મહામારી વચ્ચે સારા સમાચાર
રશિયાની બે હોસ્પિટલમાં સતત ૪૨ દિવસ સુધી પરીક્ષણ કર્યા બાદ ‘સ્પુટનીક’ને લીલીઝંડી અપાઈ
સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના મહામારી ફેલાઈ છે ત્યારે કોઈ ચોક્કસ દવા કે રસી નહીં હોવાથી આરોગ્ય તંત્ર હેરાન-પરેશાન થયું હતું. તેવા સમયમાં અનેકવિધ સંસ્થાઓ દ્વારા કોરોના વેકસીન તૈયાર કરી દેવાનો દાવો કરાયો હતો. પરંતુ લગભગ તમામ દાવાઓ પોકળ સાબીત થયા હતા. જેથી આરોગ્ય તંત્રએ વેકસીન નહીં ઉપલબ્ધ થાય તેવી ધારણાઓ બાંધી હતી. પરંતુ રશીયાની સ્પુટનીક વેકસીન કોરોના સામે લડવામાં કારગત નિવડશે તેવા સારા સમાચાર મળી રહ્યાં છે.
ગત શુક્રવારે ધ લાન્સેટ જર્નલમાં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર રશિયા દ્વારા ગત મહિનામાં માન્ય કરાયેલી કોવિડ-૧૯ રસી સ્પુટનીક-૫ નાના માનવીય ટ્રાયલમાં કોઈ ગંભીર પ્રતિકુળ ઘટનાઓ સાથે એન્ટીબોડી પ્રતિભાવ આપવા માટે બનાવવામાં આવી છે. અને પ્રાથમિક પરિણામ અનુસાર સફળ પણ રહ્યું છે. પ્રારંભીક તબક્કાના બિન રેન્ડમાઈઝડ રસી પરીક્ષણોના પરિણામો અનુસાર કુલ ૭૬ માનવ શરીર પર ૨ ફોર્મ્યુલેશનમાં ચકાસવામાં આવેલી રસી ૨૧ દિવસમાં હકારાત્મક પ્રતિભાવ આપવા સફળ નિવડી છે.
અજમાઈસી ગૌણ પરિણામો સુચવે છે કે, રસી ૨૮ દિવસમાં ટી-સેલ ઉત્પન્ન કરે છે. સંશોધનકારોએ જણાવ્યું હતું કે, આ તારણો રસીના સ્થીર રચનાનો અભ્યાસ બે દિવસમાં અલગ અલગ તબક્કાઓમાં કરાયું છે. જેમાં પરિક્ષણોને પણ ધ્યાને લેવાયું છે. જેમાં લીયોફીલાઈઝડનો સમાવેશ કરાયો છે. રસીની રચનાની જો વાત કરવામાં આવે તો કોકોનવીનસ, અટબ્રેક, પોરેજ સ્થીર રચનાની રસી માટે હાલની વૈશ્ર્વિક સપ્લાય ચેઈનમાં મોટાપાયે ઉપયોગમાં લેવાતી હોય છે. જ્યારે ફ્રિઝડ ડ્રાય ફોર્મ્યુલેશનની પણ જરૂરીયાત રહેતી હોય છે. તમામ દ્રવ્યોને ૮ ડિગ્રી સેલ્સીયસ તાપમાને સંગ્રહિત કરી ૨ તબક્કામાં રસી વિકસાવવામાં આવી છે.
૨ તબક્કામાં બનાવવામાં આવેલી રસીમાં રિકોમ્બિનેન્ટ હ્યુમન એડેનો વાયરસનો ૨૬મો પ્રકાર અને રિકોમ્બિનેન્ટ હ્યુમન એડેનો વાયરસનો પાંચમો પ્રકાર કે જે કોરોના વાયરસ મુખ્યત્વે બે રોગ છે કે જેને રસીના સંશોધન સમયે અલગ પાડવામાં આવ્યા હતા. એડેનો વાયરસ સામાન્ય રીતે શરદીનું કારણ બને છે જેના કારણે માનવ કોષો નબળા પડતા હોય છે. પરંતુ માનવ શરીરની રોગપ્રતિકારક શક્તિ તેની સામે લડે છે જેથી અન્ય કોઈ બિમારી પેદા થઈ શકતી નથી તેવું સંશોધનકર્તાઓનું માનવું છે.
સ્પુટનીક રસી રોગપ્રતિકારક શક્તિના બન્ને હથિયારોને ઉતેજીત કરવાનું કામ કરે છે. એન્ટીબોડી અને ટી સેલ જ્યારે કોરોના વાયરસ માનવ શરીરમાં ફેલાતો હોય ત્યારે વાયરસ પર હુમલો કરી તેને જડમુળથી નાશ કરવાનું કામ કરે છે. તેમજ માનવ શરીરના કોષો પર એસએઆરએસ-કોવિડ-૨ જ્યારે હુમલો કરે ત્યારે પણ આ રસી કારગત નિવડે છે.
જમાલીયા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર એપીડેમાયોલોજી એન્ડ માઈક્રોબાયોલોજીના ઓથર ડેનીસ લોગુનોવના મત અનુસાર જ્યારે વેકસીન માનવ શરીરમાં દાખલ કરવામાં આવે છે ત્યારે તેઓ સાર્સ-સીઓવી-૨ સ્પાઈક પ્રોટીન આનુવંશીક કોડ પહોંચાડે છે. જેનાથી કોષીકાઓ સ્પાઈક પ્રોટીન ઉત્પન્ન કરી શકે છે. લોગુનોવે કહ્યું હતું કે, આ સાર્સ-સીઓવી-૨ને ઓળખવામાં અને તેના પર હુમલો કરવામાં રોગપ્રતિકારક શક્તિને વેકસીન મદદરૂપ થાય છે. સાથો સાથ લોગુનોવે તેવું પણ કહ્યું હતું કે, બુસ્ટર રસી જે સમાન એડેનો વાયરસનો ઉપયોગ કરે છે તે અસરકારક પ્રતિસાદ આપી શકશે નહીં.
રશીયાની બે હોસ્પિટલોમાં સ્પુટનીક વેકસીનનું પરિક્ષણ ૧૮ થી ૬૦ વર્ષના દર્દીઓ પર કરાયું હતું. જેમાં કુલ ૨૮ દિવસ સુધી તેમના શરીરમાં વેકસીનનો પ્રવેશ કરાવી તમામ ફેરફારો તેમજ પરિણામને ધ્યાને લેવામાં આવ્યો હતો. પોઝિટિવ દર્દીના શરીરમાં કુલ બે તબક્કામાં આ વેકસીનનો પ્રવેશ કરાયો હતો. જેમાં હકારાત્મક પરિણામ મળતા આ વેકસીન કોરોના સામે લડવામાં કારગત નિવડશે તેવું તારણ કાઢવામાં આવ્યું છે. કુલ ૪૨ દિવસ સુધી નિરીક્ષણ કર્યા બાદ આ વેકસીન સફળ નિવડશે તેવું તારણ આપવામાં આવ્યું છે. સમગ્ર વિશ્ર્વ માટે સારા સમાચાર એ કહી શકાય કે, જે રીતે રશીયાએ દાવો કર્યો છે કે, આ રસી કોરોના સામે કારગત નિવડશે ત્યારે આગામી ઓકટોબર માસના અંત સુધીમાં આ વેકસીન ભારત સહિત અન્ય દેશોમાં પણ ઉપલબ્ધ થશે. જેથી આ મહામારી સામે લડી શકાશે.