કોરોના મહામારીથી ઉભી થયેલી આર્થિક કટોકટીએ અનેક લોકોને મુશ્કેલીમાં મુકી દીધા છે. તાજેતરમાં હાથ ધરવામાં આવેલ એક સર્વેમાં કોરોના મહામારીના કારણે  ૬૫ ટકા લોકોએ આવક ગુમાવી છે અથવા તો આવક ઓછી થવાનો ભોગ બન્યા છે અને તેમાંથી ૫૫ ટકા લોકોએ બે છેડા ભેગા કરવા માટે લોનનો સહારો લીધો હોવાનું જાણવા મળ્યું છે.

કોરોના કટોકટીના સમયગાળા દરમિયાન સમાજની આર્થિક સ્થિતિ અંગેના એક સર્વેમાં લોકડાઉન દરમિયાન ૬૫ ટકા લોકોની આવક બંધ થઈ ગઈ છે અથવા તો ઘટી ગઈ છે અને તેમાંથી ૫૬ ટકા લોકો લોન અને કરજ લઈને જીવન નિર્વાહ ધરાવતા થયા છે. ગ્રાહકલક્ષી સર્વેના અહેવાલમાં કરજ સાથેના વ્યવહારને ભારતમાં માસીક હપ્તાની ચૂકવણી પૈસા બજાર ડોટ કોમ જેવા માધ્યમો દ્વારા શરૂ થયા હોવાનું કોરોના કટોકટીથી ભારતમાં ખરીદ શક્તિ, આવક અને લોનની પુન: ભરપાઈ જેવા વ્યવહારમાં ખુબજ અસર થઈ છે. સર્વેમાં ૮૬૧૬ ગ્રાહકોને લઈને કરવામાં આવેલા સર્વેમાં ૧ લાખ કે તેથી વધુના કરજદાર અને ૨૭ શહેરોમાં ૨૫ થી ૫૭ વર્ષની વયજુથના લોકો પર કરવામાં આવેલા સર્વેમાં ૬૫ ટકા લોકોએ કોરોના અને લોકડાઉનની આવક પર નકારાત્મક અસરો પડી હોવાનું જણાવ્યું હતું. ૧૬ ટકાએ ૧૦૦ ટકા રોજગારી ગુમાવી છે. ૨૮ ટકાની આવકમાં અડધાથી વધુનું ગાબડુ પડ્યું છે. ૫૬ ટકા લોકોએ પોતાના ઘરના વ્યવહારનો આધાર નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓમાંથી માર્ચથી ઓગષ્ટ દરમિયાન લોન લઈને ઘર ચલાવ્યું છે.

૫૦ ટકા લોકો બીજીવાર લોન લેવાનું વિચારી રહ્યાં છે. ૭૦ ટકા લોકો પોતાની મુશ્કેલીનું નિવારણ લોન દ્વારા કરવાનું વિચારી રહ્યાં છે. ઘણા એવા છે કે, તેમની આવકને આ કટોકટીમાં કોઈ અસર નથી થઈ અને તેમના ધિરાણ કર્તાઓ લોન અપ્તા માટે ફરીથી લોન લેવાની કવાયતની ફરજ નથી પડી. ગ્રાહકોની આવકમાં ઉભી થયેલી મુશ્કેલીની સહાયતા માટે આરબીઆઈએ માર્ચથી ઓગષ્ટના સમયગાળામાં ઈએમઆઈ અને ક્રેડીટ કાર્ડ ચૂકવણીમાં ઉદારતા દાખવી છે. ૪૬ ટકા ગ્રાહકો નવી લોન લેવામાં નથી માનતા ૬૭ ટકા લોકો ૬ મહિનાની મુદત ઈચ્છી રહ્યાં છે. ૮૬ ટકા ગ્રાહકોમાંથી ૨૬ ટકાની આવક શુન્ય થઈ ગઈ છે. ૪૪ ટકા પગારદારને કંઈ અસર થઈ નથી. જ્યારે ૩૦ ટકાના પગાર કપાઈ ગયા છે. ૧૨ ટકા લોકોના ધંધા-રોજગાર સંપૂર્ણ ચોપટ થઈ ગયા છે. ભૌગોલીક રીતે ચેન્નઈ કોરોના મુક્ત થઈ ગયું હોય છતાં આ પરિસ્થિતિમાં તો આવક ગુમાવવાનું તો સરખુ છે. મુંબઈમાં ૬૫ ટકાની આવક ઘટી છે. ૬૬ ટકા માટે લોનના હપ્તા ભરવા મુશ્કેલ બની ગયા છે. મુંબઈ, દિલ્હી, બેંગ્લોર કરતા વધુ લોકો મુંબઈમાં મુશ્કેલીમાં મુકાયા છે. ૫૨ ટકા મુંબઈ ગરાઓ પુરા હપ્તા ભરવા સમર્થ નથી. ૧૫ ટકાએ કહી દીધું કે અત્યારે હપ્તો ભરવાનો સમય જ નથી. લોકડાઉને ૬૫ ટકા લોકોની આવક પુરી કરી નાખી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.