ગોલ્ડન જયુબિલી પ્રસંગે આઈસીએસઆઈના ચેરમેન સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
નવરાત્રી પુરી થયાને ઘણા દિવસો થઈ ગયા છે પરંતુ હજુ રાજકોટમાં રાસ-ગરબાનું આયોજન યથાવત છે ત્યારે રાજકોટ ચેપ્ટર્સ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા દ્વારા કાલાવડ રોડ સ્થિર રંગોલી પાર્ક ખાતે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ ચેપ્ટર્સ કંપની સેક્રેટરીના ૧૫૦ જેટલા સભ્યો અને વિદ્યાર્થીઓ હાજર રહી મન મુકી ઝુમ્યા હતા. દર વર્ષે રાજકોટમાં આઈસીએસઆઈ દ્વારા રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે અને ખાસ આ વર્ષે ઈન્સ્ટિટયૂટને ૫૦ વર્ષ પૂર્ણ થયા છે તો ગોલ્ડન જયુબલી તરીકે વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં રાજકોટ ચેપ્ટર્સ કંપની સેક્રેટરીના ચેરમેન પારસ વિરમગામા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં બધાએ સાથે ભોજન પણ લીધુ હતું.રાજકોટ ચેપ્ટર્સ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડીયાના ચેરમેન પારસ વિરમગામાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારી સાથે ૧૫૦ જેટલા કંપની સેક્રેટરી મેમ્બર અને ૨૦૦૦ જેટલા કંપની સેક્રેટરી વિદ્યાર્થીઓ જોડાયેલા છે. દર વર્ષે નવરાત્રી બાદ ડાંડીયાનું આયોજન કરીએ છે. આ વખતે ઈન્સ્ટીટયૂટને ૫૦ વર્ષ પર્ણ થયા છે તો ગોલ્ડન જયુબલી વર્ષ આ આખુ વર્ષ ઉજવશું. અમારી મેઈન એકટીવીટી, સેમીનાર દ્વારા સેબી એકટ વિષયક જ્ઞાન ફેલાવાનું કામ છે. ખેલૈયાને ખુબ જ આનંદ થયો લોકો ખુબ જ ઉત્સાહ પૂર્વક રમ્યા.મારવાડી શેર એન્ડ ફાઈનાન્સ લી.ના કર્મચારી ધ્વનિ વિઠલાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પારસભાઈની ટીમે રાજકોટમાં ડાંડીયા રાસનું આયોજન કર્યું છે તેવી એક તાજગી મળે તેના માટે ભેગા થયા છીએ. નવરાત્રી નિમિતે રઘુવંશીમાં રમવા જતા પરંતુ અહીં રમવાનો આનંદ જ અનેરો છે. રાજકોટ ચેપ્ટર્સ સાથે જોડાયેલ કલ્પેશ રાંચએ જણાવ્યું હતું કે, હું ૨૦૦૧થી આ કંપની સાથે જોડાયેલ છું. રાજકોટ ચેપ્ટર્સ દર વર્ષે નવરાત્રીનું આયોજન કરે છે. બધા જ સભ્યો સાથે મળી દર વર્ષે ખુબ જ ઉત્સાહપૂર્વક આનંદ લે છે. આ વર્ષે પણ આ સુંદર આયોજન પારસભાઈ અને તેની ટીમ દ્વારા કરવામાં આવ્યું. ખરેખર ગરબા રમવાની ખુબ જ મજા આવી બધાનો સાથ સહકાર પણ સારો મળ્યો હું મારા ફેમેલી જોડે રમવા આવ્યો છું બધાએ ખુબ જ આનંદ કર્યો.