આવી છે. ફેઈસ-૧માં આ પ્રોજેકટમાં વેસ્ટ ઝોનમાં વસવાટ કરતા આશરે ૨.૫ લાખ લોકોને ૨૪ કલાક પાણી આપવાની વ્યવસ્થાનો લાભ મળશે.

ઈ-બસ સો ઈ-રીક્ષા પણ દોડાવાશે

વિકરાળ બનેલી ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે. નવા બ્રિજ, રસ્તા, ડસ્ટ ફ્રી રોડ, ઈ-મોબીલીટીને આગામી નાણાકીય વર્ષમાં પ્રાધાન્ય આપવામાં આવશે. શહેરમાં લાસ્ટમાઈલ કનેકટીવીટીના આયોજનના ભાગે ૫૦ ઈ-બસની સાથે ઈ-રીક્ષા પણ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ૫૦ મીડી ફુલ્લી એસી ઈલેકટ્રીક બસ મેળવવાનું મંજૂર થયું છે. આગામી ૫ થી ૧૦ માસમાં શહેરમાં બીઆરટીએસ અને સીટી બસ ઈલેકટ્રીક હશે જેનો ખર્ચ રૂા.૫૯ કરોડ થશે. આના આયોજન માટે ૨ ઈ-બસ ડેપો બનાવવા બજેટમાં ૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

બે નવા કોમ્યુનિટી હોલ અને એક શોપીંગ સેન્ટર બનાવાશે

૨૬ સ્થળોએ મોર્ડન ટોયલેટ અને વુમેન ફ્રેન્ડલી ટોયલેટ માટે પણ નાણા ફાળવાયા

આગામી નાણાકીય વર્ષમાં મહાપાલિકા દ્વારા શહેરમાં અલગ અલગ બે સ્થળોએ નવા કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે અને એક શોપીંગ સેન્ટરનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત જ્યુબેલી ગાર્ડનનું રિનોવેશ કરાશે જેના માટે રૂા.૧૦.૨૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

સેન્ટ્રલ ઝોનમાં ૧૨, વેસ્ટ ઝોનમાં ૧૨ અને ઈસ્ટ ઝોનમાં ૨ સહિત કુલ ૨૬ મોર્ડન ટોયલેટ બનાવવા અને વિમેન ફ્રેન્ડલી ટોયલેટ બનાવવા રૂા.૨ કરોડની ફાળવણી કરવામાં આવી છે. રૈયા બ્રીજ પાસે સર્વિસ રોડમાં સ્ટ્રોમ વોટર પાઈપ લાઈન નાખવા માટે રૂા.૨૭.૬૦ લાખ અને નાગરિક બેંકી સાધુ વાસવાણી રોડ સુધી સ્ટ્રોમ વોટર પાઈપ લાઈન નાખવા રૂા.૧.૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જનભાગીદારીના હેડ માટે ૨૬.૬૭ કરોડ ફાળવવામાં આવ્યા છે.

ટેકસનો રૂા.૨૬૦ કરોડ અને જમીન વેંચાણનો ૧૩૫ કરોડનો ટાર્ગેટ: પગાર ખર્ચ રૂા.૩૪૬ કરોડ

મહાપાલિકાની આર્થિક સ્થિતિ ડામાડોર થઈ જાય તે હદે મહેકમ ખર્ચ પહોંચી ગયો છે. અગાઉ ટેકસની આવકમાંથી માત્ર પગાર ખર્ચ નીકળતો હતો. પરંતુ હવે તે પણ નિકળે તેવું દૂર દૂર સુધી લાગતું નથી. પગાર ખર્ચનો આંકડો ૩૪૬ કરોડે પહોંચી ગયો છે. તો સામે ટેકસની આવક માત્ર ૨૬૦ કરોડ થાય તેવી સંભાવના છે. આ આગામી નાણાકીય વર્ષમાં જમીન વેંચાણનો ટાર્ગેટ રૂા.૧૩૫ કરોડ રાખવામાં આવ્યો છે. ટૂંકમાં કહેવામાં આવે તો ટેકસ અને જમીન વેંચાણ કી જે નાણા આવશે તે પગાર ગળચી જશે. હોર્ડીંગ્સ બોર્ડની એફએસઆઈની આવક વિકાસ કામ માટે વપરાશે.

