આર્થિક પછાત લોકો માટે કાયદાથી ઉપરવટ થઇને પણ હીત જાળવવું જરૂરી!
આઝાદી ભારતમાં દેશવાસીઓ નિર્ભય રીતે પોતાનું જીવન જીવી શકે તે માટે આપણા બંધારણમાં સ્વતંત્રતા, સ્વાભિમાન અને સ્વરત્રક્ષણના અધિકારો આપવામાં આવ્યા છે. લોકશાહીનો ઉદેશ્ય જ લોકો માટે, લોકો દ્વારા અને લોકોની સરકાર આપવાનો છે. આઝાદી સમયે પછાત રહી ગયેલા વર્ગના લોકોને સમાજની મુખ્યધારા સાથે જોડીને તેમનો વિકાસ કરવા ૨૦ વર્ષ માટે જ્ઞાતિ આધારીત અનામતની જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ આ અનામતની જોગવાઈના કારણે ભરતીય સમાજ વધુને વધુ જ્ઞાતિ જાતીનાં ભેદભાવમાં ઝકાતો ગયો હતો જે સામે મોદી સરકારેચિંતા વ્યકત કરીને બંધારણનો મૂળભૂત હેતુ ગરીબમાં ગરીબને સુરક્ષા આપવાનો છે. તેથી આર્થિક પછાત અનામતની જોગવાઈ કરવામાં આવ્યાનો જવાબ સુપ્રીમ કાષર્ટમાં રજૂ કર્યો છે.
દેશમાં જ્ઞાતિ આધારિત અનામતના બદલે આર્થિક સ્થિતિના આધારે લોકોને અનામતનો લાભ આપવા લાંબા સમયથી માંગ ઉઠવા પામી હતી. જેથી તાજેતરમાં લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારેઆર્થિક પછાત લોકો માટે ૧૦ ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી હતી. જેનાથી દેશમાં અનામતની ટકાવારી ૫૦ ટકાથી વધવુ ના જોઈએ તેવા સુપ્રીમ કોર્ટે ભૂતકાળમાં આપેલી ગાઈડલાઈનનું ભંગ થતુ હોય સુપ્રીમ કોર્ટમાં આ મુદે રીટ થઈ હતી. જેનીગ ઈકાલે જસ્ટીસ એસ.એ. બોબડે, આર સુભાષ અને બી.આર. ગવાઈની ખંડપીઠ સમક્ષ સુનાવણી યોજાઈ હતી જેમાં કેન્દ્ર સરકારે આ મુદે પોતાનો જવાબ રજૂ કર્યો હતો. આ જવાબમાં કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે અનામત પર ૫૦ ટકાની મર્યાદા ખોટી છે. આર્થિક રીતે પછાત લોકોને પણ નોકરીઓ અને શિક્ષણમાં અનામત મેળવવાનો બંધારણીય હકક છે.
આ જવાબમાં મોદી સરકારે આર્થિક પછાત અનામત જોગવાઈનો બચાવ કરતા દલીલ કરી છે. કલ્યાણકારી રાજય હોવાના કારણે સરકારને બંધારણીય રીતે શિક્ષણ પૂરૂ પાડવા પગલા ભરવાની ફરજ પાડે છે. દેશમાં ગરીબી રેખાની નીચે ૨૦ કરોડ લોકો જીવી રહ્યા છે. તેમના ઉત્થાન કરવું તે સરકારની ગૌરવપૂર્ણ ફરજ છે. બંધારણ સૌથી ગરીબ લોકો માટે રડે છે. અને સરકારની ગરીબ લોકોનું રક્ષણ કરવાની ફરજ છે. એર્ટની જનરલે દલીલ કરતા જણાવ્યું હતુ કે ૧૦૩માં બંધારણીય સુધારાની માન્યતાને પડકારની સમુહ અરજીઓનો અમે વિરોધ કરીએ છીએ સંસદે સર્વસંમતિથી આ ખરડાને પસાર કર્યો છે. જે અનામત અંગેના સુપ્રીમ કોર્ટના અગાઉના ચૂકાદાઓનું ઉલ્લંઘન કરતુ નથી.
સુપ્રીમ કોર્ટ કદી અનામતની ટકાવારી ૫૦ ટકા રાખવા ચૂકાદો આપ્યો નથી. જો સરકાર પાસે યોગ્ય કારણો હોય તો તે ૫૦ ટકાથી વધારે અનામતની જોગવાઈ કરી શકે છે. તેમ જણાવીને એટર્ની જનરલે તમિલનાડુમાં રખાયેલા ૬૮ ટકાના અનામતની જોગવાઈનું ઉદાહરણ આપીને જોગવાઈને હાઈકોર્ટ દ્વારા માન્યતા અપાઈ છે. અને હાઈકોર્ટના આ હુકમ સામે સુપ્રીમ કોર્ટે પણ સ્ટે આપ્યો નથી. જોકે ખંડપીઠે જણાવ્યું હતુક ઈન્દ્રાસોવની કેસમાં સુપ્રીમ કોર્ટે બહુમતથી દેશમાં અનામતની જોગવાઈ ૫૦ ટકાથી વધવી ન જોઈએ તેવો હુકમ આપ્યો છે તેનો ફકત અસાધારણ સંજોગોમાં જ ભંગ થઈ શકે છે. ખંડપીઠે સ્પષ્ટ કર્યું હતુ કે અનામતની જોગવાઈ ૫૦ ટકા સુધી જ રાખવી તે હુકમ છે જ.
કેન્દ્ર સરકારે આ કેસને બંધારણીય બેંચ સમક્ષ મોકલવાની અરજીનો પણ વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતુક આ કોઈ મોટો મુદો નથી અને આ મુદે ત્રણ જજોની બેંચ યોગ્ય નિર્ણય લઈ શકે છે. એર્ટની એટલે દાવો કર્યો હતો કે ફકત ઉચ્ચ અને મધ્યમ વર્ગના લોકો જ આર્થિક અનામતની જોગવાઈનો વિરોધ કરી રહ્યા છે. અરજી કરનારાઓનાં વકીલ રાજીવ ધવને દાવો કર્યો હતો કે આ સુધારો ગેરબંધારણીય છે બંધારણમાં આર્થિક દરજજાના આધારે પછાત પણાની કલ્પનાને માન્યતા નથી તેમણે આ કેસને મોટી બેંચ સમક્ષ ચલાવવા માંગ કરી હતી આ દલીલો બાદ સુપ્રીમ કોર્ટે તેનો ચૂકાદો અનામત રાખ્યો હતો. સાથે એમ પણ સ્પષ્ટ કર્યું હતુ કે આ કેસને બંધારણીય બેંચ સમક્ષ મોકલવાનો હુકમ થશે આ કવોટાના અમલીકરણ પણ વચગાળાનો સ્ટે અંગેની દલીલો સાંભળશે.