મેયર સહિતના પદાધિકારીઓની સ્પષ્ટતા

લેભાગુ તત્વ દ્વારા અબ્દુલ કલામ અને વાજપેયી  સ્કોલરશીપ યોજના અંગે કોર્પોરેશનમાંથી ફોર્મ મળે છે તેવા વોટ્સએપ પર મેસેજ ફરે છે, જે ખોટા છે તો આ અંગે વિદ્યાર્થીઓએ ભરમાવું નહિ તેમ પદાધિકારીઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે.

મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, એક સયુંકત યાદીમાં જણાવે છે કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિદ્યાર્થીઓ માટે અબ્દુલ કલામ અને વાજપેયી સ્કોલરશીપ યોજના જાહેર કરેલ છે.

જેમાં જે વિદ્યાર્થીઓએ ૪૫% થી વધારે ટકા મેળવેલ હોઈ તેઓને રૂ.૧૦,૦૦૦ અને ૫૫% થી વધારે ટકા મેળવેલ હોઈ તેને રૂ.૨૫,૦૦૦ સુધીની સ્કોલરશીપ આપવામાં આવશે, જેના ફોર્મ રાજકોટ મહાનગરપાલિકામાં મળશે તેવા વોટ્સએપ ઉપર મેસેજ કોઈ લેભાગુ તત્વ દ્વારા ફરતા કરવામાં આવેલ છે.

જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ કોર્પોરેશનમાં પૂછપરછ માટે આવે છે, આવી કોઈ યોજના માટેના ફોર્મ કોર્પોરેશનમાં મળતા નથી અને આવી કોઈ સ્કોલરશીપ યોજના કાર્યરત નથી. તમામ વાલીઓએ અને વિદ્યાર્થીઓએ જેની નોંધ લેવી, આવા મેસેજ કોઈ પણ ને મળે તો અન્ય કોઈને પણ ફોરવર્ડ કરવા નહિ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.