વૈશ્વીક સ્તરે આર્થિક વિકાસનો લાભ લેવા ભારતીય નિકાસકારોને પૂરતી ક્રેડીટ ન મળતાં નબળાં પૂરવાર થઇ રહ્યાં છે

નિકાસકારોને ક્રેડીટને લઇ પડતી મુશ્કેલીના અનુસંધાને વાણિજ્ય મંત્રી સુરેશ પ્રભુએ વીત મંત્રી અરૂણ જેટલી સાથે વાર્તાલાપ કરી ક્રેડીટની અછત લઇને મંત્રણા કરી હતી જેમાં તેઓએ વધુ ફંડ આપવા માંગ કરી હતી છેલ્લાં ઘણાં મહિનાથી એક્સપોર્ટ ક્રેડીટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સર્વે પ્રમાણે ૩૧ માર્ચના આઉટસ્ટેન્ડિંગ એક્સપોર્ટ ક્રેડિટ ૨૮,૩૦૦ કરોડથી નીચે આવી ૨૨,૩૦૦ કરોડ જૂન ૨૨ સુધી રહ્યું હતું.

એક્સપોર્ટને અત્યારે જે સૌથી વધુ તકલીફ પડતી હોય તે ફાયનાન્સની છે કારણકે દિનપ્રતિદીન એક્સપોર્ટ ફાયનાન્સ ઘટી રહ્યું છે જેથી વીત મંત્રાલય સાથે આ મુદે બેઠક કરવામાં આવી હતી. વાણિજ્ય મંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે આ ગંભીર સમસ્યાને અરૂણ જેટલી પણ નક્કારી નથી શકતા અને નજરઅંદાજ નથી કરી શકતા તેઓ પણ આ મુદે કાર્યરત છે અને આ સમસ્યાનો ઉકેલ કંઇ રીતે લાવવો તે માટે હકારત્મક અભિગમ પણ દાખવી રહ્યાં છે.

ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશનના ફેડરેશન દ્વારા વારંવાર ક્રેડીટ ફ્લોમાં વૃધ્ધિ કરવા માંગ કરાઇ રહી છે જેથી નિકાસનો વેગ અટકી ન જાય. બજારમાં રૂપિયાની તરલત્તા નહીંવત હોવાથી નિકાસકારોને ક્રેડીટની જે સુવિધા મળી રહી હતી તે હાલ સમસ્યા બની ગઇ છે. જેથી ઉદ્યોગોના વિકાસને પણ અસર પહોંચી રહી છે. જેના કારણે આરબીઆઇ અને સરકાર વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી.

સરકાર અને આરબીઆઇ વચ્ચે ચાર મહત્વપૂર્ણ મુદાને લઇ ઘર્ષણ ચાલી રહ્યું હતું જેમાં સરકાર ઇચ્છી રહી હતી કે બજારમાં તરલત્તા રહે જેથી ક્રેડીટ ધારકોને ક્રેડીટ પણ મળતી રહે સાથોસાથ લેન્ડરોને કેપીટલ પણ મળતું રહે. હાલ બેંકો જે સ્થિરતા માટે સંઘર્ષ કરી રહી છે તેને અટકાવવા પણ સરકારે આરબીઆઇને ટકોર કરી હતી અને લઘુ અને મધ્યમ ઉદ્યોગોને બેઠા કરવા હાંકલ કરી હતી.

તરલત્તાને લઇ હાલ જે સમસ્યા ઉદ્ભવી થઇ રહી છે તે ક્યાંય કે ક્યાંય બેંક ડીફોલ્ડરોના કારણે પણ બની રહ્યું હતું. ઉદાહરણ તરીકે નિરવ મોદી અને મેહુલ ચોક્સીએ જે રીતે પંજાબ નેશનલ બેંકની સાથે ૧૪ હજાર કરોડનો ફ્રોડ કર્યો તેને લઇ તરલત્તાને ખૂબ જ મોટો ફટકો પડી રહ્યો છે.

તો ક્યાંય બેંકોના એનપીએ પણ કારણભૂત છે. જ્યારે વિશ્વ આર્થિક વિકાસ તરફ અગ્રેસર થઇ રહ્યું છે ત્યારે ભારત નિકાસકારો તેને પહોંચી વળવા સક્ષમ નથી બની રહ્યાં જેનું મુખ્ય કારણએ છે કે નિકાસમાં જે ક્રેડીટ નિકાસકારોને મળવી જોઇ તે નથી મળી રહી. જેના કારણે ભારતીય નિકાસકારો વૈશ્વીક સ્તર ઉપર પહોંચી નથી શકતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.