પ્રજ્ઞાચક્ષુઓએ સુરીલા સુર રેલાવી ઉપસ્થિતોને મુગ્ધ કર્યા
રાજકોટ મહાનગરપાલિકા તથા અંધ સર્વોદય મંડળના સંયુકત ઉપક્રમે સંગીત સંઘ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આંખોથી અંધ પરંતુ સુરમાં અવ્વલ પ્રજ્ઞાચક્ષુઓએ પોતાના સુરીલા કંઠથી ઉપસ્થિત લોકોને મુગ્ધ કરી દીધા હતા. હેમુગઢવી હોલ, ટાગોર રોડ, રાજકોટ ખાતે યોજાયેલી આ સંગીત સંઘ્યામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અંધ સર્વેદય મંડળ મંત્રી મુકેશગીરીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે. જેમાં અંધજનોના સર્વાંગી વિકાસ માટે અમારી સંસ્થા કાર્ય કરી રહી છે. જેમાં શિષ્યવૃતિ પુર્નવસન, તબીબી સહાય વગેરે સહાય આપવામાં આવે છે. સંસ્થાના કાર્યકર સી.ટી.પટેલ, સહમંત્રી મકવાણાઓએ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. આ સાથે કોર્પોરેશનનો પણ ખુબ સહયોગ મળી રહ્યો છે અને આઈઓસીનો પણ ખુબ સહયોગ મળી રહ્યો છે.