પંજાબમાં વડાપ્રધાન મોદીએ ખેડૂત રેલી સંબોધી શીખ સમુદાય દરેક જગ્યાએ પ્રેરણા આપે છે
જયારી લઘુતમ ટેકાના ભાવ વધાર્યા છે ત્યારી કોંગ્રેસની ઉંઘ હરામ થઈ ગઈ હોવાનો પ્રહાર વડાપ્રધાન મોદીએ પંજાબમાં જંગી ખેડૂત રેલી સંબોધતી વખતે કહ્યું હતું. મોદીએ આ રેલીનું સંબોધન પંજાબી ભાષામાં કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, શિખ સમુદાય દરેક ક્ષેત્રે પ્રેરક્ષા આપી રહ્યો છે.
૨૦૧૯ની લોકસભા ચૂંટણી ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ હવે કમર કસી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકાર હવે સીધી સામાન્ય જનતા સાથે જોડાઇ રહી છે. પીએમ મોદીએ આજે પંજાબના મલોટમાં ખેડૂત રેલીને સંબોધન કર્યું. વડાપ્રધાને તેમના સંબોધનની શરૂઆત પંજાબી ભાષામાં કરી. મોદીએ કહ્યું કે શીખ સમુદાય આજે સરહદની રક્ષા હોય કે પછી ખાદ્યસુરક્ષા, દરેક જગ્યાએ પ્રેરણા આપી છે. પંજાબે હંમેશાં પોતાના પહેલા દેશ માટે વિચાર્યું છે. છેલ્લાં ૪ વર્ષમાં ઘણીવાર પંજાબ આવ્યો છું અને લોકોને મળ્યો છું.
મોદીએ કહ્યું કે, છેલ્લા ૪ વર્ષોમાં ખેડૂતોએ દેશને અન્નભંડારથી ભરી દીધો છે. ઘઊં-ધાન-ખાંડ-કપાસ-દાળ દરેકમાં ખેડૂતોએ ઉત્પાદનના રેકોર્ડ તોડી નાખ્યા છે. છેલ્લાં ૪ વર્ષોમાં જે રીતે દેશના ખેડૂતોએ વિક્રમી ઉત્પાદન કરીને અન્ન ભંડારોને ભર્યા છે તેના માટે હું દેશના ખેડૂતોને નમન કરું છું. છેલ્લાં ૭૦ વર્ષોમાં જે પાર્ટી પર ખેડૂતોએ ભરોસો કર્યો હતો, તે પાર્ટીએ ખેડૂતોને સન્માન ન આપ્યું. આ દરમિયાન ફક્ત એક પરિવારની ચિંતા કરવામાં આવી.
તમામ પ્રકારની સુવિધાઓ ફક્ત એક પરિવારને આપવામાં આવી અને તેમના માટે જ કામ કરવામાં આવ્યું. ખેડૂતોની મહેનતને અવગણી નાખવામાં આવી હતી. કોંગ્રસે ખેડૂતોને ફક્ત દગો આપવાનું કામ કર્યું છે, પરંતુ જ્યારથી અમારી સરકાર આવી છે ત્યારથી અમે ખેડૂતો અને યુવાનોનું ધ્યાન રાખ્યું છે અને તેમને કરેલા વચનો પૂરાં કર્યા છે. ૪૦ વર્ષ સુધી કોંગ્રેસની વન રેંક વન પેન્શન લાગુ કરવાની હિંમત ન હતી, પરંતુ અમે કર્યું. અમારી સરકારે પાકના ખર્ચ કરતા દોઢગણી એમએસપી કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. જ્યારથી એમએસપી વધારી છે ત્યારથી કોંગ્રેસને ઊંઘ નથી આવતી.