બાબા સાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મજયંતી નિમિતે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ નિમિતે રાજુ ધ્રુવે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજય સરકારોએ નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ડો.બાબા સાહેબ આંબેડકરને પુરતુ સન્માન આપ્યું છે. જન્મજયંતી નિમિતે આજે દેશભરમાં ભાજપના નેતાગણથી લઈને કાર્યકર્તાઓ સુધીની દરેક વ્યકિતએ ડો.બાબાસાહેબને ભાવભરી અંજલી આપીએ છીએ. પ્રતિમાને હારતોરા કરી કેક કાપીને ડો.બાબાસાહેબની જન્મજયંતીની ગૌરવભેર ઉજવણી કરીએ છીએ.
રાજુ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે ડો.બાબા સાહેબને જીવતે-જીવ ભયંકર અન્યાય કર્યો છે અને આજે કોંગ્રેસ મગર મચ્છના આંસુ સારી રહી છે. કોંગ્રેસે ડો.બાબા સાહેબને અન્યાય કરવામાં કોઈ કસર છોડી ન હતી. ડો.બાબા સાહેબે કાયદાના ઉંડા અભ્યાસુ અને નિષ્ણાંત હોવા છતાં જવાહરલાલ નહે‚ની કોંગ્રેસ સરકારે સામાન્ય ખાતુ આપીને એમની ઘોર અવગણના કરી હતી. નહે‚ જયારે વિદેશનાં પ્રવાસે હોય ત્યારે અગત્યનાં પોર્ટફોલિયો કયારેય બાબા સાહેબને સોંપવામાં આવતા નહીં. એમનું ડો.બાબા સાહેબને પણ દુ:ખ હતું અને એમની આ લાગણી એમને વખતો વખત વ્યકત પણ કરી હતી.
ડો.બાબા સાહેબની ૩૦૦ પાનામાં લખાયેલી એમની બુકમાં ખાસ કરીને કોંગ્રેસ દ્વારા એમને કરવામાં આવેલા અન્યાયની વાતો વર્ણવી છે. ડો.શ્યામાપ્રસાદ મુખરજી અને સરદાર પટેલનાં નિધન બાદ ડો.બાબા સાહેબનું મન ખિન્ન થઈ ગયું હતું. નહે‚નું પોતાના તરફનું ઓરમાર્યું વર્તન જાણીને એમણે રાજીનામું આપી દીધું હતું. આ રાજીનામામાં આપવામાં આવેલા પાંચ કારણોમાં મુખ્યત્વે એમણે કોંગ્રેસને કસુરવાર ઠેરવી હતી. જેમાં વડાપ્રધાન જવાહરલાલ નહે‚ અને કોંગ્રેસે પોતાને અન્યાય કર્યો છે. એમની માનહાની કરી છે. તેમજ એમની અવહેલના કરવામાં આવી છે જેવા કારણોસર મેં રાજીનામું આપે છે તેવું સ્પષ્ટ દર્શાવ્યું હતું.
નાગપુર પાસેના ભંડારામાંથી ડો.બાબા સાહેબ જયારે ચુંટણી લડયા ત્યારે કોંગ્રેસે નહે‚ના કહેવાથી ડો.આંબેડકરને હટાવવામાં કોઈ કસર છોડી ન હતી અને આ બાબતનો ડો.બાબા સાહેબને ઉંડો આઘાત લાગ્યો હતો. એમના શબ્દોમાં કહીએ તો એમણે ખુબ પીડા-વેદના બેઠી હતી. ડો.આંબેડકરની આઝાદીની લડતમાં ભૂમિકા અને એમનો ફાળો અનન્ય હતો. દેશની એકતા, અખંડિતતા અને સામાજીક સમરસતા સ્થાપવા એમના ફાળાને જોતા કોંગ્રેસે એમના જીવતા જીવે ભારત રત્નથી નવાજવા જોઈએ પણ નહે‚, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની સરકારો સુધી એ અંગે દુર્લક્ષય સેવવામાં આવ્યું. પક્ષ જયારે બીજેપીનાં ટેકાથી વી.પી.સિંઘની સરકાર બની ત્યારે અડવાણી અને અટલ બિહારી બાજપાઈના આગ્રહથી ડો.આંબેડકરને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા.
કોંગ્રેસ આજે કયા મોઢે ભાજપે ડો.બાબા સાહેબની અવગણના કરી છે એવી વાતો કરે છે એમ પુછીને રાજુ ધ્રુવે કોંગ્રેસને સણસણતો સવાલ પુછયો હતો કે કોંગ્રેસ ડો.આંબેડકરને કેમ કયારેય કોઈ ઉચ્ચપદ આપીને તેનું સન્માન ન જાળવી શકી ? કોંગ્રેસે બાબા સાહેબને દુ:ખ પહોંચાડી એમનું મૃત્યુ પણ બગાડયું અને ભારત રત્ન ન આપીને એમના મૃત્યુનો મલાજો ન જાળવી શકી. ડો.આંબેડકરની હંમેશા એ પીડા રહી કે મારી પ્રતિભાને કોંગ્રેસે અવગણી છે. જો એમને યોગ્ય માન-સન્માન અપાયું હોત તો તેઓ ખિન્ન ન થયા હોત અને ઘણુ વધુ જીવ્યા હોત અને તો આજે ભારતમાં દલિતોની પરિસ્થિતિ વધુ સારી હોત.
નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર તેમજ ગુજરાતની ‚પાણી સરકારે હંમેશા ડો.બાબા સાહેબને સન્માનિત કર્યા છે. જે સમાજ લોકશાહીમાં સારા ફળ ચાખવાથી વંચિત રહ્યો છે તે તમામ સારા ફળ દલિત સમાજ ચાખી શકે એ માટે બીજેપી હંમેશા કાર્યરત છે
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,