 ટૂંકમાં બજેટ સંપૂર્ણપર્ણે ગ્રાન્ટ આધારીત રહે તેવું લાગી રહ્યું છે. મહેસુલી ખર્ચ રૂા.૬૯૬ કરોડનો અંદાજ છે.

કોઈ નહીં રહે ઘર વિહોણુ ૧૮૧૦૮ આવાસો બનાવાશે

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત હાઉસીંગ ફોર ઓલ મિશન જાહેર કરવામાં આવ્યું છે. ૨૦૨૨ સુધીમાં બધાને ઘરનું ઘર મળી રહે તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં મહાપાલિકા દ્વારા ૨૫૦૦૦થી વધુ આવાસ બનાવવામાં આવ્યા છે.

૨૦૨૦-૨૧માં નવી આવાસ યોજના અંતર્ગત ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટને આધારીત સ્માર્ટ સિટી એરીયા ઈડબલ્યુએસ-૨ પ્રકારના ૧૧૪૪ આવાસ, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પશ્ર્ચિમ અને મધ્યઝોનમાં ઈડબલ્યુએસ-૧ પ્રકારના ૨૬૫૬ આવાસ, ઈડબલ્યુએસ-૨ પ્રકારના ૩૧૦૬ આવાસ મળી રૂા.૫૦૦ કરોડના ખર્ચે ૫૭૬૨ આવાસોનું ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ આધારીત તૈયાર કરી સરકારમાં ડીપીઆર મુકવામાં આવ્યો છે. જે મંજૂર થયો છે. આ ઉપરાંત સ્માર્ટ સિટી એરીયામાં વધુ ૪૯૦૨ આવાસોનું પ્લાનીંગ શરૂ કરાયું છે.

આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘટક એએચપી, બીએલસી, સીએલએસએસ અને પીપીપી અંતર્ગત ૬૩૦૦ આવાસનું પ્લાનીંગ હાથ ધરવામાં આવ્યું છે.

કોઠારીયામાં નવું મોડર્નાઈઝ ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન બનાવાશે

ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે ૧૫૦ ટીપર વાન ખરીદાશે

મહાપાલિકામાં પાંચ વર્ષ પૂર્વે ભળેલા કોઠારીયા વિસ્તારમાં નવું મોડર્નાઈઝ ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન બનાવવામાં આવશે. આ માટે બજેટમાં રૂા.૮૫૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે ૧૫૦ મીની ટીપરની ખરીદી કરવામાં આવશે. શહેરમાં જુદા જુદા બે સ્થળે ડિન્ટ્રલાઈઝ વેટ વેસ્ટ પ્રોસેસીંગ પ્લાન્ટ બનાવવા માટે રૂા.૨૭૦ લાખની જોગવાઈ કરાઈ છે. ડેડ એનીમલ ઈન્સીનીરેટ પ્લાન્ટ માટે રૂા.૧૦૦ લાખ ફાળવાયા છે.

કોર્પોરેશનની મોબાઈલ એપ કે વેબસાઈટ પરી પેમેન્ટ કરનારને ૧૦ ટકા ડિસ્કાઉન્ટ

મિલકત ધારકો ઈન્ટરનેટના માધ્યમી પેમેન્ટ કરે તો તેને વેરામાં ૧ ટકો અને ઓછામાં ઓછું ૫૦ રૂપિયા અને વધુમાં વધુ ૨૫૦ રૂપિયા વળતર આપવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ વર્ષી અર્લીબર્ડ ડિસ્કાઉન્ટ સ્કીમમાં ડિજીટલ પેમેન્ટને વધુ લાભ આપવા જોગવાઈ કરવામાં આવી છે. જેમાં મે ૨૦૨૦ સુધીમાં મહાપાલિકાની મોબાઈલ એપ કે વેબસાઈટ પરી પેમેન્ટ કરવામાં આવે તો ૧૦ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સીવાયની વ્યવસ્થા મારફતે ચૂકવણુ કરવામાં આવે તો ૮ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

જૂનમાં પેમેન્ટ કરવામાં આવશે તો ૬ ટકા અને ૪ ટકા ડિસ્કાઉન્ટ અપાશે.

