વિદ્યાર્થીઓ અને તલાટીઓ ઘરે-ઘરે જઈ સરકારી સહાયની પાત્રતા ધરાવતા વ્યક્તિઓને ફોર્મ ભરી આપશે: આગામી દિવસોમાં વિર્દ્યાીઓની પસંદગી કરી તાલીમ અપાશે
જિલ્લા કલેકટર તંત્ર દ્વારા સરકારી યોજનાઓનો વ્યાપ વધારવા માટે છાત્રોની ફૌજ તૈયાર કરવામાં આવનાર છે. આગોમી દિવસોમાં છાત્રોની પસંદગી કરીને તેઓને તાલીમ આપવામાં આવશે. ત્યારબાદ આ છાત્રો ઘરે-ઘરે જઈ સરકારી સહાયની પાત્રતા ધરાવતા વ્યક્તિને ફોર્મ ભરી આપી મદદરૂપ બનશે.
સરકાર દ્વારા અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. પરંતુ તેની જાણકારીના અભાવે અનેક લોકો લાભી વંચિત રહી જતા હોય છે. ત્યારે હાલ જે જે સરકારી યોજનાઓ અમલમાં છે તેનો લાભ લોકોને મળે તેવા હેતુી જિલ્લા વહીવટી તંત્રએ એકશન પ્લાન ઘડયો છે.
આ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના છાત્રોની મદદ લેવામાં આવનાર છે.
સૌ.યુનિ. ખાતે અભ્યાસ કરતા છાત્રોની પસંદગી કરી તેઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેઝીક તાલીમ આપવામાં આવશે ત્યારબાદ આ છાત્રો અને તલાટીઓ ઘરે-ઘરે જઈ સર્વેની કામગીરી હા ધરશે જેમાં જે લોકો સરકારી સહાયની પાત્રતા ધરાવતા હોય તેઓને તેમના ઘરે જ ફોર્મ ભરી આપવામાં આવશે અને આ ફોર્મ તેઓ સીધા કચેરીમાં જમા કરાવી દેશે. જેી સરકારી સહાયની પાત્રતા ધરાવતા લોકોને ઘેર બેઠા જ સરકારી સહાયના લાભો મળી શકશે.