પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા પ્રદર્શન અને વેચાણ
દિવાળી નિમિત્તે શેરી બાળકોએ બનાવેલી આકષર્ક કૃતિ અને દિવડાઓનું પ્રદર્શન: પ્રજાજનોને સહકાર આપવા અંજલીબેન રૂપાણીનો અનુરોધ
પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ દ્વારા છેલ્લા ર૩ વર્ષથી ચલાવાતા સ્ટ્રીટ ચિલ્ડ્રન પ્રોજેકટના બાળકો તથા કચરો વિણતા અને ઝુંપટપટ્ટીમાં વસતા બાળકો દ્વારા બનાવાયેલા રંગબેરંગી દિવડા તથા દિપાવલી સુશોભન માટેની કૃતિઓનું પ્રદર્શન તથા વેચાણનું આયોજન ર૭ ઓકટો. શનિવાર તથા ર૮ ઓકટો. રવિવાર સુધી ર દિવસ માટે કરવામાં આવ્યું છે.
નાથ એડીફાઇસ, યશ બેંક નીચે, નાથ સ્ટોલ પાસે, જીલ્લા પંચાયત ચોક, રેસકોર્ષ સામે યોજાનાર આ પ્રદર્શનમાં બાળકોને અપાયેલી વોકેશનલ ટ્રેનીંગના આધારે તેમણે બનાવેલા વિવિધ પ્રકારના રંગબેરંગી દિવડાઓ તેમજ દિવાળી સુશોભન માટેની વસ્તુઓ જેવી કે તોરણ, ટોકડલીયા, પર્સ, પગલૂછણિયા સહીતની અનેક હેન્ડીક્રાફટ વસ્તુઓ વેચાણ માટે મુકાશે. પ્રર્દશનનો સમય સવારે ૧૦ વાગ્યાથી રાત્રિના ૯ વાગ્યા સુધીનો રહેશે.
પ્રદર્શનનો શુભારંભ ર૭ ઓકટો. શનિવારના રોજ સવારે ૯.૩૦ કલાકે કરાશે. બે દિવસીય પ્રદર્શન દ્વારા બાળકોએ બનાવેલી આ અણમોલ કૃતિઓના વેચાણથી થનારી તમામ આવક તેમના હિતાર્થે વપરાશે. તેથી પ્રદર્શન સ્થળે અચુક હાજરી આપી, મનમોહક વસ્તુઓની ખરીદી કરી બાળકોને પ્રોત્સાહીત કરવા તથા સત્કાર્યમાં સહભાગી થવા શહેરનાપ્રજાજનોને ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીએ અનુરોધ કર્યો છે.
વિશેષ વિગત માટે ટ્રસ્ટના કાર્યાલય, કિલ્લોલ-૧ મયુરનગર રાજકોટ મહાનગરપાલિકા પૂર્વઝોન કચેરી સામે રુબરુ અથવા ફોન નં. ૨૭૦૪૫૪૫ દ્વારા વહીવટી અધિકારી ભાવેશભાઇ ભટ્ટ અથવા નિરદભાઇ ભટ્ટનો સંપર્ક સાધવા જણાવાયું છે.