ભીના કચરાના નિકાલ માટે ૧૫ સ્થળે વ્યવસ્થા ઉભી કરાશે

શહેરમાંથી ઉત્પન્ન તથા ઘન કચરાના નિકાલ અન્વયે હાલ કુલ ૩ સ્થળે ભીના કચરાના નિકાલની અલગી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તબક્કાવાર આગામી નાણાકીય વર્ષમાં ૧૫ સ્થળે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. ભીના કચરાના નિકાલની વિસ્તૃતિકરણ માટે રૂા.૧.૩૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટ પ્લાન ઉભા કરવામાં આવશે જેની કેપેસીટી ૫ મેટ્રીક ટન પ્રતિ પ્લાન્ટ પ્રતિ દિવસ રહેશે. જેમાં પ્રતિ દિવસ ૧૫૦૦ થી ૨૦૦૦ કિલો ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન થશે.

ઉદિત અગ્રવાલનું પ્રથમ, ચાલુ ટર્મનું છેલ્લુ બજેટ

મહાપાલિકાની વર્તમાન બોડીની મુદત આગામી ડિસેમ્બર માસમાં પૂર્ણ થઈ રહી છે. ત્યારે આજે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે ચાલુ ટર્મનું અંતિમ બજેટ રજૂ કર્યું હતું. જ્યારે રાજકોટ મહાપાલિકાની કમિશનર તરીકેનું તેઓનું આ પ્રથમ બજેટ છે. પ્રથમ બજેટ રજૂ કરતા તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટમાં મારા કાર્યકાળનું આ પ્રથમ વર્ષ છે અને પ્રથમ બજેટ રજૂ કરવાનું સદ્ભાગ્ય મને સાંપડ્યું છે જેનો મને ગર્વ છે. સરકાર દ્વારા સતત મહાપાલિકાને આર્થિક સહયોગ મળતો રહ્યો છે જેનો હું આભાર માનું છું, રાજ્ય અને કેન્દ્ર સરકારના સહકાર કી વિકાસ યાત્રા સતત આગળ વધી રહી છે. ચાલુ ટર્મના અંતિમ બજેટમાં મ્યુનિ.કમિશનર દ્વારા કોઈપણ પ્રકારનો કરબોજ લાદવામાં આવ્યો નથી અને અનેક નવી યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે ઉડીને આંખે વળગે તેવી એકપણ યોજના બજેટમાં મુકવામાં આવી નથી. જૂની યોજનાને નવા વાઘા પહેરાવી રજૂ કરી દેવામાં આવી છે. સ્ટેન્ડીંગ કમીટી જ્યારે બજેટને આખરી ઓપ આપશે ત્યારે નવી યોજનાઓ મુકે તેવી સંભાવના જણાય રહી છે.

સ્માર્ટ સિટી એરીયાના લેઈકને ડેવલોપ કરવા ૭૫ કરોડની જોગવાઈ

સ્માર્ટ સિટી તરફ આગેકુચ માટે રોબર્સ ઈન્ફાસ્ટ્રકચર માટે ૨૦૦ કરોડ ફાળવાયા

રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં એરીયા બેઈઝ ડેવલોપમેન્ટ હેઠળ ટીપી સ્કીમ નં.૩૨માં અનેક વિકાસ કામો ચાલી રહ્યાં છે. લેઈક ડેવલોપમેન્ટ હેઠળ અટલ તળાવ અને બે તળાવની ઉંડા ઉતારવાની કામગીરી પૂર્ણ થઈ છે.

આ તળાવમાં અંદાજે ૮૫૦ મીલીયન લીટર પાણીનો સંગ્રહ થયો છે. રૂા.૧૩૬ કરોડના ખર્ચે અટલ લેઈક ડેવલોપમેન્ટની કામગીરી શરૂ છે.

જેમાં એમ્યુઝમેન્ટ ફેસેલીટી પણ ડેવલોપ કરવામાં આવશે. લેઈક ડેવલોપમેન્ટ પ્રોજેકટ અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષમાં ૧૫ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.

આગામી નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૭૫ કરોડ ફાળવવામાં આવ્યા છે. જ્યારે સ્માર્ટ સિટી તરફ આગેકુચ કરવા માટે રોબોર્સ ઈન્ફાસ્ટ્રકચર પ્રોજેકટ હેઠળ ૨૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એડીબી વિસ્તારમાં જુદી જુદી માળખાકીય સુવિધા જેવી કે લાઈબ્રેરી, સ્પોર્ટસ સેન્ટર, વીમેન્ટ હોસ્ટેલ, કેન્વેસમેન્ટ મેનેજમેન્ટ સેટર વગેરે સુવિધા પૂરી પાડવા ડીપીઆર તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.