ડિસ્ટ્રીકટ રૂરલ ક્રિકેટ એસોસિએશન જાળવણીમાં ઉણુ ઉતર્યુ

ક્રિકેટના ઈતિહાસમાં પોરબંદરનું નામ પણ અંકિત થયેલુ છે. ભારતીય ટેસ્ટ ક્રિકેટના પ્રથમ કપ્તાન રહેલા પોરબંદરના રાજવી નટવરિસહળએ પોરબંદર ખાતે રાજ્યની પ્રથમ ક્રિકેટની તાલીમ આપતી દુલીપ ક્રિકેટ સ્કુલની શરુઆત કરી હતી. આશરે 7પ વર્ષ જુના આ ઐતિહાસિક દુલીપ સ્કૂલની હાલ જર્જરિત હાલત છે ત્યારે ડીસ્ટ્રીકટ રૂરલ ક્રિકેટ એસોસિએશન તેની જાળવણીમાં ઉણું ઉતર્યું હોય તેવું જણાઈ રહ્રાું છે.

પોરબંદરના પ્રજાવત્સલ મહારાણા નટવરિસહળ ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના પ્રથમ કપ્તાન પણ રહી ચુક્યા છે. પોરબંદરના ઉભરતા યુવા ક્રિકેટરોને પ્લેટફોર્મ મળી રહે તેવા ધ્યેય સાથે રેલ્વે સ્ટેશન રોડ પર તારીખ 7 જુન 1947 ના રોજ દુલીપ ક્રિકેટ સ્કુલનુ મહારાણા નટવરિસહળના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આશરે 7પ વર્ષ જુના આ દુલીપ ક્રિકેટ સ્કુલનુ સંચાલન હાલમાં ડીસ્ટ્રીકટ રૂરલ ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવી રહ્યુ છે. અહી દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ પણ આવેલુ છે. જે ગ્રાઉન્ડનું છે.

થોડા વષર્ોથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે. પોરબંદરના આ દુલીપ ક્રિકેટ સ્કુલમાં 1પ0 થી વધુ બાળકો ક્રીકેટની તાલીમ મેળવી લઇ રહ્યા છે.  ડિસ્ટ્રીક રૂરલ ક્રિકેટ એસોસિએશન દ્વારા સરકારની પે એન્ડ પ્લે યોજના અંતર્ગત  પાંચસો રૂપિયા જેવી ફી લઇ અહી બાળકોને ક્રિકેટની તાલીમ આપવામાં આવી રહી છે. દુલીપ ક્રિકેટ સ્કુલ પોરબંદર માટે ઐતિહાસિક ધરોહર સમાન હોવા છતાં અહી જાળવણીનો અભાવ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત જરુરી સુવિધાઓની ઉણપ હોવાનું સામે આવી રહ્યું છે. બાળકોને સિમેન્ટની વિકેટમાં પ્રેક્ટિસ કરવી પડે છે. ક્રિકેટ સ્ટેડિયમમાં સિન્થેટિક સફર્ેસ સહિતની સુવિધા ઉભી કરવા પ્રેક્ટિસ માટે આવતા ખેલાડીઓએ માંગ કરી રહ્યા છે. અહી  પ્રેક્ટિસ માટે નેટ તૂટેલી હાલતમાં જોવા મળે છે અને ટર્ફ વિકેટ બિસ્માર બનેલી નજરે ચડે છે. આ સ્કૂલ ખાતે  ક્રિકેટની પ્રેક્ટિસ માટેની જારીઓ તૂટેલી હાલતમાં નજરે ચડે છે અને ટર્ફ વિકેટ બિસ્માર બની છે તેમજ ઠેરઠેર ઘાસ ઊગી નીકળ્યું છે. પૂરતી સુવિધા નથી જેથી યુવાનોને તાલીમ અને પ્રેક્ટિસ કરવામાં મુશ્કેલી પડે છે.

આથી આ સ્કૂલ ખાતે ક્રિકેટ પ્રેક્ટિસ માટે તૂટેલી જારીઓ નવી નાખવામાં આવે અને જ્યા જારી નથી ત્યાં નવી જારી મુકવામાં આવે ઉપરાંત ટર્ફ વિકેટ નું યોગ્ય સમારકામ કરી ઘાસ ને દૂર કરી સ્વચ્છ બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. જેથી અહી ક્રિકેટની તાલીમ લેવા આવતા ખેલાડીઓને યોગ્ય તાલીમ મળે અને તેઓ આગળ વધી શકે. આટલા વષર્ો પૂવર્ે પણ આધુનિક સુવિધાઓ અને ટેકનીકને ધ્યાને રાખી બનાવવામાં આવેલ દુલીપ ક્રિકેટ સ્કુલની ગણના એશિયામાં બેસ્ટ ક્રિકેટ સ્કુલ તરીકે થાય છે ત્યારે આ ઐતિહાસિક સ્કુલને ફરીથી તે જ માન સન્માન મળે તે માટે અહી જરૂરી તમામ સમારકામ સહિતની સુવિધાઓ ઉભી કરવા માટે ક્રિકેટ પ્રેમીઓ માંગ કરી રહ્યા છે. યુવા ક્રિકેટરોને તાલીમ આપતી દુલીપ ક્રિકેટ સ્કુલને આજે 7પ વર્ષથી વધુ સમય થયો છે ત્યારે સરકાર દ્વારા આ સ્કુલને જરુરી સુવિધાઓથી સ કરવામાં આવે તે જરુરી છે.

આ સ્કુલમાથી ટ્રેનીગ લઇ પોરબંદરના જયદેવ ઉનડકટ સહિતના અનેક ક્રિકેટરો આગળ વધ્યા છે. ત્યારે આગામી સમયમાં પણ સ્થાનિક પ્રતિભાસંપન્ના ખેલાડીઓને યોગ્ય મળી રહે અને ભવિષ્યમાં તેઓ એક સારા ક્રિકેટર તરીકે  આગળ વધી ગાંધીભુમીનું નામ પણ રોશન કરે. આ સ્કૂલ ખાતે ક્રિકેટ ક્ષેત્ર્ો યુવાનો પોતાની કારકિદર્ીનું  ઘડતર કરી શકે તે માટે  નટવરિસહળ ક્રિકેટ હોસ્ટેલ પણ છે. આ હોસ્ટેલ ખાતે રહેવા જમવાની વ્યવસ્થા હતી અને યુવાનો હોસ્ટેલમાં રહીને અભ્યાસ સાથે ક્રિકેટની પ્રેક્ટિસ કરતા હતા. અનેક યુવાનો અહીથી પ્રેક્ટિસ કરીનેક્રિકેટ ક્ષેત્ર્ો ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કયુઁ છે. પરંતુ કોરોના સમયમાં ક્રિકેટ હોસ્ટેલ બંધ કરવામાં આવી હતી અને ત્યારથી હાલ સુધી પણ આ ક્રિકેટ હોસ્ટેલ શરૂ કરવામાં આવી નથી. કોરોના સંક્રમણ રહ્યું નથી ત્યારે બહારગામથી આવતા યુવાનો કે જેઓ ક્રિકેટ ક્ષેત્ર્ો આગળ વધવું છે તેવા યુવાનો માટે ફરીથી આ હોસ્ટેલ શરૂ કરવી જોઈએ તેવી માંગ પણ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.