રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી દેશમાં સૌ પ્રથમ આજથી દક્ષિણ ગુજરાતના ધરમપુરથી લોકસભાની ચૂંટણીનો પ્રારંભ કરવા આવી પહોંચ્યા છે. ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી, નરેન્દ્ર મોદી જ્યાં રેલી કરી ચૂક્યા છે ત્યાં હવે આજે ધરમપુરના લાલ ડુંગરીથી રાહુલ ગાંધી 5 લોકસભા મત વિસ્તારને આવરી સભાને સંબોધન કર્યું.
આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા કાશ્મીરા મુંશીએ તેમને સ્ટેજ પર જ ગાલ પર કિસ કરી હતી. રાહુલ પણ અચાનક કિસથી હસવા માંડ્યા હતા. ત્યાર બાદ આ મહિલા નેતાએ રાહુલના ગાલ પણ પકડ્યા હતા. રાહુલ ગાંધીએ આદિવાસી મતદારો ધરાવતા ધરમપુરના લાલડુંગરીથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી.
અહીંથી શરૂ થતો ચૂંટણી પ્રચાર કોંગ્રેસને ફળતો હોવાની માન્યતા છે. ઈન્દીરા ગાંધી અને સોનિયા ગાંધી પણ લોકસભા ચૂંટણી પૂર્વે ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત વલસાડના લાલડુંગરીથી કરતા આવ્યા હતા.