હાલના ગોચરમાં ચંદ્ર મહારાજ સૂર્ય અને ગુરુ સાથે પ્રતિયુતિમાં છે પૂનમ નજીક આવે ત્યારે સૂર્ય અને ચંદ્ર પ્રતિયુતિમાં હોય છે આ વખતે ગુરુ પણ સૂર્ય સાથે છે જેથી શુભ ગ્રહોના નિર્માણ વચ્ચે ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિ આવી રહી છે સૂર્ય ગુરુ અને ચંદ્રની આ પ્રતિયુતિ હનુમાન જયંતિને વિશેષ બનાવે છે અને આ હનુમાન જયંતિ પર કરવામાં આવેલી સાધના વિશેષ ફળદાયી રહેશે.

આ સમયમાં અવકાશ બાબતે વધુ સંશોધન થાય અને એ મુજબ નાસાનું મૂન મિશન આગળ વધી રહ્યું છે. ગોચર ગ્રહોની વાત કરીએ તો સ્વરાશિ સિંહ થી સૂર્યનું ભ્રમણ આઠમે થાય છે અને માટે જ મીનનો સૂર્ય કેટલીક બાબતોમાં વર્જ્ય ગણવામાં આવે છે જેને આપણે મિનારખ કહીએ છીએ જે આગામી ૧૪ એપ્રિલ સુધી ચાલશે એ પછી સૂર્ય મહારાજ મેષમાં જશે જ્યાં સૂર્ય ઉચ્ચના બને છે.

મંગળના ઘરની મેષ રાશિમાં સૂર્ય સત્તાવાહી રીતે કાર્ય કરી શકે છે અને એક્ટિવ થઇ રાજા અને સેનાપતિ બંને સાથે કાર્ય કરતા જોવા મળે છે એ સમયમાં રાજા અને સેનાપતિ એટલે કે સત્તા અને સેના વચ્ચે તાલમેલ જોવા મળે છે વળી સેનાનો પ્રભાવ જે તે દેશની રાજનીતિમાં વિશેષ જોવા મળશે.

 

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.