બજારમાં રાજકોટ પરંપરાગત મશીન ટુલ્સ પૂરાં પાડવામાં અગ્રેસર તરીકે ઉભરી રહ્યું છે. તે પશ્ચાદભૂમિકા વચ્ચે આજે રાજકોટ મશીન ટુલ્સ શો ૨૦૧૮ (આરએમટીએસ) નો પ્રારંભ થઇ રહ્યો છે. એનએસઆઇસી ગ્રાઉન્ડ, આજી ઇન્ડસ્ટ્રીયલ એરીયા રોડ રાજકોટ ખાતે ૨૮ નવેમ્બરથી શરુ કરીને ૧લી ડિસેમ્બર સુધી ચાલનારા આ સમારંભનું આજે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ ઉદધાટન કર્યુ હતું.ભારત અંદાજે ૮૫૦ મિલિયન ડોલરથીવધુ ઉત્પાદન ક્ષમતા અને આશરે ૪૫,૦૦૦ થી વધુ કુશળ અને બિનકુશળ કામદારોને રોજગારી પૂરી પાડે છે. તે આંકડા જ આ ઉઘોગની અસરકારકતાને પ્રતિબિબિત કરે છે. આરએમટીએસનું આયોજન કેએમજી બિઝનેસ ટેકનોલોજીસ, કે એન્ડ ડી ઇવેન્ટસ અને મશીન ટુલ્સ મેન્યુફેકચકરીંગ એસોસિએશન (રાજકોટ)ના સંયુકત ઉપક્રમે કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનને લુધિયાણા મશીન ટુલ મેન્યુયફેકચરર એસોસિએશન, જીઆઇડીસી (જામનગર), વીસીસીઆઇ અને FOKIA નો સહયોગ પ્રાપ્ત થયો છે.આ પ્રદર્શન મેટલ કટીંગ, મેટલ ફોમીંગ, ઓટોમેશન, ફોર્જીગ અને ફાઉન્ડી જેવો ક્ષેત્રોમાં ઇનોવેશન્સ પ્રિસિશન એન્જીનીયરીગ ઉપર ઘ્યાન કેન્દ્રીત કરશે. રાજકોટ એએમડબલ્યુ, અતુલ ઓટો ટાટા મારુતી, સુઝુકી,, ફોર્ડ, પ્યુજો, હોન્ડા સ્કુટર્સ અને મોટર સાયકલ જેવી બ્રાન્ડ માટે મહત્વનો મુકામ બની રહ્યું છે. ત્યારે અને અત્યંત પસંદગી પાત્ર ઓટો હબ બનવાને પંથે છે.આ પ્રદર્શનમાં સીઇઓ- મેનેજમેન્ટની ટોચની વ્યકિતઓ, કોન્ટ્રાકટર્સ, સીવીલ એન્જીન્યર્સ, સરકારી અધિકારીઓ, નીતી ઘડનારા, સંશોધકો, ક્ધસલ્ટન્ટસ, એન્જીન્યર્સ, સેલ્સ અને વહીવટી સ્તરની વ્યકિતઓ મુલાકાત લેશે. મશીન ટુલ્સ ફોમિંગ મશીન ટુલ્સ કટીંગ, મટીરીયલ હેન્ડલીંગ અને સ્ટોરેજ, પ્રિસિશન ટુલ્સ, ટેસ્ટીંગ અને મેઝરીંગ, વેલ્ડીંગ, ઓટોમેશન, કાસ્ટીંગ, ફોજીંગ ફાઉન્ડી, હાયડ્રોલિકસ, ન્યુમેટિકસ અને એર કોમ્પ્રેશન,, કેડકેમ ઓપરેશન્સ અને લેસર કટીંગ જેવા વિષયોને એજન્ડા સ્ટેટમેન્ટમાં અગ્રતા આપીને ગુજરાતને વિશ્વના વિકાસ વ્યાપમાં સ્થાન હાંસલ કરવાની અનોખી તક રહેશે. અને એક વર્ષે આરએમટીએસનું પ્રભુત્વ આગળ ધપતું રહેશે.રાજકોટ ખાતે મશીન ટુલ્સ-૨૦૧૮નું આયોજન એનએસઆઈસી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે જે આગામી ત્રણ દિવસ સુધી યોજવામાં આવશે. મશીન ટુલ્સ-૨૦૧૮માં ફોરેન ડેલીગેટસની સાથે ફોરેનની મશીનરી પણ મુકવામાં આવી છે. આ સાતમું આયોજન મશીન ટુલ્સનું છે અને દર વર્ષની સરખામણીએ આ વર્ષે જે આયોજન કરાયું છે તે ખુબ જ વિશેષ છે. આ તકે અબતક મીડિયાની ટીમે મશીન ટુલ્સ-૨૦૧૮ની મુલાકાત લીધી હતી.
