અમરેલીના શેડુભારની યુવતીએ રાજકોટમાં બીબીએનો અભ્યાસ માટે આવી’તી : પ્રેમીએ લગ્નની ના કહેતા અને પરિવાર સગાઈની ચર્ચા કરતા બે દિવસ પહેલા ગુમ થયા બાદ આપઘાત કર્યાનું ખુલ્યું
શહેરના ચૌધરી હાઈસ્કૂલ પાસે આવેલી એમ.જે.કુંડલીયા કોલેજમાં બીબીએનો અભ્યાસ કરતી પટેલ યુવતી બે દિવસ પહેલા ભેદી રીતે લાપત્તા બન્યા બાદ બીગબજાર પાછળ બગીચા પાસે ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતા તેણીનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક યુવતીને પ્રેમ સંબંધ હોવાના કારણે અને બંન્નેના લગ્ન શકય ન જણાતા યુવતીની સગાઈની વાતચીત ચાલતી હોવાના કારણે આપઘાત કર્યાનું પ્રામિક તપાસમાં બહાર આવ્યું છે.
મૂળ અમરેલીના શેડુભાર ગામે રહેતી યુવતી મોનીકા સેલડીયા ગત તા.૨૦મીના માતા ભાવનાબેન સાથે રાજકોટની એમ.જે.કુંડલીયામાં એન.ઓ.સી. લેવા આવ્યા બાદ ભેદી રીતે ગુમ થઈ જતાં માતાએ પ્રનગર પોલીસ મથકમાં ગુમનો કરાવી હતી. જયારે ગઈકાલે યુવતીએ પોતાના બનેવીને ફોન કરી બિગબજાર પાછળ બગીચામાં ઝેર પી ગઈ હોવાનું જણાવતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ચાલુ સારવારમાં તેણીનું મોત નિપજયું હતું.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ અમરેલીના શેડુભાર ગામે રહેતી અને છેલ્લા બે વર્ષથી રાજકોટ એમ.જે.કુંડલીયામાં બી.બી.એ.માં અભ્યાસ કરતી મોનિકા હરેશભાઈ સેલડીયા નામની ૨૦ વર્ષની યુવતી ગત તા.૨૦મીના પોતાની માતા ભાવનાબેન સાથે કોલેજમાંથી એન.ઓ.સી. લેવા રાજકોટ આવ્યા બાદ એમ.જે.કુંડલીયા કોલેજી ભેદી રીતે ગાયબ થઈ હતી. ત્યારબાદ માતા ભાવનાબેને પ્રનગર પોલીસ મથકમાં ગુમ નોંધ નોંધાવી હતી.
દરમિયાન ગત તા.૨૨મીના રોજ મોનિકા સેલડીયાએ પોતાના બનેવીને ફોન કરી બિગ બજાર પાછળ આવેલા બગીચામાં ઝેર પીધુ હોવાની જાણ કરી હતી. બનેવીને ઘટનાની જાણ થતા પરિવારજનોએ યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીએ ચાલુ સારવારમાં દમ તોડતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.
મૃતક મોનિકા સેલડીયા બે બેન એક ભાઈમાં વચેટ હોય અને છેલ્લા બે વર્ષથી અત્રે પી.જી.માં રહી અભ્યાસ કરતી હતી. માતા ભાવનાબેનની તબિયત ઠીક ન રહેતી હોવાથી પોતે માતા સાથે એમ.જે.કુંડલીયા કોલેજ ખાતે એન.ઓ.સી. લેવા આવ્યા બાદ ભેદી રીતે ગુમ થઈ જતાં માતા ભાવનાબેને પોલીસને જાણ કરી હતી.
પરંતુ તે દરમિયાન પુત્રી મોનિકા સેલડીયાએ ઝેર પીધેલી હાલતમાં મળી આવી હતી. જેનું સારવારમાં મોત નિપજતા પોલીસે કોલ ડિટેઈલ્સ થતા બે દિવસ સુધી યુવતી કયાં સ્થળ પર હતી જેવા પ્રશ્નો સાથે વધુ તપાસ હાથ ધરી છે.
એમ.જે.કુંડલીયા કોલેજી ભેદી રીતે ગાયબ થયા બાદ માતા ભાવનાબેને પ્રનગર પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવતા પોલીસ મથકના પીઆઈ બી.એમ.કાતરીયા તથા પોલીસ હેડ કોન્સ. રામસીંગ વરૂ સહિતના સ્ટાફે યુવતીના મોબાઈલ લોકેશન પરથી તપાસ કરી હતી તે દરમિયાન યુવતી મોનિકા સેલડીયાએ તપાસ અધિકારી સાથે ટેલિફોનિક વાત કરી હતી પરંતુ પોતે કયાં છે તે જણાવ્યું ન હતું.
ત્યારબાદ મૃતક યુવતી મોનિકા સેલડીયાએ તેની કોલેજીયન મિત્રને ફોનમાં વાત કરી તે દરમિયાન પોતે રેસકોર્સ પાસે હોવાનું જણાવ્યું હતું અને પોતે આપઘાત કરી લેવાનું પણ જણાવ્યું હતું. પોલીસે કોલેજીયન મિત્ર સાથે થયેલી વાતચીતના આધારે રેસકોર્સ પાસે પહોંચી તપાસ કરતા યુવતી મળી ન હતી. બે દિવસ ગાયબ રહ્યાં બાદ ગત તા.૨૨મીના રોજ યુવતી મોનિકા સેલડીયાએ બીગ બજાર પાછળ આવેલા બગીચામાં ઝેર પી પોતાના કૌટુંબીક બનેવી ગોપાલભાઈ રમેશભાઈ પટેલને ફોન દ્વારા ઝેર પી લીધાનું જણાવ્યું હતું. જેના પગલે કૌટુંબિકજનોએ બગીચા પાસે પહોંચી યુવતીને ગંભીર હાલતમાં પ્રાઈવેટ વાહનમાં જ હોસ્પિટલ ખસેડવામાં આવતા ચાલુ સારવારમાં તેણીએ દમ તોડતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.
મૃતક મોનિકા સેલડીયા બે વર્ષથી અહીંયા એમ. જે. કુંડલીયામાં બીબીએનો અભ્યાસ કરતી હોય અને શહેરના યુવાન સાથે પ્રેમ સંબંધ હોય પરંતુ બન્ને એક નહીં થઈ શકે અને પરિવારજનો યુવતીની સગાઈની ચર્ચા કરતા હોવાથી મોનિકા સેલડીયાએ ઝેર પી આપઘાત કર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઘટનાના પગલે શહેરના તાલુકા પોલીસ મથકના સ્ટાફે મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી યુવતી બે દિવસ સુધી કયાં ગુમ રહી તે મોબાઈલ લોકેશન આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.