Abtak Media Google News

પાલિકા અને પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપનો દબદબો.

પ્રદેશ ઉપાધ્યક્ષ આઇ.કે.જાડેજાએ સરદાર વલ્લભભાઇ પટેલ વિશે કોંગ્રેસના રાહુલ ગાંધીએ કરેલા અપમાનજનક નિવેદન સામે તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, અખંડ ભારતના શિલ્પી અને વિરાટ પ્રતિભા એવા સરદાર વલ્લભભાઇ પટેલ વિશે વાહિયાત નિવેદનો દ્વારા કોંગ્રેસે ફરી એક વખત ગુજરાત અને સમગ્ર દેશની પ્રતિભાને નુકશાન પહોંચાડ્યુ છે. ગુજરાતમાં સરદાર પટેલની વિશ્વની સૌી ઉંચી પ્રતિમા બનાવવાનો સંકલ્પ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યો હતો તે પ્રતિમા આજે પૂર્ણતાને આરે છે.

ત્યારે કોઇપણ પ્રકારના અભ્યાસ વગર એક અલગ પ્રકારની વિકૃત માનસિકતા ધરાવતા રાહુલ ગાંધી વિરાટ પ્રતિભા ધરાવતાં સમગ્ર દેશ અને ગુજરાતનું ગૌરવ એવા સરદાર વલ્લભભાઇ પટેલને ચીનના જુતા સો સરખાવે ત્યારે તેની સરદાર પટેલ વિરોધી અને ગુજરાત વિરોધી માનસિકતા ફરી એક વખત છતી ઇ છે. કોંગ્રેસે હરહંમેશ સરદાર પટેલને અપમાનિત કર્યા છે.

જાડેજાએ જણાવ્યુ હતુ કે, સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌી ઉંચી પ્રતિમા બનાવવા માટે વિશ્વ કક્ષાના ઇજનેરો દ્વારા તેની સ્ટ્રક્ચર ડિઝાઇન બનાવવામાં આવી છે. તેના બાંધકામ અને મટીરીયલ્સ માટે પણ વૈશ્વિક ટેન્ડર્સ બહાર પાડવામાં આવેલ હતા.

પ્રતિમા બનાવવામાં સમગ્ર ભારતમાં ખેડૂતોના ખેતઓજારોના લોખંડના ટુકડાનો ઉપયોગ યો છે. સો -સો સદીઓ સુધી પ્રતિમા ટકી રહે તેવી મજબૂતી માટે તેમાં વિશ્વકક્ષાનું મટીરીયલ્સ વાપરવામાં આવેલ છે. ત્યારે આ પ્રતિમાના નિર્માણને આવકારવાને બદલે જુઠ્ઠાણાં ફેલાવવાનાં માસ્ટર એવા રાહુલ ગાંધી ફરી એક વખત જુઠ્ઠાણાંઓ ફેલાવી વાહિયાત નિવેદનો દ્વારા ગુજરાત અને દેશની જનતાનું હળાહળ અપમાન કરી રહ્યા છે.

કોંગ્રેસ અને રાહુલ ગાંધી ગુજરાતની જનતાની માફી માંગે. કોંગ્રેસે હંમેશા ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કર્યું છે, અગવણના કરી છે. આવનારી ચૂંટણીઓમાં ગુજરાતની જનતા કોંગ્રેસને જડબાતોડ જવાબ આપશે.

૨૦૧૭ બાદ સનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભાજપાનો દબદબો યાવત રહ્યો છે. મોરબી નગરપાલિકાની પેટા ચૂંટણીના જાહેર યેલા પરિણામોમાં ભાજપાનો ભવ્ય વિજય યો છે. કુલ ૧૨ બેઠકોમાંી ૧૧ બેઠકોના જાહેર યેલા પરિણામોમાં ૬ બેઠકો પર ભાજપાનો વિજય યો છે.

તે ઉપરાંત ૧ બેઠક પર ભાજપા સર્મતિ ઉમેદવારનો વિજય યો છે. જ્યારે કોંગ્રેસ ૮ માંી હવે માત્ર ૩ સીટ પર પહોંચી ગઇ છે. આમ, હવે મોરબી નગરપાલિકામાં ફરીી ભાજપાનું શાસન બનશે તે પ્રકારનો જનાદેશ આપવા બદલ મોરબીની જનતા તા કાર્યકર્તાઓને આભાર સો અભિનંદન આપતાં હર્ષની લાગણી અનુભવીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.