રાજકોટ-૨૦૧૮ મશીન ટુલ્સમાં દેશ-વિદેશની કંપનીઓએ લીધો છે ઉત્સાહભેર ભાગ: રાજુભાઈ ભંડેરીમશીન ટુલ્સ એસોસીએશનના પ્રમુખ રાજુભાઈ ભંડેરીએ અબતક સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આ આયોજન સીએનસી મેન્યુફેકચરો માટે ખુબ જ મહત્વપૂર્ણ આયોજન છે. જયાં તેઓને તેમની પ્રોડકટ લોન્ચ કરવાનો અને તેમની પ્રોડકટ વિશે વિશેષ માહિતી આપવાનો અવસર મળે છે. દુનિયાભરમાંથી ફોરેન ડેલીગેટસો આ એક્ઝિબિશનમાં ભાગ લઈ રહ્યા છે. જયારે પ્રથમ દિવસે જ ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
કારણકે સૌ જાણે છે કે રાજકોટમાં સીએનસી મશીન અને ઓટોમેશન માટે ખુબ જ મોટો સ્કોપ છે અને જે ઉધોગકારોની જરૂરીયાત છે તે અહીં પુરી થઈ જાય છે. કારણકે એક પ્રકારના મશીનના અનેકવિધ મેન્યુફેકચરો હોવાથી ઉધોગકારોને પસંદગી કરવાનો મોકો પણ મળે છે. આ સાતમું આયોજન છે. પહેલાના આયોજન કરતા ખુબ જ મોટું અને વિશેષ છે. અમે લોકોને સંદેશો પાઠવીએ છીએ કે આ આયોજનમાં તેઓ ભાગ લ્યે અને મહતમ તેનો લાભ ઉઠાવે.
મશીન ટુલ્સ-૨૦૧૮ મારફતે એન્જિનિયરીંગ વ્યાપારને મળશે નવી રાહ: તેજસ દુધકીયારાજકોટ મશીન ટુલ્સ એસોસીએશનના સેક્રેટરી તેજસભાઈ દુધકીયાએ જણાવ્યું હતું કે, આ આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ રાજકોટના એન્જીનીયરીંગ વ્યાપારને વેગ આપવા માટે કરવામાં આવ્યો છે. જેમાં એન્જીનીયરીંગ વ્યાપાર સાથે સંકળાયેલી તમામ કંપનીઓનો સિંહ ફાળો આ આયોજનમાં રહ્યો છે. દર વખતની જેમ મશીન ટુલ્સ નવું આપવા તત્પર રહ્યું છે .
ત્યારે આ વર્ષે સૌથી મોટું આયોજન મશીન ટુલ્સ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં દેશ-વિદેશથી અનેક મેન્યુફેકચરોએ આ મશીન ટુલ્સમાં ભાગ લીધો છે અને પોતાની ટેકનોલોજીનો ઉપયોગ કરવા રાજકોટની જનતાને પ્રેરીત પણ કરી છે. આવી જ રીતે આવતા વર્ષે પણ કાંઈક નવિનતાની સાથે મશીન ટુલ્સનું આ આયોજન કરવા માટે તેઓએ તૈયારી દાખવી હતી. રાજકોટને કાંઈક નવું અને રાજકોટનો વિકાસ કઈ રીતે વધુને વધુ સારી રીતે થઈ શકે તે માટે તેઓ કટીબઘ્ધ છે.
મશીન ટુલ્સ-૨૦૧૮ રાજકોટના વિકાસને વેગ આપશે: રમેશકુમારમાઈક્રોમેટીક કંપનીના રીજનલ હેડ રમેશકુમારે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મશીન ટુલ્સ-૨૦૧૮નું આયોજન ખુબ જ સફળ રીતે કરવામાં આવ્યું છે. જેમાં સીએનસી મેન્યુફેકચરીંગ કંપનીના જે મેન્યુફેકચરો છે તેના માટે ખુબ જ ઉજજવળ તક રહેલી છે. એક્ઝિબિશનના પ્રથમ દિવસે જ ૨ કરોડનું સીએનસી મશીન વેચાઈ ગયું છે જે નાની વાત ન કહી શકાય. આ પ્રકારના પ્રતિભાવો મળવાના કારણે જ આયોજન સફળ બનતું હોય છે.
માઈક્રોમેટીક કંપનીની વાત કરીએ તો ભારતની ખુબ જ નામાંકિત કંપની માની એક છે જે કસ્ટમાઈઝ સીએનસી મશીન બનાવવા માટે કટિબઘ્ધ છે. લોકોની જરૂરીયાત પ્રમાણે કંપની સીએનસી મશીન બનાવી આપે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ પ્રકારના આયોજન કરવાથી સીએનસી મેન્યુફેકચરીંગ કરનારા મેન્યુફેકચરો માટે ખુબ જ સારી વાત છે અને મહત્વનું પ્લેટફોર્મ તેમના માટે પુરું પાડવામાં આવે છે. જેથી આ પ્રકારનું આયોજન નિયમિતપણે થવું જોઈએ.
