રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત પ્રાણીઉદ્યાનનો આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવાનું ઉત્તમ સ્થળ બન્યું છે. ત્યારે રાજકોટ પ્રાણીઉદ્યાન દ્વારા પીલીકુલા બાયોલોજીકલ પાર્ક, મેંગલોર અને રાજીવ ગાંધી ઝૂલોજીકલ પાર્ક, પુના સાથે જુદા જુદા વન્યપ્રાણી વિનીમય કરવામાં આવ્યા હતા. રાજકોટ મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ.કમિશ્નર આનંદ પટેલ અને બાગ બગીચા સમિતિ ચેરમેન અનિતાબેન ગોસ્વામીએ આ બાબતે માહિતી આપી હતી.

WhatsApp Image 2023 04 18 at 11.17.15 4

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ઉત્તમ સ્થળ બની ગયું છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત ૭.૨૫ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે ત્યારે હવે રાજકોટના ઝૂના વન્યપ્રાણીઓનો વિનિમય કરવાની મંજુરી આપવામાં આવી છે.

રાજકોટ પ્રાણીઉદ્યાન દ્વારા પીલીકુલા બાયોલોજીકલ પાર્ક, મેંગલોર અને રાજીવ ગાંધી ઝૂલોજીકલ પાર્ક, પુના સાથે જુદા જુદા વન્યપ્રાણીઓની આપ-લે કરી હતી તેમ, મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ.કમિશ્નર આનંદ પટેલ અને બાગ બગીચા સમિતિ ચેરમેન અનિતાબેન ગોસ્વામીએ જણાવ્યું હતું. સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી, ન્યુ દિલ્હી તથા રાજ્ય સરકાર દ્વારા રાજકોટ પ્રાણીઉદ્યાન, રાજીવ ગાંધી ઝૂલોજીકલ પાર્ક, પુના તથા પીલીકુલા બાયોલોજીકલ પાર્ક, મેંગલોર વચ્ચે વન્યપ્રાણી વિનીમય કરવા મંજુરી આપવામાં આવેલ હતી. જે અંતર્ગત નીચેની વિગતે વન્યપ્રાણી વિનીમય કરવામાં આવેલ.

 

હાલ આ તમામ પ્રાણીઓને વેટરનરી ઓફીસરની દેખરેખ હેઠળ ઝૂ ખાતે ક્વોરેનટાઇનમાં રાખવામાં આવેલ છે. જેને ક્વોરેનટાઇન પીરીયડ પૂર્ણ થતા મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરવામાં આવશે.

વાઇલ્ડ ડોગ (ભારતીય જંગલી શ્વાન):-

WhatsApp Image 2023 04 18 at 11.17.15 1

વાઇલ્ડ ડોગને “ધોલ” તરીકે પણ ઓળખવામાં આવે છે. વાઇલ્ડ ડોગ આકર્ષક, લાલ-ભુરા કલરના મધ્યમ કદના શ્વાનકૂળના પ્રાણીઓમાં સમાવેશ થાય છે. જેની ઉંચાઇ લગભગ ૨૦ ઇંચ તથા પૂંછડી કાળી અને દોઢ ફૂટ જેટલી લાંબી હોય છે. આ શ્વાન જંગલોમાં જૂથમાં રહે છે. ભારતમાં મુખ્યત્વે પશ્ચીમ ઘાટ, મધ્ય ભારત અને ઉત્તરપૂર્વ ભારતના જંગલોમાં વ્યાપકપણે જોવા મળે છે. ગુજરાતના જંગલોમાં વાઇલ્ડ ડોગ જોવા મળતા નથી. ગુજરાતમાં માત્ર સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય બાદ હવે રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે વાઇલ્ડ ડોગ જોવા મળશે.

પામ સિવેટ કેટ (તાડ બિલાડી)

WhatsApp Image 2023 04 18 at 11.17.15 2

તાડ બિલાડી તાડીનો રસ, ફળો, પક્ષીઓ અને ઉંદરનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ગુજરાતમાં શુલપાણેશ્વર અભયારણ્ય, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, વડોદરા, વલસાડ અને ડાંગનાં જંગલોમાં જોવા મળે છે. મોટાપણે આંબા તથા તાડનાં વૃક્ષો પર જોવા મળે છે.

રેટીક્યુલેટેડ પાયથન (જાળીદાર અજગર)

WhatsApp Image 2023 04 18 at 11.17.15 3

રેટીક્યુલેટેડ પાયથન દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયાનાં જંગલોમાં જોવા મળતો બિનઝેરી સાપ છે. દુનિયાનાં ભારેખમ સાપમાં તેનો સમાવેશ થાય છે. જાળીદાર અજગર ખુબજ સારા તરવૈયા છે. તેમાં શરીર પરની આકર્ષક ડીઝાઇનને કારણે મુલાકાતીઓમાં ખુબ પ્રચલિત પ્રાણી છે.

