જૈન ધર્મ સ્થાનકોમાં પ્રવચન, આલોચના અને પ્રતિક્રમણનાં આયોજનો
ઠેર ઠેર મિચ્છામી દુક્કડમના નાદ ગુંજશે, ક્ષમાનું આદાન-પ્રદાન કરાશે
પર્વાધિરાજ પર્યુષણનું કાલે સમાપન થનાર છે. ત્યારે ભકિતભાવ સાથે કાલલે સવંત્સરી મહાપર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સવંત્સરી પર્વ નિમિતે જૈન ધર્મ સ્થાનકોમાં પ્રવચન, આલોચના અને પ્રતિક્રમણના આયોજનો કરવામાં આવ્યા છે. ઠેર ઠેર મિચ્છામી દુકડમના નાદ સાંભળવા મળશે. જૈનો ક્ષમાનું આદાન પ્રદાન કરી હળવા ફૂલ બનશે.
જૈન સાહિત્યકાર મનોજભાઈ ડેલીવાળાએ જણાવ્યું કે, સવંતસરી – ક્ષમાના આ મહા પવેના દિવસે ચોતરફ વાતાવરણ આનંદ અને ઉલ્લાસભર્યુ દ્રષ્ટિગોચર થાય છે.ક્ષમાની આપ – લે કરવાથી પરમ સુખ અને શાંતિનો અનુભવ થાય છે. માત્ર જૈન ધમે જ નહીં પરંતુ જગતના દરેક ધર્મો ક્ષમાને અદભૂત મહત્વ આપે છે.ચાલ્સ ગ્રીસ વોક્ડ નામના ચિંતકે ” ફરગીવનેસ અ ફિલોસોફીકલ એકસ્પોએશન ” એટલે કે કોઈને માફ કરી દેવામાં કેટલા લાભો છે તે પુસ્તકમાં આલેખ્યું છે.” ધ હિલીંગ હાટે ” નામના પુસ્તકના લેખક નોમેન કઝીન્સનું માનવું છે કે વેરભાવના રાખવાથી શરીરમાં હ્ર્દય રોગના હુમલા આવે છે તેમજ અનેક રોગ આવે છે.એનાથી ઉલ્ટુ ક્ષમાનો ગુણ જે લોકોએ અપનાવ્યો તો ઘણા લોકોના બ્લડ પ્રેસર ઓછા થયેલા.
એક ડોકટરે કહ્યું કે શરીરમાં મોટા ભાગના રોગો વેર વૃતિ અને ઝઘડાને કારણે થાય છે. મનની અંદરની શાંતી ક્ષમા ભાવથી મળે છે આવું ફ્રેન્ચ નવલ કથાકાર એન્ટુ મોરઈસે કહેલું. નેલસન મંડેલાની ક્ષમા અદભૂત હતી. ભૂલ થઈ જવી સરળ છે પરંતુ ક્ષમા આપવી કે માંગવી તે દિવ્ય ગુણ છે. ચીની ફિલસૂફે કહેલું તમે કોઈને માફ કરો ત્યારે તમારામાં એક નવી દિવ્ય ચેતના જાગે છે. નવી શકિત આવે છે. વેર રાખવું એ નબળો માણસ પુરવાર થવા જેવું છે, જયારે માફી આપવી તે બહાદુર માણસોનું કામ છે તેમ મહાત્મા ગાંધીજી કહેતાં. “ક્ષમા વીરસ્ય ભૂષણમ્ ” ક્ષમાને વીરોનું આભૂષણ કહેવાયું છે.
ક્ષમા શકિતમાનને શોભે. દૂબેળ વ્યક્તિનો માફીનો કોઈ અથે નથી.જયારે સમથે વ્યક્તિ કોઈ દુબેળ વ્યક્તિ પાસે પોતાની ભૂલની ક્ષમા માંગે ત્યારે ધમે સોળે કળાએ ખીલી ઊઠે છે.અરે ! દેવો પણ દુંદુભી વગાડવા અને પુષ્પ વૃષ્ટિ કરવા થનગને છે. એટલે જ તો ગજસુકુમાર મુનિની ક્ષમાની અંતગડ સૂત્રમાં નોંધ લેવાણી.તેવી જ રીતે રાજા પરદેશીને પોતાની જ પત્નીએ ભોજનમાં ઝેર આપ્યું છતાં રાજાએ ક્ષમા ધારણ કરી અને એટલે જ તો એક આખું આગમ શ્રી રાયપસેણીય સૂત્ર રાજા પરદેશીના નામે લખાણું. ક્ષમા માંગવી એ નબળાઈ નહીં પણ તાકાત છે.” ધ વન મિનિટ એપોલોજી ” નામના પુસ્તકમાં લેખક કેન બ્લેન્યાડે લખે છે કે પોતાની ભૂલ સુધારવામાં અથવા કોઈને ક્ષમા આપવામાં માત્ર એક મિનિટનો જ સમય લાગે છે પણ બહુ ઓછા લોકો આ આદત કેળવી શકે છે.
પર્યુષણ પર્વ ચાલી રહ્યો છે જેનાં છઠ્ઠા દિવસે રાજકોટના જાગનાથ દેરાસરમાં મહાવીર પ્રભુની યાચના માટે હજારો જૈનો અને જૈનેતરો ઉમટી પડયા હતા ઉપરાંત પ્રભુને ચાંદીનો વરખ, સોનાનો વરખ, હિરા અને માણેકની આંગી કરવામાં આવી હતી આંગી દર્શનનો લાભ બહોળા પ્રમાણમાં લોકોએ લીધો હતો.
અક્ષર માર્ગ પર આવેલા પંચવટી દેરાસર ખાતે પર્યુષણ પર્વની ઉજવણી નિમિતે ભાવભેર રીતે સિમંધર સ્વામી ભગવાનને વરખ, બાદલો અને મોતીની આંગી કરવામાં આવી હતી અને દેરાસરમાં ફૂલોની રંગોળી અને રોશની વડે દેરાસરને સજાવામાં આવ્યુંં છે. સાંજે ભકતો માટે ભકિત સંગીત અને પ્રતિક્રમણનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
શહેરના યુનિવર્સિટી રોડ પાસે આવેલા સંખેશ્ર્વર પાર્શ્ર્વનાથ દેરાસરમાં પર્યુષણ પર્વની ઉજવણી અંતર્ગત ભગવાનને વાસ્કેપ પર વેલવેટનાં ફૂલ, બેસ પટ્ટી અને બાદલોથી આંગી કરવામાં આવી હતી. સાથોસાથ ભગવાન સંખેશ્ર્વર પાર્શ્ર્વનાથને મુગટથી સજાવામાં આવ્યા હતા સાથે દેરાસર પર રોશનીથી શણગારવામાં આવ્યું હતુ વિણાબેન પ્રવિણચંદ્ર પટાણી આંગીના લાભાર્થી રહ્યા હતા.