કચ્છના ગામડાઓમાં લોકોનો આનંદોત્સવ
સમગ્ર દેશ વિદેશમાં જે ઘડીને લોકો માણવા આતુર હતા તે રામલાલનું જન્મ સ્થળ અને પાવન ભૂીમ અવધની ધરતીપર શ્રી રામ ભગવાન મંદિર નિર્માણનું ખાતમુહુર્ત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે અનેક સંતો-મહંતો અને શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું ત્યારે જય સિયારામના જય ઘોષ સાથે સમગ્ર આભામંડળ ગાજી ઉઠયું હતું. આ પળને વધાવવા કચ્છની કામણગારી પ્રજાએ પણ ઢોલ, નગારા, ત્રાંસા, દિપમાળા વિવિધ કાર્યક્રમો યોજી ધન્ય થયાનો અનુભવ કરી રહી રહ્યા હતા.
રતનાલ
વિશ્વ હિન્દુ પરિષદ રતનાલ પ્રખંડ દ્વારા રતનાલ મુકામે પુરા ગામમાં ભગવાન રામનો રથ ફેર આવી ઘરોઘર દીપ પ્રાગટ્ય કરાવ્યું હતું અને સાંજે ભવ્ય આતીશબાજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને સાથે આરતી પણ કરવામાં આવી હતી જેમાં રતનાલના સરપંચ ત્રીકમભાઈ વરસલ રણછોડભાઇ આહિર નવઘણભાઈ આહીર વિશ્વ હિન્દુ પરિષદના નંદલાલભાઇ નંદલાલ માતા ભગુભાઈ માતા વાલજીભાઈ પરસોતમભાઈ નવીનભાઈ મહાદેવભાઇ કાર્તિકભાઈ ત્રીકમભાઈ જયેશ મહારાજ, દશરથ ભાઈ તથા રતનાલ સ્પોર્ટ્સ ક્લબના કાર્યકરોનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતોે.
ભૂજ પ્રખંડ દુર્ગાવાહિની
ભુજ પ્રખંડ દુર્ગાવાહિની દ્વારા આજરોજ અયોધ્યાની પવિત્ર ભૂમિ પર જ્યારે ભૂમિપૂજન ભવ્ય આયોજન કરવામાં આવ્યું તે પ્રસંગે ભુજ પ્રખંડ દુર્ગાવાહિની દ્વારા અનેક સ્થળોએ ભવ્ય રંગોળી અને દીપોત્સવ આયોજન જેવા કાર્યક્રમોનું આયોજન કરી અને ભગવાન રામના પૂજન સાથે આરાધના પણ કરવામાં આવી હતી જેમાં દુર્ગાવાહિનીના રેણુકા બેન જયશ્રીબેન દિપ્તીબેન યશ્વી બેન મનાલીબેન કુમકુમ બેન પ્રિયાંશીબેન કિંતલબેન અને કશિશબેન વગેરે જોડાયા હતા તેમના દ્વારા નાગોર રાયધનપર સરસ પર ભુજ ગરપાદર વગેરે સ્થાનો પર રંગોળીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ભચાઉ
અયોધ્યામાં આજ યોજાયેલા રામમંદિરના શિલાન્યાસ પ્રસંગે ભચાઉ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દવારા દીપોત્સવ કાર્યક્રમ યોજાયો હતો નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહજી જાડેજા વી એચ પી જિલ્લા અધ્યક્ષ અવિનાશ ભાઈ જોશી દ્વારા દીપ પ્રગટાવવામાં આવ્યા હતા આ પ્રસંગે ઉમિયાશંકર જોશી આઈ જી જાડેજા જિલ્લા ઉપાધ્યક્ષ મહેશભાઈ સોની શહેર પ્રમુખ રમેશભાઈ જોશી બજરંગદળ સંયોજક જીજ્ઞેશ સોની સહ સંયોજક અલ્પેશભાઈ પ્રજાપતિ શહેર મંત્રી સાહુલ ચાવડા દ્વારા દિપમાલા કરવામાં આવી હતી પૂજા વિધિ હરેશભાઈ જોશી એ કરાવી હતી.
અંજાર
અંજારમાં વિશ્વ-હિન્દુ પરિષદ અંજાર પ્રખંડ દ્વારા અનેક સ્થાનોપર ભવ્ય રીતે ઉજવળી કરવામાં આવી હતી. મોખાણા ૫૫૧ દિવા પ્રગટાવી ભવ્ય માહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જીલ્લા મંત્રી માહાદેવભાઇ વીરાના માર્ગ દર્શન હેઠળ ધનેશ્ર્વર જોષી, ધનાભાઇ ઢીલા, કારાભાઇ ઢીલા, દેવાભાઇ પટેલ, તેજાભાઇ ઢીલા શામજીભાઇ વરચંદ, દાનાભાઇ વરચંદ વિગેરે જહેમત ઉઠાવી. પ્રસાદી દ્વારા બધાને મીઠા મોડા કરવી ભગવાન રામની આરાધના કરવામાં આવી હતી.
જીવાપર
ભારત વર્ષ અને કચ્છની સાથે આજે જીયાપર ખાતે પણ અયોધ્યા ખાતે થયેલ ભવ્ય રામમંદિરના ભૂમી પુજન નિમિતે વિશ્વ ન્દિુ પરિષદના વિભાગ મંત્રી કૃષ્ણકાંત પંડયા દ્વારા ઘરે ભગવાન રામની પ્રતિમાં પાસે દિપપ્રાગષ્ટ્ર ભજન-ઘુન તથા પ્રસાદ વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી.