શિયાળો એટલે તાજામાજા રહેવાની ઋતુ. શિયાળામાં લીલા શાકભાજી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. બજારમાં શાકભાજીનું ઉત્પાદન પણ ભરપુર થતું હોય છે. પરંતુ શું ખેડૂતોને તેના પૂરતા ભાવ મળે છે ખરા ?? ત્યારે વાત કરીએ સાબરકાંઠાની શાકભાજી સમગ્ર ભારત ભરમાં પહોંચાડવામાં આવે છે પરંતુ હાલમાં ફુલાવર કોબીજ સહિતની શાકભાજીના ભાવમાં ઘટાડો આવતા ખેડુતો ની હાલત કફોડી બની છે
પ્રાંતિજ પંથકમાં શાકભાજીનુ ઉત્પાદન થતુ હોય છે અહિ કોબીજ અને ફુલાવરનુ હબ ગણાય છે ત્યારે આ વખતે છેલ્લા ત્રણ માસથી ફુલાવર, કોબીજ, ટામેટા, રિંગણ અને વાલોડ જેવી શાકભાજીના ભાવમાં ભારે મંદિ જોવા મળી છે. મંદીના કારણે ખેડુતો ને ખર્ચ પણ નિકળતો નથી જેથી હાલ તો ખેડુતો ને રોવાનો વારો આવ્યો છે.
બીયારણ, ખાતર સહિતના ભાવમાં વધારો થયો છો ત્યારે શાકભાજી ભાવમાં હાલ ઘટાડો થતા ખેડુતોના માથે ચીંતાના વાદળ ઘેરાયા છે. ખેડુતોની માંગ ઉઠી છે કે જેમ અનાજમાં ટેકાના ભાવ હોય છે તેમ જો શાકભાજી પણ ટેકાના ભાવે ખરીદાય તો એક ભાવ તો જળવાઈ રહે.
ત્યારે સાબરકાંઠાના ખેડૂતો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે ફુલાવર કોબીજ અને રીંગણમાં એક વીઘા દીઠ અંદાજે ૨૫ થી ૩૦ હજાર નો ખર્ચ થાય છે. જેમાં બીયારણ, ખાતર, મજુરી, કાપવાનો ખર્ચ અને લાવવા લઈ જવાનો ખર્ચ, ૧૫- ૨૦ રૂપિયાની એટલે કે પાકના વાવેતરથી લઈને માર્કેટ સુધી લાવાનો ખર્ચ વધી જાય છે અને તેની સામે હોલસેલ માર્કેટમાં કિલો દીઠ ભાવ ૨ રૂપિયા થી લઈને ૪ રુપિયા જ મળે છે એટલે કે કંઈ મળતુ જ નથી તેવુ હાલ તો ખેડુતો માની રહ્યા છે. સામે વેપારીઓ પણ ખેડુત પાસેથી શાકભાજી ખરીદે છે પરંતુ એ શાકભાજી હાલ તો માર્કેટમાં જ પડી રહે છે અને કોઈ લેવા વાળુ પણ તૈયાર નથી.
આમ તો ભાવ ઓછા મળવાને લઈને ખેડુતો શાકભાજી નુ વાવેતર બંધ કરવાનુ પણ વિચારી રહ્યા છે કારણે ખેડુતોને આ પાકમાં હાલ તો ભારે નુકસાન જોવા મળ્યુ છે જો સરકાર આ અંગે કંઈ વિચારે તો ખેડુતોને પુરતા ભાવ મળી રહે. હાલ તો માણસોને ખાવાનુ શાકભાજી પશુઓને ખેડુતો ખવડાવે તેમાં પણ નવાઈ નહિ.