છેલ્લા એક અઠવાડિયાથી ઉત્તર ભારતમાં ખૂબ ઠંડી છે. ઠંડા પવાનો લોકોને વહેલી સવારે ઘરમાં રહેવા મજબુર કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે ઘણી જગ્યાએ ભારે ઠંડીની સંભાવના છે. ભારત સહિત વિશ્વના ઘણા શહેરોમાં તાપમાન માઈનસથી નીચે આવે છે. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વમાં એક એવું ગામ છે જ્યાં લઘુત્તમ તાપમાન -71 ° સે સુધી પહોંચે છે?
હા, તમને વિશ્વાસ નહીં આવે. આ વાત છે, રશિયાના સાઇબિરીયામાં આવેલા ઓમ્યાકોન ગામની. જે એન્ટાર્કટિકાની બહાર વિશ્વનું સૌથી ઠંડું સ્થળ માનવામાં આવે છે. અહીંનું સરેરાશ તાપમાન -50 ડિગ્રીની આસપાસ છે. આ ગામમાં 500થી 600 લોકો વસવાટ કરે છે.
ભયંકર શિયાળોનો સામનો કરવા બાળકોને અહીં તાપમાન પ્રમાણે સખત બનાવવામાં આવે છે. અહીં બાળકો 50 ડિગ્રી તાપમાનમાં સ્કૂલે જાય છે. અને જ્યારે તાપમાન વધુ ઘટવાનું શરૂ થાય છે, ત્યારે શાળાઓ બંધ છે.
અહીં ડિસેમ્બર મહિનામાં 10 વાગ્યે સૂર્યોદય થાય છે. આવી સ્થિતિમાં ઠંડીને કારણે લોકોની હાલત ખરાબ થઈ જાય છે. ઘણી વખત એવું પણ બને છે કે કારની બેટરી બરફમાં જામ ના થઇ જાય તે માટે કારને હંમેશા ચાલુ રાખવામાં આવે છે.