પ્રથમ ક્વાર્ટરમાં ફક્ત ચાર જ મેઇન બોર્ડ આઈ.પી.ઓ આવ્યા: એસ.એમ.ઈ.ના 39 જ આઈ.પી.ઓ.

અદાણી એન્ટરપ્રાઇઝના એફ.પી.ઓ. કેન્સલ થયા પછી પ્રાયમરી માર્કેટની હાલત ખુબ ખરાબ થઈ છે. 20000 કરોડનો એફ.પી.ઓ. કેન્સલ થવાથી બજારનું સેન્ટીમેન્ટ તળીયે પહોંચ્યું છે. એક જમાનામાં રોજના ચાર -ચાર આઈ.પી.ઓ. આવતા હતા જે હવે ક્વાટરના ચાર જ થતા રોકાણકારો સ્તબ્ધ છે. 1994થી લઈને 1997 સુધી આશરે દરરોજ ચાર આઈ. .પી.ઓ.બજારમાં આવતા હતા.

જોકે એસ.એમ.ઈ. આઈપીઓનું પ્રમાણ વધતું જતું બજારમાં જોવા મળી રહ્યું છે. પરંતુ એસ.એમ.ઈ.આઈપીઓની સાઈઝ  નાની હોય છે. અને તેમા અનેક્ગણા ભરણા પણ થતા હોય છે. આવી પરિસ્થિતિ માં એલોટમેન્ટ ની શક્યતા નાહીવત્ રહે છે. બીજી બાજુ સેક્ધડરી માર્કેટની હાલત પણ ખાસ્ કાંઈ સારી નથી. રોકડાના શેરોનો ભાવો ઘણા તૂટી ગયા છે. રોકડાના શેરોનું વોલ્યૂમ પણ ખુબજ ઘટી ગયું છે. સામે એફ એન્ડ ઓ ના વોલ્યૂમ માં તીવ્ર ઉચાળો બજારમાં જોવા મળી રહ્યો છે.

વ્યાજદરો માં થઈ રહેલા સતત વધારા ના કારણે બજાર પર નેગેટિવ અસર જોવા મળી રહી છે. ઉપરાંત વિદેશી નાણાકીય સંસ્થાઓ પણ ભારતીય શેરબજાર માં સતત વેચવાલ છે. ફક્ત માર્ચ સુધીમાં જ વિદેશી નાણાકીય સંસ્થાઓએ આશરે 50000 કરોડના શેરો નું વેચાણ કર્યું છે જોકે ડોમેસ્ટીક નાણાકીય સંસ્થાઓએ 80000 કરોડના શેરોની આશરે ખરીદી કરી છે.

તાજેતર માં ઓપ્શન સેલિંગ પર એસ ટી ટી માં પણ સરકાર દ્વારા આશરે 23% નો વધારો જાહેર કરાયો છે. એટલેકે ઓપ્શન સેલિંગ પણ મોંઘુ થયું છે. હાલમાં વોલ્યૂમ ફક્ત્ ફ્યુચર એન્ડ ઓપ્શન સેગમેન્ટ માજ વધારે થાય છે. ખાસ કરીને ઓપ્શન માં જ વોલ્યૂમ વધતું જાય છે. આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા એસ ટી ટી એટલેકે સેક્યુરિટીઝ્ ટ્રાન્સેકશન ટેક્ષ નો વધારો ઓપ્શન ટ્રેડર્સ પર નવો બોજો આવશે. વૈશ્વિક શેરબજારોમાં પણ મંદી નું વાતાવરણ છે. તેની અસર પણ ભારતીય શેર બજારમાં જોવા મળી રહી છે.

ઊંચા વેલ્યુએશન પણ બજારમાં તેજી ન થવાનુ એક કારણ છે. જોકે બજાર ઘણું ઘટી ગયું છે અને હવે વેલ્યુએશન પણ વ્યાજબી થતું જાય છે. એટલે નજીકના દિવસોમાં વેલ્યુ બાઈંગ આવવાની પુરી શક્યતા જોવાઈ રહી છે. આગામી સમય માં આવી રહેલી રાજ્યોની ધારાસભાની ચૂંટણીઓ પણ બજાર પર અસર કરી શકે છે.

ખાસ કરીને કર્ણાટક રાજ્યની ધારાસભા ની ચૂંટણી ના પરિણામો મે મહિનામાં જાહેર થશે અને આ વર્ષે હજુ ઘણા બધા રાજ્યોની ધારાસભા ની ચૂંટણીઓ થશે જેની અસર પણ બજાર પર પડશે. મે મહિના પછી ચોમાસાને લઈને આવનારા સમાચારો પણ શેરબજાર માટે મહત્વના રહેશે. ચોમાસુ સારું જવાનિ આગાહી પણ બજારમાં તેજીનું કારણ બની શકે છે.

શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણી ના જણાવ્યા અનુસાર જ્યા સુધી ફુગાવો અંકુશમાં નહી આવે અને વ્યાજદરો નો વધારો અટકશે નહી ત્યા સુધી બજાર માં તેજી આવવાની શક્યતા નહિવત છે – ઓછી છે. પરંતુ હવે વ્યાજદરો ના વધારાની સાયકલ હવે અટકશે કદાચ હજુ 25 બાત નો વ્યાજદદરો મા વધારો આવનારી આર. બી. આઈ. ની પોલિસી માં જોવા મળશે જે કદાચ છેલ્લો વધારો હોય શકે છે.

શેરબાજરમાં નાણાકીય વર્ષ 2024 ના બીજા ક્વાટર થી તેજી થવાની પુરી શક્યતા છે. પ્રાયમરી માર્કેટ પણ એપ્રિલ – મે મહિનામાં ફરી ધમધમ્મતું થવાની શક્યતા છે. અને એપ્રિલ મે મહિનામાં મેઇનબોર્ડ ના પણ ઘણા આઈપીઓ આવશે તેમ શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.