વિદેશી રોકાણ છેલ્લા છ મહિનાની ટોચે પહોંચ્યું : માર્કેટમાં પોઝિટિવ અસર
ભારતીય અર્થતંત્ર હાલ સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર છે. જેથી વિદેશી રોકાણકારો વિદેશી રોકાણકારો ભારતીય બજાર ઉપર વિશ્વાસ મૂકી રહ્યા છે. જેને પરિણામે મેં મહિનામાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં અધધધ 37 હજાર કરોડ ઠાલવ્યા છે.
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ મે મહિનામાં અત્યાર સુધીમાં ભારતીય શેરબજારમાં રૂ. 37,316 કરોડનું રોકાણ કર્યું છે. છેલ્લા છ મહિનામાં વિદેશી રોકાણકારો દ્વારા શેરોમાં આ સૌથી વધુ રોકાણ છે. અગાઉ, નવેમ્બર 2022 માં, તેણે શેર્સમાં 36,239 કરોડ રૂપિયાનું ચોખ્ખું રોકાણ કર્યું હતું. ડિપોઝિટરી ડેટા અનુસાર, વિદેશી રોકાણકારોએ 2 થી 26 મે દરમિયાન ભારતીય શેરોમાં ચોખ્ખું રૂ. 37,317 કરોડનું રોકાણ કર્યું છે. મજબૂત મેક્રોઇકોનોમિક ફંડામેન્ટલ્સ અને શેરોના વાજબી મૂલ્યાંકનના કારણે ભારતીય બજારો તરફ રોકાણકારોનું આકર્ષણ વધ્યું છે.
ડિપોઝિટરી ડેટા અનુસાર, વિદેશી રોકાણકારોએ 2 થી 26 મેં દરમિયાન ભારતીય શેરોમાં 37,317 કરોડ રૂપિયાનું ચોખ્ખું રોકાણ કર્યું છે. અગાઉ, તેણે એપ્રિલમાં શેરમાં રૂ. 11,630 કરોડ અને માર્ચમાં રૂ. 7,936 કરોડનું રોકાણ કર્યું હતું. માર્ચના રોકાણમાં મુખ્ય ફાળો યુએસના જીક્યુજી પાર્ટનર્સનો હતો, જેમણે અદાણી જૂથની કંપનીઓમાં રોકાણ કર્યું હતું. જો જીક્યુજીના રોકાણને બાકાત રાખવામાં આવે તો માર્ચનો આંકડો પણ નેગેટિવ થઈ જશે. આ સિવાય આ વર્ષના પ્રથમ બે મહિનામાં એફપીઆઈએ શેરમાંથી રૂ. 34,000 કરોડથી વધુ ઉપાડી લીધા હતા.
સ્ટોક્સ ઉપરાંત, વિદેશી રોકાણકારોએ મે મહિનામાં અત્યાર સુધીમાં ડેટ અથવા બોન્ડ માર્કેટમાં રૂ. 1,432 કરોડનું રોકાણ કર્યું છે. આ સાથે, 2023 માં અત્યાર સુધીમાં, FPIs એ ભારતીય શેરોમાં ચોખ્ખી રૂ. 22,737 કરોડનું રોકાણ કર્યું છે.