- નર્સરીથી ધોરણ આઠ સુધી શિક્ષણ આપી નોકરી માટે અથાગ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે: શાળામાં 150થી વધુ બાળકો કરે છે અભ્યાસં
છેલ્લા 60 વર્ષથી દિવ્યાંગ મૂક-બધિર બાળકોને બધિર શિક્ષણ તથા તાલીમ આપતી સંસ્થા શ્રી છગનલાલ શામજી વિરાણી બહેરા મૂંગા શાળા નવા આધૂનિક શૈક્ષણીક તથા વોકેશનલ ટ્રેનીંગ તેમજ કુમાર-ક્ધયા છાત્રાલયના બિલ્ડીંગોના નિર્માણ માટે પૂ. ધીરગુરૂદેવના અનુગ્રહથી સંપૂર્ણ નવ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જયારે આશરે આ શાળાની 70 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. અહી નર્સરીથી ધો.8 સુધી શિક્ષણ આપવામાં આવે છે. હાલ આ શાળામાં 150થી વધુ બાળકો અભ્યાસ કરે છે. આ ઉપરાંત અહી દીકરીઓને સીવણ કામ રસોઈ, કોમ્પ્યુટર વગેરે તાલીમ આપવામાં આવે છે. મૂલ્યવાન શિક્ષણ, પોષ્ટિક ભોજન તથા અતિ આધુનિક છાત્રાલયની સુવિધા આ શાળા પૂરી પાડવામાં આવે છે. તેમજ ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નોકરી મળી રહે તે માટે અથાગ પ્રયત્નો કરવામાં આવે છે. આ તકે સંસ્થાના પ્રમુખ રજનીભાઈ બાવીશી, અબતકના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા તમેજ શૈલેષભાઈ વિરાણી અને નરેન્દ્રભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા.
હાલમાં પણ 150થી 200 દિવ્યાંગોનું આશ્રયસ્થાન: ટ્રસ્ટી રજનીભાઈ બાવીસી
અબતક સાથેની વાતચીતમાં ટ્રસ્ટી રજનીભાઈ બાવીસી જેઓ આ ટ્રસ્ટ સાથે 60 વર્ષથી જોડાયેલ છે.આ કાર્યક્રમની પાછળ જગલાલ શામજી વીરાણીના બેન 23મી જૂનએ દિક્ષા લેશે. રાકેશજીના ધમપૂરમાં બેનનો દીક્ષાંત સમારોહ યોજાશે..
સંસ્થાના બાંધકામ અંગે દાતાઓને જોવાનો લાભ મળે અને તેનું બાંધકામ 70 થી 80% પૂર્ણ થયું છે. જાન્યુઆરીમાં આ સંસ્થાનું ઓપનીંગ થશે. 150 થી 200 વિદ્યાર્થીઓ સંસ્થામાં જ્ઞાન મેળવી રહ્યા છે. 75 દીકરીઓ અને 75 દીકરાઓને અદ્યતન સુવિધા મળે એ માટે સંસ્થા કાર્યરત છે.
સંસ્થાના દરેક દિવ્યાંગ બાળકને પગભર બનાવવાનો એકમાત્ર હેતુ: શૈલેષભાઈ વીરાણી
અબતક સાથેની વાતચીતમાં શૈલેષભાઈ શશીકાંત વીરાણીએ જણાવ્યું હતુ કે, દાતાઓને આમંત્રીત કરીને સંસ્થાના બાંધકામ વિશે માહિતી આપવાનો મૂળ હેતુ અને 60 સ્કેરફીટમાં શાળા બનાવાશે. છોકરાઓ અને છોકરીઓ માટે અલગથી હોસ્ટેલ બનશે. આ કાર્યને પૂર્ણ કરવા તમામ દાતાઓનો સાથ સહકાર મળ્યો છે.
શૈલેષભાઈએ જણાવ્યું હતુ કે જયારે તેઓ ફલાઈટમાં બોમ્બે જતા હતા ત્યારે ઈન્ડીંગો ફલાઈટનો સ્ટાફ બહેરા મૂંગો હતો પરંતુ સ્ટાફની કામગીરી અતિ સુંદર હતી.
ત્યારબાદ તેમણે જણાવ્યું કે, અમદાવાદની હોટેલમાં રિસેપસનીસ્ટપણ બહેરી મૂંગી હતી પરંતુ અતિ સ્માર્ટ અને હોશીયાર હતી. આ સંસ્થાનો મુખ્ય ઉદેશ અહીંથી નીકળેલા છોકરા છોકરીઓ પગભર બને.
જ્ઞાનની સાથે અનેકવિધ પ્રવૃત્તિઓનો સંગમ: માનદ્મંત્રી નરેન્દ્રભાઈ દવે
અબતક સાથેની વાતચીતમાં માનદમંત્રી નરેન્દ્ર ભાઈ દવે જે સ્ફીફામાં સેવા આપી રહ્યા છે. તેમણે જણાવ્યું હતુ કે, આ વિદ્યાપીઠ દિવ્યાંગો માટે આશીર્વાદ રૂપ બની રહેશે.
લોઅર કેજીથી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે દાતાઓનાં સહયોગથી કાર્યરત બનશે. છ પ્રકારના વોકેશનલ કલાસીસ જેમાં બ્યુટીપાર્લર સીવણ, કમ્પ્યુટર, કુકીંગ માટે પાંચ રૂમ બનાવવામાં આવ્યા છે.
હરેશભાઈ વોરા ટ્રસ્ટ દ્વારા સંચા, લેપટોપ ફ્રી ઓફ આપી સહયોગ આપ્યો છે.