દેશના વંચિત અને નબળા સમુદાયોના જીવનને સુધારવાની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડની કામગીરીની સરાહના
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડે કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સીબિલિટા પહેલ અને ખાસ કરીને તેની સી.એસ.આર. કંપની રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા પરિવર્તનશીલ કાર્યોને કારણે ૨૦૧૭ માટેનો ગોલ્ડન પીકોક એવોર્ડ જીત્યો છે. રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીના સક્ષમ નેતૃત્વ હેઠળ આર.એફ. ભારતના ૧૩,૫૦૦ ગામો અને ૭૪ શહેરી વિસ્તારોને આવરી લઈને ૧૫૦ લાખ લોકોના જીવનમાં પરીવર્તન લાવ્યું છે. ભારતની સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટીસ અરિજિત પસાયતની ચેરમેનશીપ હેઠળની એવોર્ડ જયુરીએ આર.આઈ.એલ.ની પસંદગી કરી હતી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે છેલ્લા ૪૦ વર્ષમાં મહત્વપૂર્ણ સીમાચિહ્નો સર કર્યા છે અને નોંધપાત્ર પ્રગતિ કરી છે. છેલ્લા બે દાયકા કરતા વધારે સમયથી કંપની સમયાંતરે ઉદભવતી જ‚રીયાતો અનુસારના સામાજિક વિકાસ માટેના અભિગમ સાથેની માનવીય પ્રવૃતિઓ થકી સામાજિક મૂલ્યોનું સર્જન કરવામાં વિશ્ર્વાસ ધરાવે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડના વિઝન, મિશન અને મૂલ્યોને અનુરૂપ તમામ લોકો માટે સામાજિક મૂલ્યોને મહતમ બનાવવા માટે આર.એફ.પ્રતિબંધ છે. આર.એફ.નું વિઝન આપણા દેશના બહુમુખી વિકાસ પડકારોનો ઉકેલ લાવવા માટે સર્વસમાવેશી મોડલ બનાવીને સર્વગ્રાહી ભારત બનાવવાનું અને સામુહિક આંકાક્ષાઓમાં પ્રદાન આપવાનું છે.
ભારતના સૌથી વંચિત અને નબળા સમુદાયોના જીવનમાં સુધારો લાવવા માટે આર.આઈ.એલ.પ્રતિબઘ્ધ છે. આર.આઈ.એલની તમામ સી.એસ.આર. પ્રવૃતિઓ ત્રણ મુખ્ય પ્રતિબઘ્ધતાઓ વ્યાપરૂ અસર અને સાતત્યપૂર્ણતાથી માર્ગદર્શિત છે. આર.આઈ.એલ.ની સી.એસ.આર. પહેલો વિવિધ સામાજિક પડકારો પર ધ્યાન કેન્દ્રીત કરે છે અને વધારે મજબુત અને સર્વગ્રાહી ભારત માટે વધારે સારી ગુણવતા ધરાવતા જીવન અને આજીવિકા આપવાનો ધ્યેય રાખે છે. તેની પ્રતિબઘ્ધતા અને વિચારધારાને યથાર્થ બનાવવા રિલાયન્સએ તેની સી.એસ.આર. પહેલોના અમલીકરણ માટે ત્રણ પઘ્ધતિઓ અપનાવી છે. જેથી તેનો મહતમ લાભ જરૂરીયાત ધરાવતા લોકોને મળી રહે.
ગોલ્ડન પીકોક જયુરી દ્વારા ખાસ ધ્યાનમાં લેવાયેલો આર.આઈ.એલ.નો એક સામાજિક પ્રોજેકટ પાણી અને ખોરાકની સુરક્ષા માટેની દરમિયાનગીરીથી ખેડુતોના જીવન પર સકારાત્મક અસર પેદા કરવાનો ઉદેશ્ય ધરાવે છે. ગ્રામીણ પરીવર્તન પહેલ હેઠળ, રિલાયન્સ ભારત-ઈન્ડિયા જોડો (બી.આઈ.જે.) કાર્યક્રમનું અમલીકરણ કરી રહી છે. જે નાના અને સીમાંત ખેડુતો સાથે કામ કરીને તેમના જીવનની ગુણવતા અને આજિવિકામાં સુધારો કરે છે અને ખેતીને મુખ્ય પસંદગીનો વ્યવસાય બનાવે છે. આ કાર્યક્રમની પાયાની શકિત એ છે કે તે ગ્રામીણ સમુદાયોનું સશકિતકરણ કરે છે અને તેમને ગ્રામીણ વિકાસ માટેના વ્યુહના સહ-નિર્માણ માટે પ્રવૃત બનાવે છે. આ કાર્યક્રમ એવી રીતે ઘડવામાં આવ્યો છે કે સાતત્યપૂર્ણતા તેનું મહત્વનું ઘટક બની રહ્યું છે.
લગભગ ૨૫ વર્ષ પહેલા શ‚ કરવામાં આવેલા ગોલ્ડન પીકોક એવોર્ડસ સ્થાનિક અને વિશ્ર્વ કક્ષાએ શ્રેષ્ઠતાનો હોલમાર્ક બની ગયા છે. ગોલ્ડ પીકોક એવોર્ડ મેળવેલી પ્રતિષ્ઠા અને સ્વીકૃતિ ઉધોગજગતમાં અન્ય કોઈ એવોર્ડ મેળવી નથી અને તેની જ દર વર્ષે તેને વિવિધ શ્રેણીમાં એવોર્ડ માટે ૧૦૦૦થી વધારે અરજીઓ મળે છે. આ એવોર્ડ માટેની અરજીઓની ચકાસણી સ્વતંત્ર મૂલ્યાંકનકારો દ્વારા ત્રણ સ્તરે થયા બાદ જયુરી અંતિમ નિર્ણય લે છે.