રોગચાળાને નાથવા આરોગ્ય તંત્રના પ્રયાસોને સફળતા
ગત વર્ષેની સરખામણીમાં સપ્ટેમ્બર માસ કરતા હાલ ડેન્ગ્યુ તથા મેલેરિયા કેસોમાં ઘટાડો નોંધાયેલ છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં 136 ડેન્ગ્યૂના કેસો તથા 38 મેલેરિયાના કેસો નોંધાયેલ છે. જ્યારે ચાલુ સાલે 126 ડેન્ગ્યૂના કેસો તથા 34 મેલેરીયાના કેસો નોંધાયેલ છે. તેવો દાવો કોર્પોરેશન દ્વારા કરાયો છે.
ડેન્ગ્યૂ, મેલેરિયા, ચિકનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઇ રહ્યા છે. કાયમી સ્ટાફની સાથે 180 વી.બી.ડી. વોલેન્ટીયર્સને માનદસેવાથી વાહક નિયંત્રણની કામગીરી સોંપવામાં આવી છે. મુખ્ય માર્ગો પર 6 થી વધુ ચેકીંગ ઝુંબેશ યોજી રૂા.5,99,250/-નો વહિવટી ચાર્જ વસૂલાતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વાહકજન્ય રોગોનો ફેલાવો અટકાવવા માટે આરોગ્ય તંત્રના ઘનિષ્ઠ પ્રયત્નોને ત્યારે જ સફળતા મળે કે જ્યારે પ્રજાજનો સહકાર આપે. લોકોની સુખાકારીએ આરોગ્ય તંત્રની જવાબદારી છે. પરંતુ સહકાર મળવોએ અનિવાર્ય છે. લોકસહકાર મળે તો જ ડેન્ગ્યૂ નિયંત્રણ અને અટકાયતની કામગીરી ખૂબ જ સરળ રીતે થઇ શકે છે.