‘વેસ્ટમાંથી બેસ્ટ’ બનાવેલી બસો ફરી બની ગઈ ‘વેસ્ટ’
વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલી બસો ફરી વેસ્ટ બનવા તરફકચ્છના નાના રણ માટે સવા બે કરોડના ખર્ચે તૈયાર કરાયેલી રણ બસશાળાઓ ભંગાર હાલતમાં, તંત્રએ કહ્યું- અમારા ધ્યાનમાં જ છે.
કચ્છના નાના રણ માટે રૂ. 2.25 કરોડના ખર્ચે શિક્ષણ વિભાગે ત્રણેક વર્ષ અગાઉ બનાવેલી 30 રણ બસશાળાઓ ભંગાર હાલતમાં હોવાની અત્યંત ચોકાવનારી હકીકત સામે આવી છે. એન્જિન વગરની આ બસ શાળાઓ દર વર્ષે ચોમાસામાં રણમાં પાણી આવી જતા પાછી ગામમાં ટોર્ચન કરીને લાવવામાં આવે છે. જેમાં કેટલીક બસોના પગથિયાં જ તૂટી ગયા છે, તો કેટલીક બસોના પગથિયાં જ ગાયબ છે. જ્યારે કેટલીક રણ બસશાળા તો ભંગાર હાલતમાં પડેલી જોવા મળી છે.
આજથી ત્રણેક વર્ષ અગાઉ રણમાં અગરિયા ભુલકાઓ માટેની ’સ્કુલ ઓન વ્હીલ્સ’ બનાવવામાં આવી હતી. આ રણ બસ શાળામાં ડીશ એન્ટીનાની સાથે એલસીડી ટેલિવિઝન લગાવાયું હતુ. જેને રણમાં એન્ટીનાની પોઝીશન સેટ કરી સેટેલાઇટ સાથે કનેક્ટ કરી વંદે ગુજરાતની બધી ચેનલો બતાવવામાં આવી હતી. જે ભાસ્કચાર્ય ઇન્સ્ટિટ્યુટ મારફતે ટેલિકાસ્ટ થાય છે. જેમાં ધોરણ 1થી 8 ધોરણના સિલેબસને વિડીયો લેક્ચર અને ગ્રાફિક્સ દ્વારા ’ટીચર વગરની સ્કુલ’ની જેમ ભણાવવામાં આવતી હતી. આ બધુ અગરિયા ભુલકાઓ રણ બેઠા ક્રિએટીવલી ભણતા હતા.
વધુમાં આ રણ બસ શાળામાં બસની નીચેની સાઇડમાં ડીઝલની ટાંકી પાસે એક મોટું ખાનુ બનાવી એમાં સીન્ટેક્સની ચોરસ ટાંકી ફીટ કરી અગરિયા ભુલકાઓને પીવાના પાણી માટે એમાં નળ પણ મુકવામાં આવ્યા હતા. આ રણ બસ શાળામાં 18થી 24 ભુલકાઓ બેસી શકે એવી વ્યવસ્થા સાથે બન્ને સાઇડ 4-4 મળી કુલ 8 પંખા અને 6 એલઇડી લાઇટ મુકવામાં આવી હતી. અને બસની ઉપર 300-300 વોટની 5 સોલાર પેનલો લગાવવામાં આવી હતી. જેનાથી રણમાં આખો દિવસ આ રણ બસ શાળાના તમામ પંખા, લાઇટ અને ટેલિવિઝન ચાલુ રાખવા પુરતી વિજળી મળી શકે. આ રણ બસ શાળામાં એક મોટું ગ્રીન બોર્ડ અને કુલ 6 સોફ્ટ બોર્ડ કે જેમાં અગરિયા ભુલકાઓએ દોરેલા ચિત્રો અને પેઇન્ટિંગ પણ લગાવી શકાય.
આ રણ બસ શાળાની અંદર ઘડીયા, સાદા દાખલા સહિત અગરિયા ભુલકાઓને ઉપયોગી એવા વિવિધ ચાર્ટ પણ લગાવેલા હતા. આ રણ બસ શાળામાં કાચની બારીની જગ્યાએ લોઅર્સ લગાવેલા હતા. જેનાથી રણમાં પવન અને તડકાને ઉપર નીચે કરીને ક્ધટ્રોલ કરી શકાય છે. બસની અંદર વૃક્ષો અને કાર્ટુન મૂકી સુંદર રીતે ડેકોરેટ પણ કરવામાં આવી હતી. અંદાજે સવા બે કરોડના ખર્ચે બનેલી આ 30 રણ બસ શાળાની બહાર આઇન્સ્ટાઇન, બેડમિંટન ચેમ્પિયન સાનિયા નહેવાલ, બોક્સીંગ ચેમ્પિયન મેરીકોમ અને સ્વામી વિવેકાનંદ જેવી પ્રેરણા મૂર્તિના ફોટા અને કોટ પણ મુકવામાં આવ્યા હતા. બસની પાછળના ભાગમાં અગરિયા ભુલકાઓને બસમાં ચઢવા માટેની સીડી પણ એડજેસ્ટેબલ છે જે ધક્કો મારો તો અંદરની સાઇડ જતી રહે અને ખેંચો તો બહારની સાઇડ નીકળી જાય એ રીતની મુકવામાં આવી હતી.
આ તમામ બસો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને એસ.ટી.કોર્પોરેશને આપી હતી. અને જેને મોડીફાય કરવાનો ખર્ચ ઇન્ડસ્ટ્રીઝ કમિશનરના એમ્પાવર્ડ કમિટીના બજેટમાંથી સર્વ શિક્ષા અભિયાને કર્યો હતો. તત્કાલીન શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા આ રણ બસશાળાનું જાત નિરીક્ષણ કર્યા બાદ આ બસને ગાંધીનગર સર્વ શિક્ષા અભિયાનમાં લોક દર્શને મુક્યા બાદ રણમાં લઇ જવામાં આવી હતી.
કચ્છના નાના રણ માટે રૂ. 2.25 કરોડના ખર્ચે શિક્ષણ વિભાગે ત્રણેક વર્ષ અગાઉ બનાવેલી 30 રણ બસશાળાઓ ભંગાર હાલતમાં હોવાની અત્યંત ચોકાવનારી હકીકત સામે આવી છે. એન્જિન વગરની આ બસ શાળાઓ દર વર્ષે ચોમાસામાં રણમાં પાણી આવી જતા પાછી ગામમાં ટોર્ચન કરીને લાવવામાં આવે છે. જેમાં કેટલીક બસોના પગથિયાં જ તૂટી ગયા છે, તો કેટલીક બસોના પગથિયાં જ ગાયબ છે. જ્યારે કેટલીક રણ બસશાળા તો ભંગાર હાલતમાં પડેલી જોવા મળી છે.
સર્વ શિક્ષા અભિયાનના સુરેન્દ્રનગર જિલ્લા કોઓર્ડીનેટર પુનાભાઈ વકાતરે જણાવ્યું કે, રણમાં મુખ્યત્વે અગરિયાઓ દ્વારા મીઠું પકવવાનું કામ થાય છે. એટલે રણમાં ખારાસના કારણે આ સમસ્યા સર્જાય છે. અને બસો રિપેરિંગનું કામ અમારા ધ્યાનમાં જ છે. રણમાં આ બસ શાળા જાય એ પહેલા એના પગથિયાં રિપેરિંગ સહીતનું તમામ કામ કરી લેવામાં આવશે.