નાશવંત પ્રોડક્ટનું કાર્ગો હેન્ડલ કરતી ગુજરાત એગ્રો લિમિટેડ કંપની ટેન્ડર રીન્યુ અને સેફટી લાયસન્સ મેળવવાના નિષ્ફળ જતા છેલ્લા 2 મહિનાથી બંધ
ગુજરાત એગ્રો લિમિટેડ એટલે કે જીએએલ દ્વારા સંચાલિત એર કાર્ગો સેન્ટર છેલ્લા બે મહિનાથી બંધ હોવાથી, ફાર્મા સહિતના ક્ષેત્રોન નિકાસકારોની હાલત કફોડી બની ગઈ છે. હવે તેઓને આ કંપનીનો વિકલ્પ શોધવામાં વધુ ખર્ચ સહન કરવો પડી રહ્યો છે.
જીએએલ એ એકમાત્ર સ્થાનિક એર કાર્ગો સેન્ટર છે જે નાશવંત માલની નિકાસની સુવિધા આપે છે. કોન્ટ્રાક્ટ રિન્યુઅલ અને સેફટી લાયસન્સના મુદ્દાઓને કારણે તે બંધ થયું છે. હવે નાશવંત ફાર્મા કાર્ગો ક્ધસાઇનમેન્ટ વાયા મુંબઈથી નિકાસ કરવામાં ઉદ્યોગોને વધારાનો 30% ખર્ચ ભોગવવો પડે છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી પાસેથી ટેન્ડર રિન્યુ કરવામાં અને સુરક્ષા મંજૂરી મેળવવામાં નિષ્ફળ જવાને કારણે જીએએલની કાર્ગો કામગીરી જૂનના મધ્યમાં બંધ થઈ ગઈ હતી.
ગુજરાતમાંથી મોટાભાગની ફાર્મા નિકાસ જીએએલ કાર્ગો સેન્ટર દ્વારા હેન્ડલ કરવામાં આવતી હતી. જો કે, તેના અચાનક અને લાંબા સમય સુધી બંધ થવાથી કાર્ગો મુંબઈ તરફ વાળવામાં આવ્યો, જેનાથી માત્ર નિકાસના ટર્નઅરાઉન્ડ ટાઈમમાં દસ દિવસનો વધારો થયો નથી પણ શિપમેન્ટ ખર્ચમાં પણ વધારો થયો છે. નાશવંત કાર્ગોની જરૂરિયાત તાપમાન-નિયંત્રિત વાતાવરણમાં સંગ્રહિત કરવામાં આવે છે અને આ વેરહાઉસિંગ ખર્ચમાં વધારો કરે છે, તેમ એક નિકાસકારે જણાવ્યું હતું.
એર કાર્ગો શિપમેન્ટનું સંચાલન કરતા નિકાસકારો અને કસ્ટમ બ્રોકર્સે પણ રીફર વાહનો – તાપમાન-નિયંત્રિત ટ્રક કે જે ફાર્મા પ્રોડક્ટ્સ, ડેરી, શાકભાજી અને ફળો સહિત નાશવંત માલસામાનનું પરિવહન કરે છે તેની બિન-ઉપલબ્ધતા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
અમદાવાદમાં ઓછા રીફર વાહનો તૈનાત છે કારણ કે મોટા ભાગની શિપમેન્ટ મુંબઈથી થાય છે. પરિણામે, અમારે બેથી ત્રણ દિવસ અગાઉથી બુકિંગ કરાવવું પડશે. વધુમાં, આ વાહનોના ઓપરેટરો મર્યાદિત માંગને કારણે વધુ ચાર્જ લે છે, એક કસ્ટમ બ્રોકરે જણાવ્યું હતું. જીએએલ એર કાર્ગો સેન્ટરે 1-15 જૂન સુધીમાં લગભગ 760 ટન કાર્ગોનું સંચાલન કર્યું હતું. “અન્ય બે કાર્ગો કેન્દ્રો – એક ગુજરાત રાજ્ય નિકાસ નિગમ દ્વારા સંચાલિત લિમિટેડ અને અદાણી જે અન્ય નાશવંત કાર્ગો હેન્ડલ કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ નથી. તેથી, સામાન્ય શિપમેન્ટ તેમના દ્વારા રૂટ કરવામાં આવે છે,કસ્ટમ બ્રોકરે સમજાવ્યું.
માલવાહક વિમાનોના કાફલાનું કદ ઘટાડવું અને કાર્ગોની ઉપલબ્ધતા ન હોવાને કારણે કામગીરી રદ કરવી એ નિકાસકારો માટે બીજી ચિંતાનો વિષય છે. જીએએલ -સંચાલિત કાર્ગો સેન્ટર અમદાવાદમાંથી દર મહિને અંદાજિત 1,500 ટન નાશવંત કાર્ગોનું સંચાલન કરે છે. કંપનીએ પહેલેથી જ 21 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી બિડ આમંત્રિત કરીને એક ટેન્ડર બહાર પાડ્યું છે. ટેકનિકલ બિડ 22 ઓગસ્ટે ખોલવામાં આવશે અને 24 ઓગસ્ટે કિંમતની બિડ કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે જીએસઇસી અને અદાણી ઉપરાંત કાર્ગો સર્વિસિસ સેન્ટર પાસે બિડ સબમિટ કરવામાં રસ દાખવ્યો.
જો કે, હિસ્સેદારોએ હાલની કામગીરી એજન્સીને લાભ આપતા ટેન્ડર અંગે ચિંતા વ્યક્ત કરી છે, કારણ કે અન્ય બિડર્સને ટેન્ડર આપવામાં આવ્યા બાદ નિયમનકારી મંજૂરી મેળવવા માટે સમય આપવામાં આવ્યો નથી.
ઉદ્યોગો વાયા મુંબઇ નિકાસ કરતા થયા, જેનાથી 30% ખર્ચ સાથે સમય પણ વધ્યો
ગુજરાતનું એકમાત્ર નાશવંત પ્રોડક્ટનું કાર્ગો હેન્ડલ કરતું જીએએલનું સેન્ટર બંધ થવાથી ઉદ્યોગોને વાયા મુંબઇ નિકાસ કરવાની ફરજ પડી છે. જેને કારણે ખર્ચમાં 30 ટકા સુધીનો વધારો થયો છે. આ ઉપરાંત વધારાના 10 દિવસનો સમય પણ લાગે છે. જો આ સેન્ટર હજુ બંધ હાલતમાં જ રહેશે તો ગુજરાતની ફાર્મા, ફળ, શાકભાજી અને ડેરી પ્રોડક્ટ સહિતની વસ્તુઓની નિકાસમાં મોટો ફટકો પડવાનો છે.