રિઝર્વ બેન્ક અને ચૂંટણીપંચના વિરોધ છતાં ‘ચૂંટણી બોન્ડ’ને અપાયેલી મંજૂરી સામે મોદી સરકાર સામે આક્ષેપોનો મારો કરતી કોંગ્રેસ
દેશને આઝાદી અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા કોંગ્રેસનો સમગ્ર દેશના રાજકારણમાં પાંચ દાયકા સુધી દબદબો રહ્યો હતો જે બાદ બદલાયેલી રાજકીય સ્થિતિમાં ભાજપનો ઉદય થયો હતો. હાલમાં સમગ્ર દેશના રાજકારણમાં કોંગ્રેસની પડતી અને ભાજપની ચઢતી જોવા મળી છે. જેથી ‘ઉગતા સૂર્યને સૌ પુજે’ તે ગુજરાતી કહેવત મુજબ પોતાના સ્વાર્થ માટે રાજકીય પક્ષોને ચૂંટણી પંડ આપતી કોર્પોરેટ કંપનીઓ ભાજપને પ્રાધાન્ય આપવા લાગી છે. જેનાથી ભાજપને મળતા ચૂંટણી ફંડમાં જબ્બર વધારો થયો છે. જયારે કોંગ્રેસ તળીયે પહોચી જવા પામી છે. જેથી, કોંગ્રેસને કોર્પોરેટ કંપની પાસેથી મળતુ હવે ‘ચૂંટણી ફંડ’ની દ્રાક્ષ હવે ખાટી લાગવા લાગી છે. ગઈકાલે કોંગ્રેસના રાહુલ સહિતના નેતાઓએ ‘ચૂંટણી ફંડ’નો વિરોધ કર્યો હતો.
કોંગ્રેસે સોમવારે મીડિયામાં ચૂંટણી ફંડ સાથે જોડાયેલા સમાચારોને ટાંકીને આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી ફંડ દ્વારા કાળાનાણાં ભાજપના નેતાઓ સુધી પહોંચી રહ્યાં છે. પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટવીટ કરીને આક્ષેપ કર્યો છે કે, આરબીઆઈને વાંધાઓને અવગણી અને રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ચિંતાઓને નકારી કાઢી ચૂંટણી બોન્ડને મંજૂરી આપવામાં આવી હતી જેથી નાણાં ભાજપ સુધી પહોંચી શકાય. પ્રિયંકાએ વધુમાં કહ્યું, હતું કે, એવું લાગે છે કે કાળા નાણાને સમાપ્ત કરવાના નામે મતદારોએ ભાજપ પસંદ કર્યા હતા. પરંતુ ભાજપે તેનો ખજાનો ભરવા માટે તે પૈસા લીધા છે જે દેશના લોકો સાથે આ એક વિશ્વાસઘાત છે. તેમણે ટાંકેલા મીડિયા સમાચારમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચૂંટણી બોન્ડની સિસ્ટમની સત્તાવાર ઘોષણા પૂર્વે રિઝર્વ બેંકે આ પગલાનો વિરોધ કર્યો હતો.
ભાજપ સરકારની આકરી ઝાટકણી કાઢતા કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ સવાલ ઉઠાવ્યો હતો કે શાસક પક્ષે કહેવું જોઈએ કે ચૂંટણી બોન્ડ દ્વારા કેટલા હજારો કરોડ રૂપિયા મેળવ્યા છે. તેમણે ટ્વિટ કર્યું હતું. આરબીઆઈએ ચૂંટણી બોન્ડનો વિરોધ કર્યો કે તે અનામી દાન અને પૈસાની ગેરવર્તનને વધારશે. હવે મોદી સરકારને કહો કે ચૂંટણીના બોન્ડ કેટલા હજાર કરોડને જારી કરાયા? કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજીવ ગૌડા સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટીના પ્રવક્તા પવન ખેડાએ દાવો કર્યો કે, ચૂંટણી પંચ અને ભારતીય રિઝર્વ બેંક બંનેએ ચૂંટણી બોન્ડ યોજના અંગે ગંભીર વાંધા ઉઠાવ્યા હોવા છતાં સરકારે તેનો અમલ કર્યો જ નહીં પરંતુ પ્રક્રિયાને અટકાવી રાખી અને નાણાં બિલ હેઠળ આ સુધારા અને ચૂંટણીલક્ષી બોન્ડ યોજનાને કાનૂની દરજ્જો આપ્યો. આ રીતે બન્ને સ્વતંત્ર સંસઓની ભૂમિકા બિનજરૂરી બનાવવામાં આવી હતી.
શું કારણ છે કે ચૂંટણીના દાનને પારદર્શક બનાવવા માટે જે યોજના લાવવામાં આવી હતી. બન્ને સ્વતંત્ર સંસઓની દાતાનું નામ ગુપ્ત રાખીને, વિરોધી પક્ષોની બદલોની કાર્યવાહીથી તેને બચાવવાની વાત કરવામાં આવી, ભારતીય જનતા પાર્ટીને તેના દ્વારા મળેલા દાનમાં ૯૫ ટકા રકમ મળી. એવો દાવો કરવામાં આવ્યો છે કે ચૂંટણી બોન્ડની સિસ્ટમની સત્તાવાર ઘોષણા પહેલાં રિઝર્વ બેંકે આ પગલાનો વિરોધ કર્યો હતો. તે પહેલા રાહુલ ગાંધીએ પણ ચૂંટણી બોન્ડને નવા ભારતમાં ભ્રષ્ટાચાર અને ગેરકાનૂની કમિશનના વ્યવસાય સમાન ગણાવીને મોદી સરકારની આકરી ટીકા કરી હતી.