લોકશાહીમાં પણ રાજાશાહીને ઉજાગર કરતો રાજ્યાભિષેક અને રાજતિલક મહોત્સવ દબદબાભેર દરબાર ગઢ ગોંડલ માં યોજાઇ હતો. સિહાસન પુજા અને વિવિધ અભિષેક દ્વારા ગોંડલ નાં 17માં રાજવી હિમાંશુસિહજી વૈદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે રાજસિંહાસન પર બિરાજમાન થયા ત્યારે સૌરાષ્ટ્ર કચ્છ નાં રાજવી પરિવારો સંતોમહંતો અને નગરજનો આ રાજ્યાભિષેક મહોત્સવ નાં સાક્ષી બન્યા હતા.

વિશાળ નગરયાત્રામાં હજારો લોકો જોડાયા; નગરજનો દ્વારા  પુષ્પવર્ષા કરાઈ, ગોંડલના રાજમાર્ગો ટુકા પડયા હોય તેવો માહોલ

The coronation of Gondal royal Himanshunsingh ji which exposes monarchy even in democracy
The coronation of Gondal royal Himanshunsingh ji which exposes monarchy even in democracy

ગોંડલ નવલખા પેલેસ દરબારગઢ ખાતે બપોર નાં સમયે જાજરમાન સમારોહ માં હિમાંશુસિહજીનો મંત્રોચ્ચાર વચ્ચે રાજ્યાભિષેક કરાયો હતો.ત્યારબાદ તિલક વિધી કરાઇ હતી.જેમાં રાજાશાહીની અને રાજવી ઘરાનાં ની પરંપરા મુજબ રાજવી હિમાંશુસિહજીને પ્રથમ તિલક કુલગુરુ દ્વારા કરાયું હતું.ત્યારબાદ રાજ્યનાં ગોર,શાસ્ત્રીજી,રાજમાતા કુમુદકુમારીબા,બ્રાહ્મણ નાં દીકરી, જાડેજાનાં દીકરી,રાજવીનાં બહેને તલવાર અર્પણ કરી તિલક કર્યુ હતુ.એ પહેલાં 1008 ભગવાન શ્રી રામ ના ગેટ અપ માં સજ્જ રામનાં વધામણાં કર્યાં હતાં ઉપરાંત શહેર નાં પ્રતિષ્ઠિત નાગરિક દ્વારા તિલક કરાઇ વિધી સંપ્પન કરાઇ હતી.બાદ માં મહારાજાની છડી પોકારાઇ હતી.પદપાદ, ધનપાદ બાદ ચાર વેદનાં મંત્રોચ્ચાર કરાયા હતા.

આ વેળા કચ્છ નાં રાજવી પરિવાર દ્વારા તલવાર અને આશાપુરા માતાજીની ચુંદડી અર્પણ કરાઇ હતી.આ પ્રસંગે દ્વારકા શારદાપીઠાધીશ જગદ્ગગુરુ શંકરાચાર્યજી નાં શિષ્ય નારાયણ નંદજી,પરબધામ નાં પુ.કરશનદાસજી સહીત સંતો મહંતો,મોરબી,જામનગર, જશદણ, વાંકાનેર, રાજકોટ, વઢવાણ,ટેરા કચ્છ લીબંડી,બીલખા,ભાવનગર, વિરપુર, અચછરોલ રાજસ્થાન સહીત રાજવી પરીવારો,પુર્વ રાજ્યમંત્રી ભુપેન્દ્રસિહ ચુડાસમા,સાંસદ રમેશભાઈ ધડુક રીબડા અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા પણ ચાંદી ની તલવાર અપેણ કરાઈ હતી તેમજ ગીતાબા ઝાલા દ્વારા રાષ્ટ્રગીત સાથે ગોંડલ રાજ્ય નું ગીત રજૂ કર્યું હતું  આ સાથે અનેક  મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

The coronation of Gondal royal Himanshunsingh ji which exposes monarchy even in democracy
The coronation of Gondal royal Himanshunsingh ji which exposes monarchy even in democracy

રાજતિલક બાદ ભવ્ય નગરયાત્રા નિકળી હતી.જેમાં હાથી,ઘોડા,ઉટ, ચાર ઘોડા સાથેની બગી,વીસથી વધુ વિન્ટેજ કાર સહીત નો કાફલો જોડાયો હતો.રાજવી હિમાંશુસિહજી બગીમાં બીરાજમાન થયા હતા.રાજ્યાભિષેક પછી રાજવીની પ્રથમ નગરયાત્રા હોય જાણે રાજાશાહી યુગ જીવંત બન્યો હતો.  વિશાળ નગરયાત્રા માં હજોરો લોકો જોડાયા હોય ગોંડલનાંરાજમાર્ગો ટુંકા પડ્યા હતા નગરયાત્રા નિહાળવા માટે લોકો છત ધાબા ઉપર ચડી પુષ્પ વર્ષા કરી હતી .ઉદ્યોગભારતી ચોક ભુરાબાવાનાં ચોરા સહીત ઠેરઠેર નગરયાત્રાનાં સ્વાગત સાથે રાજવી નું અભિવાદન કરાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.