પોરબંદરની ચોપાટી પર ચાઈનીઝ બજારનો વિવાદ વધુ એક વખત વકર્યો  છે. અહીં રસ્તાનું કામ શરૂ થતા ભૂતકાળમાં અહીં રેકડી રાખતા ધંધાથર્ીઓએ કામ અટકાવવા પ્રયાસ કર્યો  હતો અને આ કામનો વિરોધ કર્યો  હતો.

પોરબંદરના ચોપાટી નજીક આવેલ ચાઈનીઝ બજાર એટલે કે રિલાયન્સ ફુવારાથી દદુના જીમ સુધીના રસ્તાનું રૂપીયા 60 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે પણ કેટલાક લારી ધારકોએ કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો અને આ રસ્તો સારો હોવા છતાં ફરીથી બનાવવો વ્યાજબી નથી તેમ કહી આ કામ નહી કરવા દઈએ તેવું જણાવ્યું હતું. ત્યારબાદ આજે સવારે રસ્તાનું કામ શરૂ થતા જ લારી ધારકો આ સ્થળે પહોંચી ગયા હતા અને તેઓએ પોલીસને પણ બોલાવી હતી. પાલિકાના કર્મચારી ગોરસિયા સામે આક્ષેપોનો મારો ચલાવ્યો હતો અને કામને અટકાવ્યું હતું, તો કેટલાક લારી ધારકોએ ફરીથી ત્યાં રેકડી પણ રાખી દીધી હતી અને કામનો વિરોધ કર્યો  હતો.ઉલ્લેખનીય છે કે પોરબંદરની આ ચાઈનીઝ બજારનો વિવાદ એક વર્ષ કરતા પણ વધારે સમયથી જોવા મળી રહ્રાો છે. થોડા મહીનાઓ પૂર્વે જ પાલિકાએ અહીંથી રેકડીધારકોને હટાવી અન્ય સ્થળે ખસેડયા હતા, ત્યારે પણ વિવાદ સર્જાયો હતો..

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.