ચાર દિવસથી ચાલતા સર્વે દરમિયાન ૫૦ વર્ષથી ઉપરના ૮૪૬૩૨ લોકો અને અલગ-અલગ બિમારી ધરાવતા ૧૧૭૮ લોકોની નોંધણી
છેલ્લા એક વર્ષથી ભારત સહિત વિશ્વભરમાં કોરોનાની મહામારી એ હાહાકાર મચાવ્યો છે.ભારતમાં કોરોનાની વેક્સિન ખૂબ જ નજીકના ભવિષ્યમાં ઉપલબ્ધ થાય તેવી સંભાવના રહેલી છે.ત્યારે રાજ્ય સરકારના આદેશ બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૯૫૮ ટીમો બનાવી ગત ૧૦મી ડિસેમ્બરથી શહેરમાં ડોર-ટુ-ડોર સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી ત્રણ દિવસમાં પૂર્ણ થઇ જશે તેવી જાહેરાત અગાઉ કરવામાં આવી હતી. દરમિયાન આજે મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલે એવું કહ્યું હતું કે કોરોના વેકસીન વઅંગેનો સર્વે હજી ત્રણ દિવસ સુધી ચાલશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારના આદેશ બાદ કોર્પોરેશન દ્વારા કોરોના વેક્સિન માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે પ્રથમ તબક્કે કોરોનાની વેક્સિન દરેક જરૂરિયાતમંદ માણસ સુધી પહોંચે તે માટે સરકારના આદેશ બાદ કોર્પોરેશનની ૯૫૮ ટીમો દ્વારા ગત ૧૦મી ડિસેમ્બરથી ડોર ટુ ડોર સર્વે કર કરવાનું શરૂ કરવામાં આવ્યું છે જેમાં ૫૦ વર્ષથી ઉપરની ઉંમરના તમે સર્વે કરવામાં આવી રહ્યો છે અને તેની ડેટા બેંક બનાવવામાં આવી રહી છે. જ્યારે એક હજારથી લઈને ૫૦ વર્ષ સુધીની વયના એવા વ્યક્તિઓ જેવો ડાયાબિટીસ બીપી કેન્સર કે અન્ય કોઈ અસાધ્ય બીમારીથી પીડાય છે તેઓની યાદી પણ બનાવવામાં આવી રહી છે તેની પણ એક ડેટાબેંક તૈયાર કરવામાં આવશે છેલ્લા ચાર દિવસ દરમિયાન ચાલતી સર્વેની કામગીરી અંતર્ગત શહેરના વોર્ડમાં પચાસ વર્ષ કે તેથી વધુ ઉંમરના ૮૪૬૩૨ લોકોની નોંધણી કરવામાં આવી છે. જયારે વિવિધ બીમારીથી પીડાતા ૧૧૭૮ લોકોની યાદી બનાવવામાં આવી છે. ડેટાબેંક બનાવવા માટે લોકો પાસેથી ફરજિયાત આઈડી પ્રૂફ લેવામાં આવે છે. જે લેવા અને આપવા સહિતની કામગીરીમાં ઘણો સમય પસાર થઈ જતો હોવાના કારણે હજી સુધી સર્વેની કામગીરી પૂર્ણ થઇ શકી નથી.
તેઓએ ઉમેર્યું હતું કે, આગામી ત્રણ દિવસ સુધી આજે શહેરમાં કોરોના અંગેના સર્વેની કામગીરી ચાલુ રહેશે ડે ટુ ડે જે યાદી તૈયાર કરવામાં આવે છે તે રાજ્ય રાજ્ય સરકારના પોર્ટલ પર સબમીટ કરાવી દેવામાં આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે સૌપ્રથમ ફ્રન્ટલાઈન કોરોના વોરિયરને આપવામાં આવશે જેના માટે ૧૩૧૬૯ લોકો કે જેઓ ખાનગી કે સરકારી હોસ્પિટલમાં ડોક્ટર કે પેરામેડિકલ સ્ટાફ તરીકે ફરજ બજાવે છે તેની યાદી તૈયાર કરવામાં આવી છે ત્યારબાદ ૯૫૮ ટીમો દ્વારા છેલ્લા પાંચ દિવસથી ડોર ટુ ડોર સર્વે કરી કોરોના આપવા માટે એક ડેટાબેંક બનાવવા માટે યાદી તૈયાર કરવામાં આવી રહી છે આ સર્વેની કામગીરી બુધવાર સાંજ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.