- સામાકાંઠા વિસ્તારમાં 3 યુવકો દ્વારા વૃદ્ધને છરીના ઘા મારી હ-ત્યા કરાઈ હતી
- પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ
- ત્રણે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સટ્રકશન કરાવાયું
મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થી વૃદ્ધની તેમની જ ઓફિસના કમ્પાઉન્ડમાં છરીના આડેધડ ઘા મારી હત્યા નિપજાવવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ગત તા 15માર્ચના રોજ મોડી રાત્રીના બનેલ હત્યાના બનાવમાં ટ્રાન્સપોર્ટની ઓફિસની ગેલેરીમાં સુવા આવેલ 3 યુવકોને સુવાની ના પાડતા એકદમ ઉશ્કેરાયેલ ત્રણ પૈકી બે વ્યક્તિએ વૃદ્ધને પકડી રાખી જ્યારે અન્ય એક ઈસમ દ્વારા છરીના આડેધડ ઘા ઝીકી વૃદ્ધની હત્યા નિપજાવી હતી, હાલ મૃતકના દીકરા દ્વારા હત્યારા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી અને ત્રણે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સટ્રકશન કરવામાં આવ્યું હતું. તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સામાકાંઠા વિસ્તારમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થી વૃદ્ધની તેમની જ ઓફિસના કમ્પાઉન્ડમાં છરીના આડેધડ ઘા મારી હત્યા નિપજાવવામાં આવી હતી.ગત તા ૧૫/૦૩ ના રોજ મોડી રાત્રીના બનેલ હત્યાના બનાવમાં ટ્રાન્સપોર્ટની ઓફિસની ગેલેરીમાં સુવા આવેલ ત્રણ યુવકોને સુવાની ના પાડતા એકદમ ઉશ્કેરાયેલ ત્રણ પૈકી બે વ્યક્તિએ વૃદ્ધને પકડી રાખી જ્યારે અન્ય એક ઈસમ દ્વારા છરીના આડેધડ ઘા ઝીકી વૃદ્ધની નિર્મમ હત્યા નિપજાવી હતી, હાલ મૃતકના દીકરા દ્વારા હત્યારા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી અને સમગ્ર ઘટનાનું રિકન્સટ્રકશન કરાવી કાર્યવાહી હાથ ધરી છે.
ચકચારી હત્યાના બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આનંદનગર હનુમાનજીના મંદિર પાછળ રહેતા સંદીપગીરી જેઠીગીરી ગોસાઈ ઉવ.૩૪ કે જેઓની જય અમરનાથ રોડવેઝ ,શિવશક્તિ રોડવેઝ નામની ટ્રાન્સપોર્ટ ઓફીસ ત્રાજપર ચોકડી નજીક ભગવતી ચેમ્બરમાં આવેલી છે, તેઓએ ઉપરોક્ત હત્યાના આરોપી મુસ્તાક ઉર્ફે કાળો મીયાણા (રહે.ખીરઈ ગામ તા.માળીયા(મી), જાકિર સંધી (રહે.મોરબી) તથા ઇકબાલ જેડા (રહે.મોરબી) વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે તા.૧૫/૦૩ના રોજ રાત્રીના ૧૧:૩૦ વાગ્યાની આસપાસ ફરીયાદીના પિતા જેઠીગીરી અમલગીરી ગોસાઈ (ઉવ.૬૫) એ ઉપરોક્ત ત્રણેય આરોપીઓને ઓફીસની ગેલેરીમા સુવાની ના પાડતા,એકદમ ઉશ્કેરાયેલ ત્રણેય આરોપીઓને સારું નહી લાગતા જેનો ખાર રાખી,ત્રણેય આરોપીઓએ એકસંપ કરી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા જેઠીગીરીને આરોપી જાકિર સંધી અને ઇકબાલ જેડાએ પકડી રાખી તે દરમિયાન આરોપી મુસ્તાક ઉર્ફે કાળો એ પોતાની પાસે રહેલ છરી વડે જેઠીગીરીના પેટના ભાગે આડેધડ છરી વડે ઘા મારી દેતા જેઠીગીરીની કરપીણ હત્યા નિપજાવી ત્રણેય હત્યારાઓ સ્થળ ઉપરથી નાસી ગયા હતા. હાલ,બી ડિવિઝન પોલીસે મૃતકના દીકરાની ફરિયાદને આધારે ત્રણેય હત્યારા આરોપીને ઝડપી પાડ્યા હતા બાદમાં પોલીસે ત્રણે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ અને લઈ રીતે હત્યાના બનાવને અંજામ આપ્યો તે ઘટનાનું રિકન્સટ્રકશન કરવામાં આવ્યું હતું અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણે આરોપીઓ છેલ્લા બે ત્રણ દિવસથી અહીંયા સૂવા આવતા હતા પરંતુ આ વ્યક્તિઓ દરરોજ સુવા આવવા લાગતા મૃતકે ત્રણે અહીં ન સુવા આવવા જણાવ્યું હતું જે આરોપીઓને સારું નહીં લાગતા વૃદ્ધની હત્યા નિપજાવી હતી.
અહેવાલ: ઋષિ મહેતા