21મી સદીના વિશ્વમાં માનવ અધિકાર અને વ્યક્તિગત સ્વાયત તા ની બલિહારી નો સમય ગણવામાં આવે છે, વ્યક્તિ સ્વતંત્રતા, વાણી સ્વતંત્રતા અને મૌલિક અધિકારો ના જતન માં હવે કોઈને જરા પણ અન્યાય થતો નથી સ્વતંત્રતા અને સ્વાયત્તતાનો આ સુવર્ણ યુગ ચાલી રહ્યો છે ત્યારે જે સોશિયલ મીડિયા અને માધ્યમો પ્રત્યેક વ્યક્તિને પોતાની મુક્ત અભિવ્યક્તિ નો ખરો આનંદ આપવાનું માધ્યમ ગણાય છે પરંતુ જો નીરખીને જોવામાં આવે તો સોશિયલ મીડિયા અત્યારે ભારત સહિત મોટાભાગના વિશ્વ માટે પરાધીનતા નું એક એવું દેત્ય બની રહ્યું છે કે જે પલ પલ અને સંપૂર્ણપણે પરાધીન અવસ્થાનું જ સિંચન કરીને તેને વધુમાં વધુ મજબૂત ગાળિયામાં ફેરવી રહી છે

,સ્વાયત્તા ની વાતો થાય છે પરંતુ એપ્લિકેશન બે જ સોશિયલ મીડિયા પર આખે આખું વિશ્વ નિર્ભર બની ગયું છે, ભલે સમાચારો આપને અને માહિતીની વિગતો સ્વપ્રશસ્તિ અને પોતાના વિચારોને જગત આખામાં પ્રસાર કરવા માટે સોશિયલ મીડિયા એવું હાથવગું હથિયાર બની ગયું છે કે દરેક વ્યક્તિ પોતે “સમયનાસિકંદર” હોવાની અનુભૂતિ કરે છે પણ ખરી વાસ્તવિકતા નો કોઈને વિચાર થતો નથી,કે સોશિયલ મીડિયાએ સમગ્ર વિશ્વને એક જૂના જમાનામાં જે રીતે કઠપૂતળીના ખેલ થતા હતા અને પુત્રીઓને કોઈકના આંગળીના ઈશારે પોતાની સુંદરતા મોહકતા અને સુરવીરતા નું પ્રદર્શન કરવાનું રહેતું, અત્યારે સોશિયલ મીડિયાના યુઝર પૈસા દઈને,ટેકનો જાયન્ટ કંપનીઓની પરોક્ષ ગુલામી કરી રહ્યા છે,

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝરની સંખ્યા કરોડનો આંકડો વટાવી ગઇ છે ત્યારે જોવા જઈએ તો ખરો ફાયદો કોને થાય છે? ક્રિયેટરને કે પ્લેટફોર્મને,?ભારત જેવી વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશને ટેકનોક્રેટ કંપનીઓ ની પરાધીનતા જરા પણ ન પરવડે.. હવે આપણે પણ વિદેશી કંપનીઓના આશરે રહેવાના બદલે પોતાના પ્લેટફોર્મ ઊભા કરવાનો સમય આવી ગયો છે,

સૌથી મોટું લોકતંત્ર અને દુનિયાના પ્રથમ ત્રણ શક્તિશાળી સૈન્ય પૈકીનું એક સિનિયર ધરાવતા ભારતને પણ ટેકનોલોજી અને ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પોતાનું હોવું જોઈએ તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં આવેલા એક નાના એવા બ્રેકઅપ એ સમગ્ર દુનિયાને આંખ નુંમટકું ચૂકવી દીધું હોય તેમ વ્યાકુળ કરી દીધા, જરા વિચારો જો આ કંપનીઓ સેવા કટ કરી નાખે અથવા તો શટર પાડી દે તો?

એવી સ્થિતિ થાય ત્યારે ટેકનિકલ વિકાસ અને આત્મનિર્ભર ના પ્રયાસો કરનારા દેશો માટે પરિસ્થિતિ એવી છે કે”જીવ શાને ફરે  ગુમાનમાં..  તારે રહેવું ભાડાના મકાનમાં… વિદેશી કંપનીઓના નેટવર્કનો ઉપયોગ ભાડાના મકાન જેવી સ્થિતિ સર્જી રહી છે ત્યારે હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નો સ્વાયત્તતાનો આ ભ્રમ ની વાસ્તવિકતા સમજીને વિદેશી કંપનીઓ પરની પરાધીન પરિસ્થિતિમાંથી બહાર આવવા ના પ્રયાસો શરૂ કરી દેવા જોઈએ અત્યારે તે એપ્લિકેશન પેજ સોશિયલ મીડિયા પર આપણને સ્વાયત્તા દેખાઈ રહી છે તે ખરેખર સ્વાયત્તતા નથી પણ પરાધીનતા જ છે…

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.