રસેલ્સ વાઇપર (ખડચિતળો)
WhatsApp Image 2023 04 18 at 11.17.16 1

ખડચિતળો વાઇપર કુળનો ભારતીય ઉપખંડનો નિવાસી સાપ છે. ભારતમાં જોવા મળતા મુખ્ય ચાર ઝેરી સાપ પૈકીનો એક છે. તેનું માથુ ચપટુ અને ત્રિકોણાકાર હોય છે. જે ગળાથી અલગ પડે છે. કુલ લંબાઇ ૦૪ ફુટ સુધી હોય શકે છે. ઘાસનાં જંગલોમાં રાત્રિ દરમિયાન શિકારની શોધમાં નીકળે છે.

 

 

 

 

 

 

 

 

મોન્ટેન ટ્રીન્કેટ (મોન્ટેન રૂપસુંદરી)

WhatsApp Image 2023 04 18 at 11.17.16 2

મોન્ટેન રૂપસુંદરી પશ્ચિમ ઘાટની મુળ નિવાસી બિનઝેરી સાપની જાતિ છે. આ સાપ સોંદર્યનાં પ્રતિક તરીકે માનવામાં આવે છે. રૂપસુંદરીની આંખની પાછળ એક ત્રાંસી કાળી લીટી હોય છે. મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, અને તામિલનાડુમાં જોવા મળે છે. તે પક્ષીઓ દેડકા ગરોળી અને અન્ય સાપનો પણ શિકાર કરે છે.

ગ્રીન વાઇન સ્નેક (લીલવણ)

WhatsApp Image 2023 04 18 at 11.17.15

લીલવણ લાંબા મોઢાવાળા ચાબુક સાપ તરીકે પણ ઓળખાય છે. તે ભારતનાં પશ્ચિમ ઘાટનાં જંગલોમાં જોવા મળે છે. લીલવણ હળવા ઝેરી હોય છે. તેનો મુખ્ય ખોરાક દેડકા અને ગરોળી છે. લીલવણ વેલાઓમાં છુપાઇને જીવન જીવે છે.

રેટ સ્નેક (ધામણ)

WhatsApp Image 2023 04 18 at 11.17.16 3

આ સાપ ઉંદરનો ખોરાક તરીકે ઉપયોગ કરતો હોવાથી ખેડુતનાં મિત્ર તરીકે ઓળખાય છે. બિનઝેરી સાપ છે. તે શિકારની આસપાસ તેમના શરીરને લપેટીને અને સંકોચન દ્વારા શિકારને ગુંગળાવી દે છે.

વ્હીટેકર બોઆ

WhatsApp Image 2023 04 18 at 11.17.16 4

આ બોઆ પ્રજાતિનો બિનઝેરી સાપ છે. તે ભારતનો નિવાસી સાપ છે. અમેરિકન સર્પશાસ્ત્રી રોમ્યુલસ વ્હીટેકરનાં માનમાં આ સાપને વ્હીટેકર બોઆ કહેવામાં આવે છે. દક્ષિણ પશ્ચિમ ભારતમાં કેરળ કર્ણાટક ગોવા અને દક્ષિણ મહારાષ્ટ્રમાં જોવા મળે છે. તે મુખ્યત્વે દરિયા કિનારા અને ઝાડીવાળા જંગલોમાં રહેણાંક ધરાવે છે. તે મુખ્યત્વે ઉંદરનો શિકાર કરે છે. તે બચ્ચાને જન્મ આપે છે.

ઝરખ:

WhatsApp Image 2023 04 18 at 11.17.15 1 1

ઝરખએ ઉત્તર અને પૂર્વ આફ્રિકા મધ્ય એશિયા અને ભારતીય ઉપખંડમાં જોવા મળે છે. તેનો મુખ્ય ખોરાક હાડકા છે. તે જંગલોનાં સફાઇ કામદાર તરીકે ઓળખાય છે. તે નિશાચર પ્રાણી છે. તેનાં આગળનાં પગ લાંબા અને પાછળનાં પગ ટુંકા હોય છે. તેમજ શરીર પર ભરાવદાર વાળનું આવરણ હોય છે. તે હસવા/રડવા જેવા અવાજો કરે છે.

ઉપરોક્ત પ્રાણીઓનો ઉમેરો થતા હવે રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી ૬૭ પ્રજાતીઓના કુલ ૫૩૯ વન્યપ્રાણી-પક્ષીઓ થયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.