જામનગર જીલ્લાનાં મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ના વનતારાની મુલાકાત માટે સમયાંતરે મહાનુભાવો, કલાકારોનું આગમન થઈ રહ્યું છે. છેલ્લા બે દિવસમાં જાન્વી કપુર અને સલમાન ખાન ના આગમન પછી આજે મુંબઈ ઇન્ડિયન ક્રિકેટ ટીમ નું જામનગર એરપોર્ટ પર આગમન થયું હતું. તેઓ રિલાયન્સ સ્થિત વનતારા ની મુલાકાતે પહોંચ્યા છે.
મોટી ખાવડીમાં રિલાયન્સ કંપની નાં વન્ય પ્રાણીઓ માટે સારવાર કેન્દ્ર એવા વનતારા માં એક પછી એક હસ્તીઓનું આગમન થઈ રહ્યું છે. થોડા દિવસ પહેલાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વનતારાની મુલાકાત લીધી હતી. એ પછી શ્રી શ્રી રવિશંકર અને ત્યાર પછી બાગેશ્વરધામનાં પંડિત ધિરેન્દ્ર શાસ્ત્રીજીનું પણ આગમન થયું હતું. આ પછી બે દિવસ પહેલાં ફિલ્મ અભિનેત્રી જાન્વી કપુર અને ગઈકાલે ફિલ્મ અભિનેતા સલમાન ખાન નું જામનગરના એરપોર્ટ ઉપર આગમન થયું હતું. આજે સલમાન ખાન પરત મુંબઈ જવા રવાના થયા હતા.
આજે બપોરે મુંબઇ ઇન્ડિયન્સ ક્રિકેટ ટીમ નું જામનગર એરપોર્ટમાં આગમન થયું હતું. જેમાં રોહિત શર્મા , સૂર્યકુમાર યાદવ ,હાર્દિક પંડ્યા , સેન બોન્ડ, સહિતનાઓ નો સમાવેશ થાય છે. ઉપરાંત જ્યોતિષી ભરત મોહન મહેરા પણ આજે જામનગર આવ્યા છે.તેઓ ને લકઝરી કાર માં વનતારા લઈ જવામાં આવ્યા હતાં અને ત્યાં તેઓ વનતારાની મુલાકાત કરશે.
અહેવાલ: સાગર સંઘાણી