પ્રમુખ-ઉપપ્રમુખ સામે રજૂ થયેલી અવિશ્વાસની દરખાસ્ત બાદ વિકાસ કમિશનરનો નિર્ણય
પુરતા સભ્ય હોવાના બન્ને પક્ષના દાવા, સામાન્ય સભામાં થશે શાસનનો ફેંસલો બન્ને જૂથ પોત-પોતાના સભ્યો સાથે ભૂગર્ભમાં ઉતરી જાય તેવી સ્થિતિ
જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ સામે રજૂ થયેલી અવિશ્વાસની દરખાસ્ત બાદ વિકાસ કમિશનરે સામાન્યસભા યોજવાનો નિર્ણય જાહેર કર્યો છે. જે મુજબ ૨૪મીએ સામાન્ય સભા યોજાનાર છે. જેના અધ્યક્ષ સને જિલ્લા કલેકટર રહેવાના છે. હાલ તો બન્ને પક્ષો પુરતા સભ્યો હોવાના દાવા કરી રહ્યાં છે પરંતુ હકીકત તો સામાન્ય સભામાં જ બહાર આવશે. હાલ બન્ને જુથ પોત-પોતાના સભ્યો સાથે ભૂગર્ભમાં ઉતરી જાય તેવી પણ સ્થિતિ જોવા મળી રહી છે. કોંગ્રેસ શાસીત જિલ્લા પંચાયતમાં નવી ટર્મથી સત્તા માટે ખેંચતાણ ચરમસીમાએ પહોંચી હતી. સૌપ્રથમ પ્રમુખપદ ન મળતા નારાજ સભ્યોનું એક જુથ રચાયું હતું. આ જુથને ભાજપનો ટેકો મળતા જુથેની તાકાત પણ વધી હતી. જોત જોતામાં ભાજપ પ્રેરીત આ જુથે જિલ્લા પંચાયતની મોટાભાગની તમામ સમીતીઓ પોતાના હસ્તક કરી લીધી હતી. તેમ છતાં આ બાગી જુની નજર પ્રમુખ અને ઉપપ્રમુખ પદ પર હોય છેલ્લા ઘણા સમયથી અવિશ્ર્વાસની દરખાસ્ત લાવવાની તૈયારીઓ ચાલી રહી હતી. અંતે વિપક્ષી નેતા ધૃપદબા જાડેજાએ પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્ર્વાસની દરખાસ્ત જિલ્લા વિકાસ અધીકારી સમક્ષ રજૂ કરી હતી. જેને બાગી જુના એક સભ્યએ ટેકો પણ આપ્યો હતો. અવિશ્ર્વાસની દરખાસ્તમાં બાગી જુના કુલ ૨૪ સભ્યોની સહી કરેલી હતી. જો કે, આમાના ચાર થી પાંચ સભ્યોએ એવું કહ્યું હતું કે, અમે ઘણા સમય પૂર્વ સહી કરેલી હતી જેનો હાલ દૂરઉપયોગ કરવામાં આવેલો છે.
આમ અવિશ્ર્વાસની દરખાસ્ત રજૂ થયા બાદ કોંગ્રેસનું શાસન ધ્વસ્ત થાય તેમાં પણ હજુ શંકા ઉપજે તેવી સ્થિતિ પરિણમથી છે. હાલ ખાટરીયા જૂથ અને હરીફ જૂથ બન્ને જુથો પોત-પોતાની પાસે ૨૪-૨૪ સભ્યો હોવાના દાવાઓ કરી રહ્યાં છે. વધુમાં અવિશ્ર્વાસની દરખાસ્ત રજૂ થયા બાદ ડીડીઓએ સમગ્ર મામલો વિકાસ કમિશનર ઉપર છોડી દીધો હોય વિકાસ કમિશનરના આદેશ પ્રમાણે આજે આગામી ૨૪મી સામાન્ય સભા યોજવાની જાહેરાત કરવામાં આવી છે. વધુમાં આ સામાન્ય સભા જિલ્લા કલેકટરના અધ્યક્ષ સને યોજવામાં આવી છે. આ સામાન્ય સભામાં કોંગ્રેસનું શાસન કાયમ રહેશે કે બાગી જુથનું શાસન આવશે તે નક્કી થઈ જશે. ઉલ્લેખનીય છે કે, હાલ બન્ને જુ પોત-પોતાના સભ્યોને પોતાની સાથે જકડી રાખવા તેમજ અન્ય જુના સભ્યોને પોતાની તરફ ખેંચવા કાવા દાવા કરી રહ્યાં છે. માટે બન્ને જુથો પોત-પોતાના સભ્યો સાથે ભુગર્ભમાં ઉતરી જાય તેવી સ્થિતિ પણ જણાય રહી છે.