હાર્દિક પટેલ સહિત 18 લોકો વિરૂદ્ધ કેસ પાછા ખેંચાશે
હાર્દિકના પટેલ સહિત રામોલમાં નોંધાયેલ ફરિયાદને પાછી ખેંચવામાં આવશે. ત્યારે એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે સરકાર અને હાર્દિક વચ્ચેનો સંઘર્ષ જાણે તૂટી ગયો છે. પાટીદાર અનામત આંદોલન બાદ થયેલા વિવિધ કેસોને પરત ખેંચવા અંગે સરકારે કોર્ટમાં અરજીઓ કરી હતી. જેમાં હાર્દિક પટેલ અને અન્ય 18 સામે રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસ પરત ખેંચવા અંગે સરકારની રિવિઝન અરજીને સેશન્સ કોર્ટે મંજૂર કરી છે. અગાઉ 25મી એપ્રિલના રોજ આ કેસ પાછો ખેંચવાની સરકારની અરજીને મેટ્રો કોર્ટ દ્વારા ફગાવવામાં આવી હતી. બીજી તરફ જે રીતે કેસ પાછા ખેંચવામાં આવી રહ્યા છે જેને ધ્યાને લઇ હવે હાર્દિક પટેલ સામે માત્ર રાજદ્રોહનો એક કેસ પેન્ડિંગ છે.
પાટીદાર અનામત આંદોલન સમયે રામોલ પોલીસ સ્ટેશન તોડફોડ અને રાયોટિંગના ગુના સંદર્ભે હાર્દિક પટેલ અને અન્ય આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. થોડા સમય પહેલા જ સરકારે આ કેસો પરત લેવા માટે અરજી કરી હતી જોકે મેટ્રો કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી જેની સામે રાજ્ય સરકારે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેને સેશન્સ કોર્ટે માન્ય રાખી છે. કેસ પરત ખેંચવા માટે જજે જણાવ્યું હતું કે સેશન કોર્ટમાં ટ્રાયબલ કેસ કે જે પાટીદાર અનામત આંદોલનને સંલગ્ન છે તે પરત ખેંચવામાં આવેલા હતા ત્યારે હાર્દિક વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો તે કોઈ ગંભીર ન હોવાથી તે તમામ કેસ પાછા ખેંચી લેવાશે.
બીજી તરફ પાટીદાર અનામત આંદોલન પતે જે પણ મિલકતો અને નુકસાન પહોંચી છે તે પણ મિલકત કેન્દ્ર સરકાર હસ્તક ડી ન હતી જેથી રાજ્ય સરકાર હાર્દિક પટેલ સહિત 18 અન્ય વિરુદ્ધ જે સી.આર.પી.સી એક્શન 321 હેઠળ જે કેસ દાખલ કરવામાં આવ્યો હતો તેને પણ પરત ખેંચશે. 2015 માં જે ગુજરાત રાજ્યમાં હુંલડો થયા હતા તેમાં 537 જેટલી ફ્રી ફાયર દર્જ કરવામાં આવેલી છે અને આશરે 44.5 કરોડ જેટલી મિલકતોને નુકસાન પણ પહોંચ્યું છે તમે 15 લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા હતા.