બસ સ્ટેન્ડમાં આવેલા શૌચાલયોને તાળા લાગ્યા: રખડતા ઢોરોના ત્રાસથી લોકો પરેશાન: 10 શિડયુલની બસો બંધ કરાતા મુસાફરો પરેશાન

આશરે 60 દિવસ પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સુરેન્દ્રનગરના 8.88 કરોડના ખર્ચે બનેલા બસ સ્ટેન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું છે પરંતુ આ બસ સ્ટેન્ડમાં ગેર વહીવટના કારણે અ-સુવિધા ઉભી થઈ છે ત્યારે બસ સ્ટેન્ડમાં બસોના અભાવના પગલે 2 દિવસમાં 20 થી વધુ રૂટની બસો બંધ કરવામાં આવી છે.અને 2 મહિના પહેલા લોકાર્પણ કરવામાં આવેલ બસ સ્ટેન્ડમાં રખડતા ઢોરોનો પણ આંતક – રખડતા ઢોર પૂછપરછ અને રિઝર્વેશન બારી સુધી પહોંચી ગયા ગયા છે.

અધિકારીઓના ગેર-વહીવટ થી 5 હજાર થી વધુ પેસેન્જરો પરેશાન હોવાનો આક્ષેપ કોંગ્રેસ પ્રમુખ ગીરીરાજસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના એસટી બસ સ્ટેન્ડમાંથી રોજની 61 સિડ્યુલ પૈકી 51 સિડ્યુલ શરૂ રાખવામાં આવ્યા અન્ય જે શિડ્યુલની બસો છે તે બંધ કરી નાખવામાં આવી છે જેને લઇને રોજબરોજ મુસાફરી કરતા નોકરિયાત તથા વિદ્યાર્થીઓ પરેશાન બન્યા છે આ ઉપરાંત સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં પીવાના પાણી વેચાતું લેવામાં આવી રહ્યું છે જેની પાછળ એસ.ટી વિભાવ 51 હજારનો ખર્ચ પ્રતિ માસ કરી રહી છે.

બીજી તરફ જો નગરપાલિકા દ્વારા પાણીની લાઈન લઇ લેવામાં આવે તો આ 51 હજાર રૂપિયાનો ખર્ચ પ્રતિ મહિને બચી શકે તેમ છે. ત્યારે સુરેન્દ્રનગર ના એસટી ડેપોના શૌચાલયને પણ તાળા લગાવી દેવામાં આવ્યા છે. ત્યારે રાત્રિ દરમિયાન સુરેન્દ્રનગરના એસટી ડેપોમાં રખડતા ઢોર ઇન્કવાયરી તેમજ રિઝર્વેશન ઓફિસમાં પહોંચી જતા હોય તેવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર એસટી ડેપોના ગેર વહીવટ ના કારણે બે મહિના પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવેલા બસ સ્ટેન્ડની હાલત કફોડી બની છે.

જેને લઇને પેસેન્જર અને રોજબરોજ અપડાઉન કરતા નોકરીયાત તેમજ મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે આ બાબતે યોગ્ય વહીવટ કરવામાં આવે અને એસટી વિભાગની સુવિધા પૂરતા પ્રમાણમાં મુસાફરોને મળી રહે તેવી માંગણી કરવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર એસટી ડેપોના મુખ્ય અધિકારીઓનો અણગટ વહીવટના પગલે મુસાફરોને ભારે હાલાકી પડતી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે ઉલ્લેખનીય છે કે આ મામલે ઉચ્ચતર કક્ષાના અધિકારીઓ તપાસ હાથ ધરી અને પેસેન્જરોની સુવિધામાં વધારો થાય તેવા પ્રકારના પ્રયાસો હાથ ધરે તેવી માંગણી કરવામાં આવી છે.

બસ સ્ટેન્ડમાં પાણીની પરબમાં 1700 રૂપિયાના રોજ ખાનગી ટેન્કરથી પાણી નાખવામાં આવી રહ્યું છે: એસ.ટી.ને મહિનેં 51 હજારની ખોટ  

એસટી બસ સ્ટેન્ડમાં પાણીની પરબમાં પેસેન્જરોને ચોખ્ખું પીવાનું પાણી મળી રહે તે માટે સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડ ના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા દરરોજના 1700 રૂપિયાના ખર્ચે ખાનગી પાણીના ટેન્કરો નખાવામાં આવી રહ્યા છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં 8.88 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ પીવાના પાણીની લાઈન મૂકવામાં આવી નથી અને નગરપાલિકા પણ બસ સ્ટેન્ડમાં પીવાના પાણી માટેના ટેન્કરો પૂરા પાડતી ન હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ માટે એસટી બસ સ્ટેન્ડના જે અધિકારીઓ છે તેમને ખાનગી ટેન્કર ચાલકો પાસેથી વેચાતું પાણી લેવું પડી રહ્યું છે જેની પાછળ સુરેન્દ્રનગર એસટી વિભાગ રોજનો 1,700 નો ખર્ચ કરે છે ત્યારે દર મહિને 51 હજાર રૂપિયા નો વેચાતું પાણી પેસેન્જર માટે એસટી વિભાગ ખરીદી કરે છે ત્યારે આ મુદ્દે પાલિકા તથા જિલ્લા કલેકટર સાથે વાતચીત કરી અને પાણીની પાઇપલાઇન બસ સ્ટેન્ડમાં નાખી આપવામાં આવે તો દર મહિને 51 હજાર રૂપિયાનો ખર્ચ એસટી વિભાગ બચત કરી શકે તેવી પરિસ્થિતિ છે.

બસ સ્ટેન્ડમાં 61 પૈકી 51 શિડ્યુલની બસ ચાલુ-10  શિડ્યુલ  બસ ન હોવાના કારણે બંધ 

સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડમાં સમગ્ર દિવસ દરમિયાન અલગ અલગ ગામડાઓ તેમજ અલગ અલગ જગ્યાઓ ઉપર 61 શિડ્યુલ માં બસો દોડાવવામાં આવી રહી છે પરંતુ હાલમાં જ સુરેન્દ્રનગર એસટી ડેપોની બસોને સર્વિસ માટે તેમજ બસોમાં ખામી સર્જવાના કારણે 10 જેટલા શિડ્યુલ એસટી વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારે આ શિડયુલ  પેસેન્જર નોકરીયાત વર્ગ વિદ્યાર્થીઓ રોજ અવરજવર કરતા હોય છે તેવા પ્રકારના જ શિડ્યુલ બંધ કરી દેવામાં આવતા હાલમાં પેસેન્જરમાં પણ શોકની લાગણી વ્યાપી જવા પામી છે જોકે આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે ત્યારે રજૂઆત દરમિયાન પેસેન્જરના જણાવી દેવામાં આવ્યું છે કે બસો ન હોવાના કારણે બંધ કરવામાં આવ્યા છે રીપેરીંગ માંથી બસો આવી જાય ત્યારબાદ તમામ શિડયુલ ફરીથી ચાલુ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.