મહારાષ્ટ્ર યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ દ્વારા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય
ટૂંક સમયમાં વિવાદાસ્પદ કુમારીકા પરીક્ષણ અંગેનો કોર્ષ જે મેડિકલના છાત્રોને શિખવાડવામાં આવતો હતો તે હવે નહીં આવે. મહારાષ્ટ્ર યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સના અભ્યાસક્રમ પેનલે વરધાના ડોકટર દ્વારા અપાયેલી અરજીને ધ્યાને લઈ પાઠય પુસ્તકોમાંથી પરિક્ષણ વિશેના અધ્યયોને દૂર કરવાની મંજૂરી આપી છે કે જે હ્યુમન રાઈટ એટલે કે માનવ અધિકારનું ઉલ્લંઘન કરતું નજરે પડે છે.
દેશમાં કદાચ સૌપ્રથમવાર આ પ્રકારનો નિર્ણય એપ્રીલમાં યોજાયેલી બોર્ડ ઓફ સ્ટડીઝની મીટીંગમાં લેવામાં આવ્યો હતો. પાઠય પુસ્તકમાં ફેરફાર પ્રતિબંધીત થતા પહેલા અંતિમ નિર્ણય મહારાષ્ટ્ર યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ દ્વારા લેવામાં આવશે જે અંગે હાલ કુમારીકા પરીક્ષણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ અંગેની ભલામણ શૈક્ષણીક કાઉન્સીલ સમક્ષ મુકવામાં આવશે. એમ.યુ.એચ.એસ.ના રજિસ્ટ્રાર ડો.કે.ડી.ચૌહાણે જણાવ્યું હતું કે, આ પરીક્ષણમાં વૈજ્ઞાનિક ધોરણોનો અભાવ જોવા મળ્યો છે.
ડિસેમ્બર ૨૦૧૮માં ઈન્દ્રજીત ખાંડેકર કે જે મહાત્મા ગાંધી ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સીસ સેવાગ્રામ ખાતે માર્ગદર્શન આપે છે તેઓએ પણ મેડિકલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયા, યુનિયન હેલ્થ મીનીસ્ટ્રી અને એમ.યુ.એચ.એસ.ને પત્ર લખતા જણાવ્યું હતું કે, ઘણા પ્રકરણો ભવિષ્યના ડોકટરોને કુમારીકા વિશે શીખવવા માટે રાખવામાં આવ્યા હતા. તેના બાહ્ય અને આંતરીક ચિન્હો વિશે પણ તેઓને મદદરૂપ થશે. ત્યારે આ પ્રકારના આધારે કુમારીકા પર પ્રશ્ર્નો નિયમીતપણે પુછવામાં આવે છે. પુસ્તકો ફકત સ્ત્રી કુમારીકા વિશે જ વાત કરે છે. આ ટેસ્ટ સંપૂર્ણપર્ણે અવૈજ્ઞાનિક પણ માનવામાં આવે છે અને હાલ વિશ્વમાં એવું એક પણ પરિક્ષણ ચોકકસ હોય તેવું માની શકાતુ નથી.
ડો.ખાંડેકરે માહિતી આપતા જણાવ્યું હતું કે, આશરે ૩૦ એમબીબીએસ અને ફોરેન્સીક મેડિસીન પોસ્ટ ગ્રેજયુએશન પાઠય પુસ્તકના અભ્યાસ પર આધારીત હતી. વધુમાં ચિંતાજનક બાબત એ છે કે, મેડિકલ અભ્યાસક્રમમાં કુમારીકાના ચિન્હો સામેલ કરવાથી ડોકટરો અને લોકોની માન્સીક ખોટી છાપ ઉભી થાય છે. ૨૦૧૩માં સુપ્રીમ કોર્ટ દ્વારા તેના પર પ્રતિબંધ મુકયો હોવા છતાં પણ આ અંગે અદાલતે તેઓને આદેશ આપ્યો હતો. ત્યારે મહારાષ્ટ્ર એ પ્રથમ રાજય બન્યું હતું કે જેઓએ મેડિકો લીગલ પરર્ફોમામાં સૌપ્રથમ બેન કર્યું હતું