હિતેશ રાવલ, સાબરકાંઠા
છેલ્લા ઘણા સમયથી ભારતમાં 2 જગ્યાએ બોમ્બ મૂકવાની ધમકી મળી હતી. ત્યારે આજ રોજ ગુજરાતના સાબરકાંઠામાં બની હતી. સાબરકાંઠાની સાબરડેરીમાં બોમ્બ મુકાયો હોવાના કોલ આવ્યો હતો. આ કોલ બાદ સ્થાનિક વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ તત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ડોગ સ્કવોર્ડ સહિત અદ્યતન આધુનિક ટેક્નોલોજીથી આ બોમ્બ શોધવામાં આવ્યો હતો.
સાબરડેરીમાં બોમ્બ છે તેની જાણ થતાં ડેરીના કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સાબરકાંઠા વહીવટી તંત્રના કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચી હતી. બધી જ શોધખોળ કરતાં અંતે મોકડ્રીલ હોવાનું સામે આવ્યું હતું. મોકડ્રીલની જાણ થતાં ડેરીમાં લોકોએ રાહતના શ્વાસ લીધા.
સામાન્ય રીતે કોઈ પણ સ્થળે સ્થાનિક સરકારી વિભાગો દ્વારા લોકોને અને કર્મચારીઓને જાગૃત કરવા માટે મોકડ્રીલ કરતાં હોય છે. સાબરડેરીમાં મોકડ્રીલ હોવાની જાણ થતાં કર્મચારીઓએ પણ રાહતના શ્વાસ લીધા.
થોડા દિવસો પહેલા ભારતમાં 2 વાર બોમ્બ રાખવાની ધમકી કોલ દ્વારા જ આપવામાં આવી હતી તેથી એવું માનીએ કે આ પગલું સ્થાનિકોને સતર્ક કરવા માટે જ ભરવામાં આવ્યું હશે.