રખડતા ઢોર માટે ધાસચારાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી
સોમનાથ મા કોરોના વાયરસની મહામારી ના લીધે સોમનાથ આવતા યાત્રિકો ની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે ત્યારે અહીં મોટી સંખ્યામાં ગાય અને આખાલા ઓ રખડતા હોય છે તેઓ ને સોમનાથ દર્શન આવતા યાત્રિકો ધાસછારા આપતા હોય છે પણ આ વર્ષે માર્ચ મહિનામાંથી લોકડાઉન થયેલ હતુ અને મંદિર ના દરવાજા પણ યાત્રિકો માટે બંધ થઈ ગયેલ હતા ત્યારે સોમનાથ ની સામાજિક સંસ્થાઓ દ્વારા રખડતી ગાયો ને ધાસચારો આપવામાં આવતો હતો પણ હાલમાં મંદિર યાત્રિકો માટે ખુલવામા આવેલ છે પણ શ્રાવણ મહિના બાદ સોમનાથ આવતા યાત્રિકો મા ધરખમ ધટાડો થતા રખડતા ઢોર મુશ્કેલીમાં મુકાયા છે અને સોમનાથ આવતા જુથ સંખ્યા ના યાત્રિકો આગળ પાછળ રખડતી ગાય અને ખુંટીયા રખડી રહ્યા છે તો આ રખડતા ઢોર રોડ વચ્ચે યુદ્ધ પણ કરતા નજરે પડી રહ્યા છે છેલ્લા ધણા સમયથી આ ગાય અને આખાલાઓ ને ધાસચારો મળતો ન હોવાથી આખો દિવસ કંઇક ખાવા માટે મળી રહે તેવો પ્રયત્ન આ ગાય અને આખલાઓ કરતા હોય છે ત્યારે આ રખડતા ઢોર ને ધાસછારા મળે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.