ધ ‘ઇન્સિગ્રિફિકેન્ટ મેન’ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ છે જેમાં દિલ્હીમાં મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની જીવન સફર દેખાડવામાં આવી છે કે વિવાદોમાં સપડાઇ છે. વકીલ ભાવિક ઓમાણીએ ઇલેક્શન કમિશનમાં ફરિયાદ કરી છે કે રાજ્યમાં ચુંટણી આચાર સંહિતા લાગુ હોય ફિલ્મ તેના ભંગ કરતી હોવાની ફરિયાદ કરાઇ છે. સુત્રો મુજબ આમ આદમી પાર્ટી રાજ્યમાં ૨૫ બેઠકો પર ચુંટણી લડવાની છે ત્યારે ૧૦૦ મિનિટની ડોક્યુમેન્ટરીનું ટ્રેલર ઓનલાઇન સોશ્યિલ મિડિયા પર શેર કરવામાં આવી રહ્યું છે.
ગુજરાત હાઇકોર્ટના વકીલ સોમાણીએ કહ્યું કે, મે ચુંટણી પંચને પત્ર લખીને માગણી કરી છે કે રાજ્યમાં ચુંટણી સુધી આ ફિલ્મની રીલીઝ અટકાવી દેવામાં આવે. આ ફિલ્મ ડોક્યુમેન્ટરી હોવાથી તેમાં અરવિંદ કેજરીવાલની જુની રેલીઓ અને અન્ય ઘટનાઓનો રીયલ લાઇફ ફુટેજ પણ સામેલ કરવામાં આવ્યો છે જેના જનલોકપાલ આંદોલનની પણ વાત છે. તેથી ફિલ્મને જો પ્રસારીત કરવામાં આવે તો તે આચાર સંહિતાનો ભંગ છે.