દરેક ફલોર કે સ્લેબની કામગીરી પાંચ જ દિવસમાં પૂર્ણ થાય તેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે

રાજયમાં છેલ્લા ત્રણ વર્ષમાં વિકાસના કેટલાક કામો કરવામાં આવ્યા છે. માળખાગત સુવિધાથી લઈને રાજયની સ્વચ્છતા અને સુરક્ષાને લઈને પણ મસમોટા ફેરફારો કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ ગુજરાતની શાન એવા સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ મહાત્મા ગાંધી મ્યુઝિયમને પણ રાજકોટ ખાતે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. હવે ગાંધીનગરમાં અદ્યતન ટેકનોલોજી અને સુવિધાની સાથે રૂ.૫૫૦ કરોડના ખર્ચે ભવ્યાતિભવ્ય રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.ગાંધીનગરમાં હોટેલ લીલા પેલેસમાં હવે રેલવે સ્ટેશન પણ બનશે. જો કે આ પ્રોજેકટની કામગીરી થોડા સમયથી મંદી ચાલી રહી હતી.

ત્યારે હવે ૨૦૧૯માં આ પ્રોજેકટ શરૂ થાય તેવી શકયતા છે. રેલવે અને રાજય સરકાર દ્વારા આ હોટલનું ઉદ્ઘાટન વાયબ્રન્ટ ગુજરાત સમીટ ૨૦૧૯માં કરવામાં આવી શકે છે.પ્રોજેકટના અધિકારીઓએ જણાવ્યું કે, પ્રોજેકટના રી-ડેવલોપમેન્ટ માર્ટે ફેબ્રુઆરી ૨૦૧૯ની ડેડલાઈન હતી પરંતુ હવે રેલવેના અધિકારીઓએ કહ્યું કે, તેના પર બનતી ફાઈવ સ્ટાર હોટલનું કામ પણ સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં પૂર્ણ થશે. માટે પ્રોજેકટ પણ ત્યારે જ લોન્ચ થશે.

રેલવેના અધિકારીએ જણાવ્યું કે, રેલવે બોર્ડના ચેરમેન અશ્વાણી લોહાણીએ પ્રોજેકટનું રીવ્યુ કર્યો તે મુજબ બાંધકામ વાયબ્રન્ટ ગુજરાત ૨૦૧૯ સુધીમાં પૂરું થાય તેવું લાગતુ નથી. ગુજરાત સરકારે ૩૦૦ ‚મની આ ફાઈવ સ્ટાર હોટલનું જાન્યુઆરીમાં યોજાનારી વાયબ્રન્ટ સમીટ પહેલા આ પ્રોજેકટને અંતિમ ઓપ આપવાનું કહ્યું હતું પરંતુ બાંધકામની કામગીરી સંભાળનાર અધિકારીએ કહ્યું કે, ૫૭ મીટર ઉંચી હોટેલના બાંધકામમાં વધુ મજુરો અને ટેકનોલોજીનો ઉપયોગ કામગીરી પૂર્ણ થશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.