મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી
મુખ્યમંત્રીના હસ્તે મહિલા સ્વાવલંબન યોજના વ્હાલી દિકરી યોજના હેઠળ 22 કરોડના ચેક વિતરણ કરાયાં
મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી. મુખ્યમંત્રીના હસ્તે મહિલા સ્વાવલંબન યોજના વ્હાલી દીકરી યોજના હેઠળ રૂા.22 કરોડના ચેક વિતરણ કરાયા હતા.
આ તકે મુખ્યમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, જે ઘર-કુટુંબમાં મહિલાઓનું સન્માન ન હોય ત્યાં સુખ-સમૃદ્ધિ અને ઈશ્વરના આશીર્વાદ મળતા નથી જ્યાં મહિલાઓને સન્માન મળે છે ત્યાં જ સુખ-સમૃદ્ધિ આવે છે. આપણી સંસ્કૃતિમાં નારીને સન્માન આપીને હંમેશા સીતારામ, લક્ષ્મીનારાયણ, રાધાકૃષ્ણ અને
ઉમાશંકર કહેવાની પરંપરા છે “ભારતીય સંસ્કૃતિમાં માત્ર એક જ દિવસ નહીં પણ મહિલાઓને દરરોજ સન્માન મળે તે જરૂરી છે” ગુજરાતની સુખ-સમૃદ્ધિમાં અને વિકાસમાં મહિલાઓનું યોગદાન ખૂબ જ મહત્વનું છે. નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મહિલાઓ માટે અલગ વિભાગ શરૂ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીની સરકારે મહિલાઓને સત્તામાં 50 ટકા અનામત આપીને સત્તામાં ભાગીદારી આપી છે. તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં પ0 ટકા મહિલાઓ વિજેતા બની છે. ગુજરાત સરકારે સરકારી નોકરીઓમાં 33 ટકા અનામત આપીને અફસર બીટીયા બનાવું સ્વપ્ન સાકાર કર્યું છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતા આજે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે મહિલા સ્વાવલંબન યોજના – વ્હાલી દીકરી યોજના હેઠળ રૂા. 22 કરોડના ચેક વિતરણ કરાયા હતા. આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવા, રાજ્યમંત્રી વિભાવરીબેન દવે ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીના હસ્તે આ પ્રસંગે વ્હાલી દીકરી યોજના માટે એલ.આઇ.સી.સાથે એમ.ઓ.યુ. તથા આ યોજના અંતર્ગત એલ.આઇ.સી.ને રૂા. 22 કરોડના ચેક અર્પણ કરાયા હતા. આ ઉપરાંત રાજ્યવ્યાપી ડી.બી.ટી. પોર્ટલના માધ્યમથી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માનદવેતનના ચુકવણાનો પ્રારંભ કરાયો. જેન્ડર બજેટ ડેશબોર્ડ લોન્ટિંગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગની ડીજીટલ બુકનું લોચિંગ મુખ્યમંત્રીના હસ્તે કરાયું હતું.
આ પ્રસંગે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે રાજ્ય મહિલા આયોગના ચેરપર્સન લીલાબેન અંકોલિયા, મહિલા અને બાળક વિકાસ વિભાગના કમિશનર મનિષા ચંદ્રા, આઇસીડીએસ નિયામક અશોક શર્મા, આંગણવાડી અને યશોદા માતા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.