કસ્ટમાઈઝડ સીએનસી મશીન બનાવવા ગ્લોબલ ઓટોમેશન કટિબઘ્ધ: ધર્મેન્દ્ર પટેલગ્લોબલ સીએનસી ઓટોમેશન ડાયરેકટર ધર્મેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, સીએનસી મેન્યુફેકચરીંગ કંપનીમાં તેમનું સ્થાન અનોખું છે. ભારતમાં જુજ કંપની જ છે કે જે કસ્ટમાઈઝ રીતે સીએનસી મશીન ડિઝાઈન કરી અને બનાવી આપે છે. તેમની કંપની વિશે વધુ વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, લોકોનો પ્રતિભાવ ખુબ જ સારો મળી રહ્યો છે અને આ સફળ આયોજન પાછળ આયોજકોનો ખુબ જ મોટો સિંહ ફાળો રહ્યો છે.
રાજકોટ એએમડબલ્યુ, અતુલ ઓટો ટાટા મારુતી, સુઝુકી,, ફોર્ડ, પ્યુજો, હોન્ડા સ્કુટર્સ અને મોટર સાયકલ જેવી બ્રાન્ડ માટે મહત્વનો મુકામ બની રહ્યું છે. આ પ્રકારના વિશાળ આયોજન કરવા પાછળ મુખ્ય હેતુ એ છે કે રાજકોટ એન્જીનીયરીંગનું હબ છે અને તેને કઈ રીતે વધુને વધુ વેગ મળે તે માટે અનેકવિધ સંસ્થાઓ કાર્યરત છે તે અન્વયે આ પ્રકારના જે આયોજન થઈ રહ્યા છે તે વિકાસની હારમાળા સર્જશે.
લેઝર અને ઈલેકટ્રોનિકસના સોલ્યુશન આપવા સ્લેટ કંપની કટીબઘ્ધ: ખનનગાંધીનગરની એસએલટીએ કંપીનના અધિકારી મિ.ખનને અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, એસએલટીએ દ્વારા લેઝર અને ઈલેકટ્રોનિકસનાં સોલ્યુસન આપવાનો છે. ખાસ કરીને રાજકોટ મશીન ટુલ્સ એકઝીબીશન તેમના માટે ખુબ જ અગત્યનું છે. આ સાતમું આયોજન મશીન ટુલ્સનું છે અને દર વર્ષની સરખામણીએ આ વર્ષે જે આયોજન કરાયું છે તે ખુબ જ વિશેષ છે.
આ પ્રદર્શન મેટલ કટીંગ, મેટલ ફોમીંગ, ઓટોમેશન, ફોર્જીગ અને ફાઉન્ડી જેવો ક્ષેત્રોમાં ઇનોવેશન્સ પ્રિસિશન એન્જીનીયરીગ ઉપર ઘ્યાન કેન્દ્રીત કરશે. લેઝર બિલ્ડીંગ, લેઝર માર્કીંગ જેવા અનેક મશીન તેવો બનાવે છે. રાજકોટ એએમડબલ્યુ, અતુલ ઓટો ટાટા મારુતી, સુઝુકી,, ફોર્ડ, પ્યુજો, હોન્ડા સ્કુટર્સ અને મોટર સાયકલ જેવી બ્રાન્ડ માટે મહત્વનો મુકામ બની રહ્યું છે. ત્યારે અને અત્યંત પસંદગી પાત્ર ઓટો હબ બનવાને પંથે છે.
ચીન, તાયવાન સહિતના દેશોએ લીધો છે મશીન ટુલ્સ-૨૦૧૮માં ભાગ: અમિત મિસ્ત્રીકે.એમ.જી. બિઝનેસ ટેકનોલોજીના ડાયરેકટર અમિત મિસ્ત્રીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રાજકોટ ખાતે રાજકોટ મશીન ટુલ્સનો સતત સાતમાં વર્ષે યોજવામાં આવ્યો છે. ૨૦૦૬થી આ શો શરૂ કરવામાં આવ્યો છે.
આ શો ૨૮ ડિસેમ્બરથી ૧ ડિસેમ્બર આમ ચાર દિવસ રાખવામાં આવ્યો છે. આ શોનું ઉદઘાટન રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ એકસ્પોમાં કુલ ૪૨૩ કંપનીએ ભાગ લીધો છે. પંજાબ, ચીન, તાઈવાન વગેરે જગ્યાએથી બધાએ પાર્ટીસીપેટ કર્યું છે. આ પ્રકારના શોનો ખાસ હેતુ રાજકોટની મશીન ટુલ્સ ઈન્ડસ્ટ્રીઝને નવી ટેકનોલોજી મળી રહે તે માટેનું છે.